Home /News /sport /INDIA vs PAKISTAN: 9 વર્ષથી ભારતે નથી જીતી ICC ટ્રોફી, કેપ્ટન રોહિતે બતાવી સૌથી મોટી ચેલેન્જ

INDIA vs PAKISTAN: 9 વર્ષથી ભારતે નથી જીતી ICC ટ્રોફી, કેપ્ટન રોહિતે બતાવી સૌથી મોટી ચેલેન્જ

રોહિત શર્મા અને બાબર આઝમ

T20 Cricket Worldcup: Pakistan સામેની મેચ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે ભારતે 9 વર્ષથી એકેય આઇસીસી ટુર્નામેન્ટ જીતી નથી એ એક ચેલેન્જ છે.

  મેલબોર્ન:  મેલબોર્નના ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડ કપ (T20 World Cup) રમાઈ રહ્યો છે. રવિવારના રોજ સુપર 12 સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાશે. ત્યારે કઈ ટીમ ટોપ પર પહોંચે છે, તે હવે જોવાનું રહેશે. મેચ પહેલા તમામ લોકોના મનમાં એક સવાલ ઊભો થઈ રહ્યો છે. શું વરસાદના કારણે મેચ નહીં રમાય? મેલબોર્નમાં શુક્રવારે સાંજે ભારે વરસાદ થયો હતો અને આવતીકાલે રવિવારે પણ વરસાદ થવાની સંભાવના છે. આ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. તેમણે ભારતીય ટીમની મેચ અંગેની તૈયારીઓ વિશે અને પ્લેઈંગ ઈલેવન આ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવ્યું હતું.

  ટોસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ 

  રોહિત શર્માએ જણાવ્યું હતું કે, ‘વરસાદની સંભાવના હોવાને કારણે ટોસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. થોડા ઘણા સમયથી મેલબોર્નનું વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. શું થઈ શકે છે, તેના વિશે આપણને જાણ નથી અને તે આપણા હાથમાં પણ નથી, અમે તેના પર ધ્યાન આપવાની કોશિશ કરીશું. આ 40 ઓવરની મેચ રહેશે, તેવું માનીને અમારે મેદાન પર ઉતરવાનું રહેશે. પરિસ્થિતિ બદલાય અને આ મુકાબલો લાંબો ન થાય તે માટે પણ અમે તૈયાર રહીશું. જો ગેમને નાની કરવામાં આવે તો 10 ઓવરની ગેમ રમાઈ શકે છે અને અમારે તેના આધાર પર મેનેજ કરવાનું રહેશે. અમે અગાઉ એકવાર ભારતમાં 8 ઓવરની મેચ રમી ચૂક્યા છીએ.’

  વર્ષ 2013 બાદથી ભારતે ICCનો ખિતાબ જીત્યો નથી, તે સમયે ભારતીય ટીમે એમ. એસ ધોનીના નેતૃત્વ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ભારતે વર્ષ 2015માં 50 ઓવરના વર્લ્ડ કપ, 2016ના T20 વર્લ્ડ કપ, 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ અને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી.

  ICC ટુર્નામેન્ટમાં ભારતનું સારું પ્રદર્શન રહ્યું નથી

  હું પ્રેશરમાં છું તેવું નથી કહેવા માંગતો, પરંતુ ICC ટુર્નામેન્ટમાં ટોપ પર આવવું તે અમારા માટે એક પડકાર છે. ICC ટુર્નામેન્ટમાં ભારતનું સારું પ્રદર્શન રહ્યું નથી, પરંતુ હંમેશા તક મળે છે અને ભારતીય ટીમ પાસે સારું પ્રદર્શન કરવાની તક છે. આ કારણોસર મને લાગે છે કે, આ ટુર્નામેન્ટ જીતવા માટે અમારે તમામ બાબત પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે.

  નવ વર્ષ સુધી ICC ટ્રોફી ન જીતવી તે એક પડકાર છે. છેલ્લે વર્ષ 2013માં ભારતે ICC ટ્રોફી જીતી હતી. ભારતીય ટીમ માટે ICC ટ્રોફી (ICC trophy) જીતવી તે ખૂબ જ મોટો પડકાર અને વિશેષ બાબત છે, તમામ લોકોને ભારતીય ટીમ પાસે જીતવાની આશા છે. નવ વર્ષ સુધી ટ્રોફી જીતી નથી, તે બાબતને બદલવાનો અને સારું પર્ફોર્મન્સ આપવાની અમારી પાસે એક સારી તક છે. ICC ટ્રોફી જીતવા માટે અમારે ક્રિકેટ ગ્રાઉન્ડ પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવાનું રહેશે.

  પરિણામો પર ધ્યાન નથી આપ્યું

  ગયા વર્ષે રમવામાં આવેલ વર્લ્ડ કપ બાદ કઈ બાબત પર કેવી રીતે કામ કરવામાં આવ્યું છે? આ સવાલના જવાબમાં રોહિત શર્માએ જણાવ્યું કે, ‘સૌથી મહત્ત્વપૂર્ણ બાબત ખેલાડીઓને સ્વતંત્રતા આપવાની છે, પડકારજનક પરિસ્થિતિમાં પણ સારું પરફોર્મન્સ આપવા માટે તેમને સુરક્ષા આપવાની છે. પરિણામોની ચિંતા કર્યા વગર ખેલાડીઓને કેવી રીતે સુરક્ષા આપવામાં આવે તે બાબત પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ પ્રકારની નાની નાની બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. છેલ્લા એક વર્ષમાં પરિણામો પર ધ્યાન નથી આપ્યું ,અમે આ પ્રકારની નાની નાની બાબતો પર ધ્યાન આપવા માંગતા હતા. ડર્યા વગર અને પરિણામની ચિંતા કર્યા વગર કેવી રીતે મેચ રમી શકાય છે, તે અંગે વિચારણા કરવામાં આવી હતી. આ બાબતે અમે ડ્રેસિંગ રૂમમાં ચર્ચા કરી રહ્યા હતા.’

  આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઊલટફેર, બબ્બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ આઉટ, સ્કોટલેન્ડનો વિજય

  પાકિસ્તાન સામેની મેચને એક પડકાર

  પાકિસ્તાન સામે મેચ રમવાની બાબતે રોહિત શર્માએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ જણાવ્યું કે, પાકિસ્તાન સામેની મેચને એક પડકાર તરીકે જોવા માગું છું. પાકિસ્તાનની ટીમ ખૂબ જ પડકારજનક ટીમ છે. વર્ષ 2007થી વર્ષ 2022 સુધી જે પણ પાકિસ્તાનની ટીમ સામે મેચ રમાઈ છે, તે ટીમ ખૂબ જ સારી રહી છે. મેચના દિવસે ભારતીય ટીમ ખૂબ જ સારું પર્ફોર્મન્સ આપવા માંગે છે. જો તમારી ટીમ સારી હશે તો તમે સામે કોઈપણ ટીમ હશે, તમે તેને હરાવી દેશો. છેલ્લા વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમે સારું પ્રદર્શન આપ્યું છે અને પાકિસ્તાનની ટીમે ભારતીય ટીમને હરાવી દીધી હતી.  પાકિસ્તાનની ટીમે એશિયા કપમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે પહેલી મેચ જીતી હતી અને પાકિસ્તાનની ટીમે બીજી મેચ જીતી હતી. સંજોગોવશાત્ ભારતીય ટીમ એશિયા કપમાંથી બહાર નીકળી ગઈ. પાકિસ્તાનની ટીમ કેવા પ્રકારના માઈન્ડસેટ સાથે મેદાન પર ઉતરે છે, તે અંગેનું અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે. આ કારણોસર પાકિસ્તાનની ટીમની તાકાત અને તેની વીકનેસ વિશે જાણવું જરૂરી છે. વર્લ્ડ કપમાં કોઈપણ ટીમને નજરઅંદાજ ન કરવી જોઈએ.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: IndiavsPakistan, IndVSPak, T20 cricket, T20 worldcup 2022

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन