Home /News /sport /T20 World Cup: ત્રણ મેચમાં સતત નિષ્ફળતા બાદ આ ખેલાડી પડતો મુકાય તેવી શક્યતા, પણ કોચ દ્રવિડે આપ્યું અવળું નિવેદન

T20 World Cup: ત્રણ મેચમાં સતત નિષ્ફળતા બાદ આ ખેલાડી પડતો મુકાય તેવી શક્યતા, પણ કોચ દ્રવિડે આપ્યું અવળું નિવેદન

કોચ રાહુલ દ્રવિડનું ભારતીય ટીમ અંગે નિવેદન

T20 વર્લ્ડ કપ 2022માં અમુક ખેલાડીઓ આઉટ ઓફ ફોર્મ જણાઈ રહ્યા છે. ભારતીય ટીમમાંથી ખેલાડીના પડતાં મૂકાવા અંગે કોચ રાહુલ દ્રવિડે નિવેદન આપ્યું હતું. જુઓ શું કહ્યું



    Rahul Dravid Press Conference: T20 વર્લ્ડ કપ 2022માં ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ (KL Rahul)ની પોઝિશન પર તલવાર લટકી રહી છે. બાંગ્લાદેશ સામેની T20 વર્લ્ડ કપ મેચમાં કેએલ રાહુલને પડતો મૂકવામાં આવી શકે છે અને ઋષભ પંતને રોહિત શર્મા સાથે પ્લેઈંગ ઈલેવનમાં ઓપનિંગ કરવાની તક આપવામાં આવી શકે છે. ત્યારે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે કેએલ રાહુલને લઈને મોટું અપડેટ આપ્યું છે.

    બાંગ્લાદેશ સામેની ટીમ ઈન્ડિયામાંથી કેએલ રાહુલને પડતો મૂકવામાં આવશે?

    રાહુલ દ્રવિડના જણાવ્યા અનુસાર, કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ સમર્થન છે અને તે T20 વર્લ્ડ કપ 2022માં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાનું ચાલુ રાખશે. રાહુલ દ્રવિડે કહ્યું, મને અને રોહિતને કોણ ઓપનિંગ કરશે એ બાબતે કોઈ શંકા નથી. હું જાણું છું કે કેએલ રાહુલ તેની બેટિંગથી સારો ઈમ્પૅક્ટ લાવી શકે છે. કેએલ રાહુલ સારો ખેલાડી છે, અમને ખાતરી છે કે તે જોરદાર રીતે વાપસી કરશે. ઓસ્ટ્રેલિયામાં ઓપનરો માટે સ્થિતિ પડકારજનક છે.

    'અમે જાણીએ છીએ કે કેએલ રાહુલ શું કરી શકે છે'

    ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે કહ્યું, રોહિત શર્મા આ T20 વર્લ્ડ કપમાં રમી રહેલ દરેક ખેલાડીમાં વિશ્વાસ રાખે છે. મારા અને રોહિતમાં મનમાં કોઈ શંકા નથી કે આવતીકાલે કોણ ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરશે. અમારું કેએલ રાહુલને પૂરું સમર્થન છે અને અમે જાણીએ છીએ કે તે શું કરવા માટે સક્ષમ છે.

    આ પણ વાંચો: T20 World Cup: સ્કોર કેટલો થયો? પેસેન્જરની માંગ પર પાયલટે કર્યું એવું કામ, ક્રિકેટ ફેન્સનાં દિલ જીતી લીધા

    T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયા તેની ચોથી મેચ બાંગ્લાદેશ સામે 2 નવેમ્બરે રમશે. બંને ટીમો વચ્ચેની આ મેચ એડિલેડમાં રમાશે. હાલમાં બંને ટીમોની સેમિફાઇનલમાં જવાની આશા જીવંત છે. T20 વર્લ્ડ કપ 2022ના સુપર 12માં ટીમ ઈન્ડિયાએ 3 મેચમાંથી 2 મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશે પણ ત્રણમાંથી બે મેચ જીતી છે. ગ્રુપ 2માં બાંગ્લાદેશ ત્રીજા નંબર પર છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશની ટીમ પણ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. જોકે, ભારતને હરાવવું તેમના માટે પડકારજનક બની રહેશે.



    હવે 2જી નવેમ્બરે ટીમ ઇન્ડિયામાં નવા ફેરફારો સાથે ઉતરશે કે અગાઉની ટીમને જ યથાવત રાખશે એ જાણવા માટે ક્રિકેટપ્રેમીઓ ઉત્સુક છે. બુધવારે રમાનારી મેચમાં ટીમ ઇન્ડિયાનું જીતવું આવશ્યક છે.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन
    विज्ञापन