Home /News /sport /T20 WC 2022: રન બનાવવામાં કોહલી અને વિકેટ લેવામાં હસરંગા ટોપ પર, જૂઓ T20 WC 2022ના 10 ખાસ આંકડા

T20 WC 2022: રન બનાવવામાં કોહલી અને વિકેટ લેવામાં હસરંગા ટોપ પર, જૂઓ T20 WC 2022ના 10 ખાસ આંકડા

ટી-20 વર્લ્ડકપમાં કોહલીનો ઝલવો

T20 WC 2022 આંકડા: T20 વર્લ્ડ કપ 2022 (T20 WC 2022)માં હવે સુપર-12 રાઉન્ડનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. પ્રથમ રાઉન્ડથી અત્યાર સુધીમાં કુલ 38 મેચ રમાઈ છે. આ મેચો પછી વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સૌથી આગળ છે. આ સાથે જ શ્રીલંકાના સ્પિનર ​​વાનિન્દુ હસરંગા વિકેટ લેવાના મામલે ટોપ પર છે. જુઓ 10 ખાસ આંકડાઓ...

વધુ જુઓ ...
    T20 WC 2022 આંકડા: T20 વર્લ્ડ કપ 2022 (T20 WC 2022)માં હવે સુપર-12 રાઉન્ડનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. પ્રથમ રાઉન્ડથી અત્યાર સુધીમાં કુલ 38 મેચ રમાઈ છે. આ મેચો પછી વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સૌથી આગળ છે. આ સાથે જ શ્રીલંકાના સ્પિનર ​​વાનિન્દુ હસરંગા વિકેટ લેવાના મામલે ટોપ પર છે. જુઓ 10 ખાસ આંકડાઓ...

    1. સર્વોચ્ચ સ્કોર: દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ સામે 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા.
    2. સૌથી મોટી જીતઃ દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 104 રનથી હરાવ્યું.
    3. સૌથી વધુ રન: વિરાટ કોહલી 220 રન સાથે ટોપ પર ચાલી રહ્યો છે. તેણે માત્ર 4 મેચમાં 220ની બેટિંગ એવરેજ અને 144.73ની સ્ટ્રાઈક રેટ સાથે આ રન બનાવ્યા છે.
    4. શ્રેષ્ઠ ઇનિંગ્સઃ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રિલે રૂસોએ બાંગ્લાદેશ સામે 109 રન બનાવ્યા હતા.
    5. સૌથી વધુ સિક્સ: ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ અત્યાર સુધીમાં 11 સિક્સર ફટકારી છે.
    6. સૌથી વધુ વિકેટ: શ્રીલંકાના સ્પિનર ​​વાનિન્દુ હસરાંગાએ 7 મેચમાં 13 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 13.53 અને ઈકોનોમી રેટ 6.51 હતી.
    7. શ્રેષ્ઠ બોલિંગઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સેમ કરને અફઘાનિસ્તાન સામેની મેચમાં 3.4 ઓવરમાં 10 રન આપીને 5 વિકેટ લીધી હતી.
    8. શ્રેષ્ઠ વિકેટકીપિંગ: નેધરલેન્ડના સ્કોટ એડવર્ડ્સે 7 મેચમાં વિકેટ પાછળથી 7 વિકેટ લીધી છે.
    9. સર્વોચ્ચ પાર્ટનરશીપ: દક્ષિણ આફ્રિકાના રિલે રૂસો અને ક્વિન્ટન ડી કોકે બાંગ્લાદેશ સામે 168 રનની ભાગીદારી કરી હતી.
    10. સૌથી વધુ કેચઃ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 7 મેચમાં 8 કેચ પકડ્યા હતા.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Sports news, T20 World Cup 2022, Virat kohali, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन