T20 World cup: Squid Gameની ખતરનાક Challengeનો Video, ભારતના ખેલાડીઓએ આમાં પણ બાજી મારી

Squid Game challenge ટીમ ઈન્ડિયાએ બાજી મારી આ ખતરનાક ચેલેન્જમાં પણ ખેલાડીઓ પાર

Squid Game challenge : . ભારતીય ક્રિકેટરો દ્વારા લેવામાં આવેલા ડોલોગના કેન્ડી ચેલેન્જનો વિડીયો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ (ICC official media account) પર શેર કર્યો છે. જુઓ વીડિયો

  • Share this:
    ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના ખેલાડીઓએ લોકપ્રિય કોરિયન વેબ સિરીઝ 'સ્ક્વિડ ગેમ' (Squid Game)માંથી ડોલોગના કેન્ડી ચેલેન્જ (Dologna Candy Challenge) લીધી હતી. નેટફ્લિક્સનો આ શો ખૂબ જ ટ્રેંડ કરી રહ્યો છે અને ભારતીય ખેલાડીઓએ પણ આ ટ્રેન્ડને અનુસર્યો છે. ભારતીય ક્રિકેટરો દ્વારા લેવામાં આવેલા ડોલોગના કેન્ડી ચેલેન્જનો વિડીયો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ (ICC official media account) પર શેર કર્યો છે. આ શોના એક એપિસોડમાં પ્રતિસ્પર્ધીઓએ કેન્ડી તોડ્યા વિના કેન્ડીમાં દોરાયેલી નાનકડી આકૃતિ કોતરવાની હોય છે. જે ખેલાડીઓ આવું કરી ન શકે તેને મારી નાંખવામાં આવે છે.

    ભારતીય ખેલાડીઓની સ્ક્વિડ ગેમની કેન્ડી ચેલેન્જનો વિડીયો શેર કરતાં ICCએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "આ ખતરનાક રમતમાં ભારતીય ટીમ. ICCએ વધુમાં લખ્યું હતું કે, વિશ્વના સૌથી ચર્ચિત શોની પ્રખ્યાત રમતથી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર્સની કસોટી કરવામાં આવી રહી છે.

    રોહિત, રાહુલ, સૂર્યકુમારે ચેલેન્જ ઉઠાવી

    ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે ચેલેન્જ ઉઠાવી હતી. જેમાં વરુણ, રાહુલ, સૂર્યકુમાર અને બુમરાહ નિષ્ફળ ગયા હતા. તેમણે આકાર કોતરતી વખતે તેમની કેન્ડી તોડી નાંખી હતી. બીજી તરફ રોહિત શર્મા અને મોહમ્મદ શમી આ ચેલેન્જમાં સફળ રહ્યા હતા. તેમણે ચોકસાઈથી કેન્ડીમાંથી આકાર કોતરી કાઢ્યો હતો.

    આ પણ વાંચો :  T20 World cup : વર્લ્ડ કપ માટે New Zealandની ટીમમાં આ ખેલાડીઓ હશે, એકથી એક પાવરધા છે આ પ્લેયર

    ઉલ્લેખનીય છે કે, 17 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થયા પછી સ્ક્વિડ ગેમ્સ સિરીઝ ખૂબ જ લોકપ્રિય બની છે. લોકો તેના ભારોભાર વખાણ કરી રહ્યા છે અને આખા વિશ્વમાં તેની ચેલેન્જનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.








    View this post on Instagram






    A post shared by ICC (@icc)






    પ્રેક્ટિસ મેચમાં ભારતનો દબદબો

    વર્લ્ડ કપના પ્રેક્ટિસ મેચમાં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ ભારતે 8 વિકેટથી જીતી લીધી છે, પરંતુ ભારત માટે છઠ્ઠા બોલરનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે. આ વોર્મ અપ મેચમાં વિરાટ કોહલીએ પણ બોલિંગ કરી હતી. આ મેચમાં વિરાટના સ્થાને રોહિત શર્મા કેપ્ટન હતો. તેણે 41 બોલમાં 60 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલે 31 બોલમાં 39 રન કર્યા હતા. ભારતે 17.5 ઓવરમાં 152 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
    First published: