Home /News /sport /T20 WC: ઝિમ્બાબ્વેના ખેલાડીની પ્રેરણાદાયી સફર! એક સમયે ફાટેલા બૂટ સાથે ક્રિકેટ રમ્યો હતો
T20 WC: ઝિમ્બાબ્વેના ખેલાડીની પ્રેરણાદાયી સફર! એક સમયે ફાટેલા બૂટ સાથે ક્રિકેટ રમ્યો હતો
રેયાન બર્લે ગયા વર્ષે લાઈમલાઈટમાં આવ્યો હતો.
all rounder ryan burl: રેયાન બર્લે 10 રન બનાવીને અણનમ રહ્યો અને 1 ઓવરમાં માત્ર 7 રન આપ્યા હતા. રેયાન બર્લે ગયા વર્ષે લાઈમલાઈટમાં આવ્યો હતો. બર્લેને અફસોસ હતો કે તેને ફાટેલા જૂતા સાથે રમવું પડ્યું. બર્લે સોશિયલ મીડિયા પર તેના ફાટેલા શૂઝનો ફોટો શેર કર્યો હતો.
ટી-20 વર્લ્ડ કપમાં ગુરુવારે મોટો અપસેટ જોવા મળ્યો હતો. રોમાંચક મેચમાં ઝિમ્બાબ્વેએ છેલ્લા બોલ પર પાકિસ્તાનને 1 રનથી હરાવ્યું હતું. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ હાર સાથે પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. આ પહેલા રવિવારે પણ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે જીત મેળવી હતી.
આજની મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે પછી તેઓ 20 ઓવરમાં માત્ર 130 રન જ બનાવી શક્યા હતા. સીન વિલિયમ્સે સૌથી વધુ 31 જ્યારે ઈરવિન અને બ્રાડ ઈવાન્સે 19-19 રન બનાવ્યા હતા. રેયાન બર્લે 10 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ઝિમ્બાબ્વેના પડકારનો પીછો કરતા પાકિસ્તાન 20 ઓવરમાં 129 રન જ બનાવી શક્યું હતું. શાન મસૂદે 44 અને મોહમ્મદ નવાઝે 22 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય બ્રાડ ઈવાન્સને 2, જોંગવે અને મુજરબાનીને 1-1 વિકેટ મળી હતી.
રેયાન બર્લે 10 રન બનાવીને અણનમ રહ્યો અને 1 ઓવરમાં માત્ર 7 રન આપ્યા હતા. રેયાન બર્લે ગયા વર્ષે લાઈમલાઈટમાં આવ્યો હતો. બર્લેને અફસોસ હતો કે તેને ફાટેલા જૂતા સાથે રમવું પડ્યું. બર્લે સોશિયલ મીડિયા પર તેના ફાટેલા શૂઝનો ફોટો શેર કર્યો હતો.
રેયાન બર્લેની આ પોસ્ટ જોયા પછી સ્પોર્ટ્સ શૂ મેકર પુમાએ સમગ્ર ઝિમ્બાબ્વે ટીમને બૂટ દાનમાં આપ્યા હતા. પુમાના આ નિર્ણય બાદ ક્રિકેટ ચાહકોએ તેની પ્રશંસા કરી હતી.
રેયાન બર્લેએ ટ્વીટ કર્યું હતું, 'શું અમારી પાસે સ્પોન્સર મેળવવાની તક છે? દરેક શ્રેણી પછી અમારે અમારા જૂતા પર ગુંદર લગાવવું પડશે,'. આ પોસ્ટની સાથે તેણે ફાટેલા શૂઝનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર