Home /News /sport /T20 WC: ભારત-પાકિસ્તાન ફાઇનલ માટે સ્ટેજ તૈયાર, સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ અંગ્રેજોને હરાવવા પડશે

T20 WC: ભારત-પાકિસ્તાન ફાઇનલ માટે સ્ટેજ તૈયાર, સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ અંગ્રેજોને હરાવવા પડશે

ભારતીય ક્રિકેટ ટીમ (ફાઇલ ફોટો)

T20 Worldcup: પાકિસ્તાનની ટીમ ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોચી ગઇ છે. સિડનીમાં રમાયેલા મુકાબલામાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને સેમિ ફાઇનલમાં 7 વિકેટે હરાવ્યું હતું. હવે ફાઇનલમાં પાકિસ્તાનનો સામનો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર બીજી સેમિ ફાઇનલ મેચના વિજેતા સાથે થશે. બીજી સેમિ ફાઇનલ મેચ 10 નવેમ્બરે એડિલેડ ઓવલમાં રમાશે.

વધુ જુઓ ...
    T20 Worldcup: પાકિસ્તાનની ટીમ ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોચી ગઇ છે. સિડનીમાં રમાયેલા મુકાબલામાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને સેમિ ફાઇનલમાં 7 વિકેટે હરાવ્યું હતું. હવે ફાઇનલમાં પાકિસ્તાનનો સામનો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર બીજી સેમિ ફાઇનલ મેચના વિજેતા સાથે થશે. બીજી સેમિ ફાઇનલ મેચ 10 નવેમ્બરે એડિલેડ ઓવલમાં રમાશે.

    ભારત- પાકિસ્તાન વચ્ચે શું રમાશે ફાઇનલ?

    ભારતીય ક્રિકેટ ટીમ સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લિશ ટીમને હરાવી દે છે તો પછી મહા મુકાબલા માટે સ્ટેજ તૈયાર થઇ જશે. ભારત અને પાકિસ્તાનની ટીમ પહેલા પણ 2007 ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ટકરાઇ ચુકી છે. જ્હોનિસબર્ગમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં એમએસ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 5 રને હરાવ્યું હતું. તે મુકાબલો આજે પણ ક્રિકેટ ફેન્સ યાદ કરતા રહે છે.

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિ ફાઇનલમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. એવામાં રોહિત બ્રિગેડે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં સારૂ પ્રદર્શન કરવુ પડશે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ સતત બે મેચ જીતીને ફોર્મ પરત મેળવી લીધુ છે. ખાસ વાત આ છે કે તે પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને સેમિ ફાઇનલમાં પહોચ્યુ છે. ઇંગ્લેન્ડની ટીમ પણ આયરલેન્ડ સામે હાર્યા બાદ વિનિંગ ટ્રેક પર પરત ફરી છે.

    રોહિત શર્માએ સારૂ પ્રદર્શન કરવુ પડશે

    સેમિ ફાઇનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સારી રમત બતાવવી પડશે. રોહિત શર્મા ઘણા ખરાબ ફોર્મમાં છે અને તે પાંચ મેચમાં 17.80ની એવરેજથી માત્ર 89 રન બનાવી શક્યો છે. હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ જેવા ખેલાડીનું ફૉર્મ પણ ચિંતાનો વિષય છે. સારી વાત એ છે કે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવનું ફોર્મ સારૂ છે. ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લેન્ડના બોલરોથી બચીને રહેવુ પડશે. ખાસ કરીને ક્રિસ વોક્સ, સેમ કર્રન જેવા બોલર ભારતીય ટીમ માટે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે.

    જોસ બટલરની કેપ્ટન્સી ધરાવતી ઇંગ્લિશ ટીમમાં ભારતની જેમ મેચ વિનર્સ ખેલાડીઓની ભરમાર છે. જોસ બટલર અને એલેક્સ હેલ્સ સારી શરૂઆત અપાવી રહ્યા છે. સેમિ ફાઇનલમાં આ બન્ને બેટ્સમેનોએ ભારતીય બોલરોએ સસ્તામાં આઉટ કરવા પડશે. જો આ બન્ને ખેલાડીઓને ભારતીય બોલરોએ જલ્દી આઉટ કરી નાખ્યા તો ઇંગ્લિશ બેટ્સમેન પ્રેશરમાં આવી જશે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: India vs england, India Vs Pakistan, T20 WorldCup, Team india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन