Home /News /sport /T20 World Cup: એમએસ ધોની ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવા ઇચ્છુક નથી, શાસ્ત્રી હવે ફક્ત 2 મહિનાના મહેમાન
T20 World Cup: એમએસ ધોની ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવા ઇચ્છુક નથી, શાસ્ત્રી હવે ફક્ત 2 મહિનાના મહેમાન
મહેન્દ્રસિંઘ ધોની : ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને હાલના ટી20 વર્લ્ડકપના મેન્ટોર મહેન્દ્રસિંઘ (Mahendra Singh Dhoni) ધોની આ યાદીમાં બીજા નંબર આવે છે. ધોનીની સંપતિ કુલ 767 કરોડ રૂપિયા છે અને તે ભારતનો બીજો સૌથી વધુ ધનિક ક્રિકેટર છે. મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni Instagram)
T20 World Cup 2021 : મહેન્દ્રસિંહ ધોનીને (Mahendra Singh Dhoni)ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાનો મેન્ટોર (team india mentor)બનાવવામાં આવ્યો છે
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને (Mahendra Singh Dhoni)ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માટે ટીમ ઇન્ડિયાનો મેન્ટોર (team india mentor)બનાવવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા 2007 પછી ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની શકી નથી. જોકે ધોની ફક્ત આ વર્લ્ડ કપ સુધી જ ટીમની સાથે રહેશે. તે લાંબા સમય સુધી સપોર્ટ સ્ટાફ તરીકે ટીમ ઇન્ડિયા સાથે જોડાવવા માંગતો નથી. આ ખુલાસો બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly)કર્યો છે. બીજી તરફ ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનો (Ravi Shastri)કાર્યકાળ ટી-20 વર્લ્ડ કપ પછી પૂરો થઇ રહ્યો છે. વર્લ્ડ કપની મેચો 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રમાવાની છે. એટલે કે શાસ્ત્રીનો કાર્યકાળ ફક્ત 2 મહિનામાં ખતમ થઇ જશે.
સૌરવ ગાંગુલીએ ટેલિગ્રાફ સાથે વાત કરતા કહ્યું કે એમએસ ધોની ફક્ત ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા સાથે રહેશે. તેણે પહેલા જ અમને આ વિશે જણાવી દીધું છે. તમને જણાવી દઈએ કે ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા એકમાત્ર વખત 2007માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આટલું જ નહીં 2013માં અંતિમ વખત ટીમે આઈસીસી ટ્રોફી પણ ધોનીની કેપ્ટનશિપમાં જીતી હતી. ગાંગુલીએ કહ્યું કે ઘણા દેશ સિનીયર ખેલાડીઓની મદદ લઇ રહ્યું છે. તેનાથી ટીમને ફાયદો મળે છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટી-20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલી ટી-20 અને વન-ડે ટીમની કેપ્ટનશિપ છોડી દેશે. તે બેટિંગ પર ફોક્સ કરવા માંગે છે. એટલે કે ટી-20 વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયા પૂરી રીતે બદલાઇ જશે. કોચ રવિ શાસ્ત્રી સિવાય કોહલી પણ રહેશે નહીં. રોહિત શર્માને ટી-20 અને વન-ડે ટીમની કેપ્ટનશિપ આપવાની ચર્ચા છે. જોકે બીસીસીઆઈએ આ વાતનું ખંડન કર્યું છે. રોહિત સિવાય અન્ય કોઇપણ ભારતીય ખેલાડી કેપ્ટનશિપની રેસમાં પણ નથી
આગામી વર્ષથી ટી-20 મેચો વધી જશે
ટી-20 વર્લ્ડકપ 2022માં પણ થવાનો છે. આ સિવાય આગામી વર્ષથી આઈપીએલમાં પણ બે ટીમો વધી જવાની છે. એટલે કે મેચોની સંખ્યા વધી જશે. એટલે ઓવરઓલ ટી-20 મેચોના મુકાબલા વધી જશે. આઈપીએલમાં ટીમ વધવાથી દેશી અને વિદેશી ખેલાડીઓની માંગ વધશે. આટલું જ નહીં બીસીસીઆઈની (BCCI)આવકમાં પણ વધારો થશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર