Home /News /sport /T20 World Cup: સ્કોર કેટલો થયો? પેસેન્જરની માંગ પર પાયલટે કર્યું એવું કામ, ક્રિકેટ ફેન્સનાં દિલ જીતી લીધા

T20 World Cup: સ્કોર કેટલો થયો? પેસેન્જરની માંગ પર પાયલટે કર્યું એવું કામ, ક્રિકેટ ફેન્સનાં દિલ જીતી લીધા

પાયલટે પેસેંજરને લખીને મોકલ્યો સ્કોર

T20 World Cup: ટી-ટ્વેન્ટી વર્લ્ડકપમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ દરમિયાન એક ક્રિકેટ પ્રેમીએ પાયલટને સ્કોર પૂછતા તેમણે હાથે લખીને જવાબ આપ્યો હતો.

  આજકાલ દરેક જગ્યાએ ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)નો માહોલ ચાલી રહ્યો છે. ખાસ કરીને પાકિસ્તાન સામેની ધમાકેદાર જીત બાદ ટીમ ઈન્ડિયા (Team India)એ ટાઈટલ માટે દાવેદારી નોંધાવી છે. આ જીત બાદ કોઈ પણ ભારતની મેચ જોવાનું ચૂકી જવા માગતું નથી. પરંતુ આ વખતે વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા (T20 World Cup in Australia)માં યોજાઈ રહ્યો છે, આવી સ્થિતિમાં મોટાભાગની મેચો બપોર બાદ રમાઈ રહી છે. તો ઘણી વખત લોકો મેચ દરમિયાન ઓફિસમાં અટવાઇ જાય છે. પરંતુ આમ છતાં લોકો દરેક પરિસ્થિતિમાં મેચના સ્કોરને ફોલો કરે છે. એટલું જ નહીં, એક વ્યક્તિએ ફ્લાઇટમાં સ્કોર પણ પૂછ્યો (Passenger Asked Score to Pilot in Flight) હતો. તે પછી જે થયું તે તમને ખુશ કરી દેશે.  રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ (IND vs SA Match) રમાઇ રહી હતી. આ દરમિયાન એક ચાહકે ઈન્ડિગો ફ્લાઈટના પાયલટ પાસે સ્કોર અપડેટ માગ્યું હતું, જેમાં તે મુસાફરી કરી રહ્યો હતો. આ પછી પાયલટે કાગળ પર સ્કોર (IndiGO Pilot Sent Score on Note) લખીને મોકલી આપ્યો હતો. આ ફેને પાયલટ દ્વારા મોકલવામાં આવેલા આ સ્કોરની તસવીર પોસ્ટ કરી છે. ટ્વિટમાં બતાવવામાં આવ્યું છે કે આ તસવીર વિમાનમાં ક્લિક કરવામાં આવી છે.

  આ પણ વાંચો: VIDEO: ટીમ ઈન્ડિયાના બેટર્સ કરતાં તો કેટરીનાએ સારી બેટિંગ કરી! હરભજન સામે ફટકાર્યો છગ્ગો

  ટ્વિટર પર વિક્રમ ગર્ગ નામના આ વ્યક્તિએ ફોટો શેર કરતા લખ્યું કે, "આજે ભારત હારી ગયું, પરંતુ ઈન્ડિગોના પાયલટે મારું દિલ જીતી લીધું. સ્કોર અપડેટ માટે વિનંતી કરવા પર પાઇલટે મુસાફરી દરમિયાન એક નોટ મોકલી હતી." 30 ઓક્ટોબરે પોસ્ટ કરવામાં આવેલ આ ટ્વીટ ઓનલાઇન વાયરલ થઇ રહ્યું છે. જેને અત્યાર સુધીમાં 500થી વધુ લાઇક્સ મળી ચૂકી છે. ઇન્ડિગોએ પણ ગાર્ગાના આ ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, "અમને તમને ટૂંક સમયમાં ફરીથી ફ્લાઇટમાં જોઈને આનંદ થશે."  ફાસ્ટ બોલર લુંગી એનગિડીની ઘાતક બોલિંગ અને એડન માર્કરામ અને ડેવિડ મિલરની અડધી સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ રવિવારે ટી-20 વર્લ્ડ કપની લો સ્કોરિંગ સુપર 12 મેચમાં ભારતને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. ભારતની હારનું કારણ ટોપ ઓર્ડરના બેટ્સમેનોની નિષ્ફળતા હતી. જેઓ ઓપ્ટસ સ્ટેડિયમની ફાસ્ટ અને બાઉન્સી પીચને અનુકૂળ થઈ શક્યા ન હતા. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને તેની ચાર ઓવરમાં 43 રન આપ્યા હોવાથી ભારતને પાંચમા પેસરની ખોટ સાલતી હતી.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: ICC Worldcup T20, India vs South Africa, T20 World Cup 2022, ક્રિકેટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन