વર્તમાન સમયે ચાલી રહેલા ટી-20 વિશ્વ (T20 World Cup) કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન (Team india T20 World cup) સારૂ રહ્યું નથી. ભારતીય ટીમ પ્રથમ બંને મેચ હારી ગઈ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં ફાંટા પડયા હોવાનું દાવો પાકિસ્તાનના (Pakistan player Shoaib Akhtar) પૂર્વ ખેલાડી શોએબ અખ્તર દ્વારા કરવામાં આવ્યો છે. તેણે શંકા વ્યક્ત કરી છે કે, ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન વચ્ચે ડ્રેસિંગરૂમમાં પણ તણાવ હોઈ શકે છે. ભારતીય ટીમનું પ્રદર્શન ભલે ખરાબ હોય પરંતુ કેપ્ટન તરીકે વિરાટ કોહલી આગળ જવા માટે તનતોડ પ્રયત્નો કરી રહ્યો છે.
શોએબ અખ્તરે દાવો કર્યો છે કે, ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બે ગ્રૂપમાં વિભાજિત છે. એક ગ્રુપ સુકાની વિરાટ કોહલીને ટેકો આપે છે અને બીજુ ગ્રુપ ટેકો નથી આપતું. આ મતભેદ વચ્ચેનું મુખ્ય કારણ ભારત આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2021માંથી બહાર ફેંકાઈ જવાના આરે હોવાનું છે.
હું ટીમ ઇન્ડિયાની અંદર બે ભાગ જોઉં છું
અખ્તરે Sportskeedaને કહ્યું હતું કે, હું ટીમ ઇન્ડિયાની અંદર બે ભાગ જોઉં છું. એક ભાગ કોહલી સાથે અને બીજો તેની સામે છે. ટીમના ભાગ એકદમ સ્પષ્ટ રીતે દેખાય છે. ટીમ વિભાજિત લાગે છે. મને ખબર નથી કે, આવું શા માટે થઈ રહ્યું છે. કદાચ તે કેપ્ટન તરીકેના તેના છેલ્લા ટી-20 વર્લ્ડ કપને કારણે હોય શકે છે. કોહલીએ ખોટો નિર્ણય લીધો હોય શકે તે પણ સાચું છે. પરંતુ તે મહાન ક્રિકેટર છે અને આપણે તેનું સન્માન કરવું જોઈએ.
ન્યુઝીલેન્ડ સામે ભારતનો કોઈ ગેમ પ્લાન નહોતો: અખ્તર
ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાની ટીકા થઈ છે. અખ્તરે ભારતીય ટીમના નબળા દેખાવ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ સામે ભારત પાસે કોઈ ગેમ પ્લાન નહોતો. તેથી જ તેઓ મેચમાં પાછા પડતા રહ્યા હતા.
નબળું રમવા બદલ ટીકા થશે જ..
અખ્તરે વધુમાં કહ્યું કે, હા, ટીકા મહત્ત્વની છે. કારણ કે ભારત ન્યૂઝીલેન્ડ સામે ખરાબ ક્રિકેટ રમ્યું હતું અને તેમનું વલણ ખોટું હતું. ટોસ હાર્યા બાદ બધાના માથા નીચે ઝૂકી ગયા હતા. ટીમ ઇન્ડિયાને કોઈ ખ્યાલ જ નહોતો. ભારત માત્ર ટોસ નહીં મેચ પણ હારી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારત હવે 3 નવેમ્બરના બુધવારે અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચમાં ભારત પાસે ભૂલનો કોઈ અવકાશ નથી. કારણ કે હાર બાદ ટિમ ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર