Home /News /sport /રોહિત શર્માએ 40 બોલમાં ટીમ ઈન્ડિયાની તકદિર બદલી, દિગ્ગજ ખેલાડીઓનું પણ હતું નબળું પ્રદર્શન

રોહિત શર્માએ 40 બોલમાં ટીમ ઈન્ડિયાની તકદિર બદલી, દિગ્ગજ ખેલાડીઓનું પણ હતું નબળું પ્રદર્શન

T20 વર્લ્ડ કપ 2007: રોહિત શર્માએ 2007 T20 વર્લ્ડ કપમાં મહત્વની ઇનિંગ રમી હતી.

T20 World Cup 2007: રોહિત શર્માએ 20 વર્ષની ઉંમરે એટલે કે 15 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયા માટે મહત્વની ઈનિંગ રમી હતી. જેના કારણે ટીમ 2007 T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. બાદમાં MS ધોનીના નેતૃત્વમાં ટીમ ચેમ્પિયન પણ બની હતી.

વધુ જુઓ ...
    T20 World Cup 2007: રોહિત શર્માએ 20 વર્ષની ઉંમરે એટલે કે 15 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયા માટે મહત્વની ઈનિંગ રમી હતી. જેના કારણે ટીમ 2007 T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. બાદમાં MS ધોનીના નેતૃત્વમાં ટીમ ચેમ્પિયન પણ બની હતી.

    હાઇલાઇટ્સ

    સુપર-8ની અંતિમ મેચમાં ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું
    જીતના કારણે જ ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકી હતી.

    નવી દિલ્હી : રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ માટે તૈયાર છે. ટૂર્નામેન્ટની મેચો ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી યોજાવાની છે. પરંતુ આજનો દિવસ એટલે કે 24મી સપ્ટેમ્બર ભારત માટે ખાસ છે. આજથી 15 વર્ષ પહેલા 24 સપ્ટેમ્બર 2007ના રોજ ભારતે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ વર્લ્ડ કપની ડેબ્યૂ સીઝન હતી. કેપ્ટન MS ધોની હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આજે પણ આપણે બધાને યાદ છે. જોગીન્દર શર્માનો તે બોલ અને એસ શ્રીસંતનો કેચ. પાકિસ્તાનના મિસબાહ-ઉલ-હકને હજુ પણ તે શોટનો અફસોસ છે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ એક ઐતિહાસિક દિવસ હતો. ચાલો તો ફરી યાદ કરીએ એ દિવસને.

    વર્લ્ડ કપ પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ જેવા સિનિયર ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. MS ધોનીના નેતૃત્વમાં યુવા ટીમ ટુર્નામેન્ટ રમવા માટે મેદાને ઉત્તરી હતી. ટીમની પ્રથમ મેચ સ્કોટલેન્ડ સામે હતી. જો કે વરસાદના કારણે આ મેચ રમાઈ શકી ન હતી. રોહિત શર્માને ઓપનિંગ મેચમાં પ્લેઇંગ-11માં જગ્યા મળી ન હતી. ઈંગ્લેન્ડ સામે તેને તક મળી હતી, પરંતુ બેટિંગ કરવાની તક ન મળી હતી.

    આ પણ વાંચો ટી-20 વર્લ્ડકપ ટીમમાં હર્ષલ પટેલની પસંદગી પર દિગ્ગજ ખેલાડીએ ઉઠાવ્યો વાંધો

    રોહિત શર્માને 20 સપ્ટેમ્બરે T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ વખત બેટિંગ કરવાની તક મળી. આ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હતી. સુપર-8ની આ મેચ ભારત માટે મહત્વની હતી અને 61 રનમાં 4 મોટી વિકેટ પડી ગઈ હતી. દિગ્ગજ ખેલાડી ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સેહવાગ, દિનેશ કાર્તિક અને રોબિન ઉથપ્પા સરળતાથી આઉટ થયા હતા. ત્યારબાદ રોહિતે અણનમ અડધી સદી ફટકારીને ટીમને 150 રનની પાર પહોંચાડી હતી. તે 40 બોલમાં 50 રન બનાવીને અણનમ રહ્યો હતો. જેમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તેણે MS ધોની (45) સાથે 5મી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી.

    આરપી સિંહે આક્રમક ઇનિંગ રમી હતી
    ભારતે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 9 વિકેટે 116 રન જ બનાવી શકી હતી. ભારતે આ મેચ 37 રને જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકાના 9 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નથી. માર્ક બાઉચર અને એલ્બી માર્કલે 36-36 રન બનાવ્યા હતા. ભારત તરફથી ડાબેરી ઝડપી બોલર આરપી સિંહે સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. એસ શ્રીસંત અને હરભજન સિંહને 2-2 વિકેટ મળી હતી.

    સુપર-8ની આ છેલ્લી મેચ
    ભારતીય ટીમની સુપર-8ની આ છેલ્લી મેચ હતી. જો ટીમ આ મેચ હારી જશે તો તે સેમી ફાઇનલમાં નહીં પહોંચી શકે. ભારત, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડના 3-3 મેચ બાદ 4-4 પોઈન્ટ હતા. પરંતુ સારા નેટ રન રેટના કારણે ભારત અને ન્યુઝીલેન્ડ સેમિફાઈનલમાં પ્રવેશ્યા હતા. સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 15 રનથી હરાવ્યું હતું જ્યારે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચ 5 રને જીતી લીધી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 157 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 152 રનમાં સમેટાઈ ગઈ હતી. ફાઇનલમાં પણ રોહિતે 16 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. તે સમયે તેની ઉંમર 20 વર્ષની હતી. 2 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જેના કારણે ટીમ 150 રન સુધી પહોંચી શકી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Rohit sharma record, રોહિત શર્મા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन