T20 પછી હવે ક્રિકેટમાં સૌથી નાનું ફોર્મેટ ટી-10 પણ આવી ગયું છે. શારજહામાં ચાલી રહેલી ટી-10 લીગમાં નોર્દન વોરિયર્સ અને પંજાબી લેજન્ડ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ટી-10 ક્રિકેટનો નવો રેકોર્ડ બન્યો હતો. નોર્દન વોરિયર્સની ટીમે 10 ઓવરમાં 183 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ ઇનિંગ્સમાં વોરિયર્સની ટીમે કુલ 19 સિક્સર અને 10 ફોર ફટકારી હતી.
ટીમ તરફથી વિકેટકીપર બેટ્સમેન નિકોલ્સ પૂરનએ શાનદાર બેટિંગ કરી હતી. પૂરને 25 બોલમાં 308ની સ્ટ્રાઇક રેટથી 77 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં 2 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. નિકોલ્સ સાથે લેન્ડલ સિમોન્સ ઇનિંગ્સની શરુઆત કરવા ઉતર્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 6.5 ઓવરમાં 107 રન બનાવ્યા હતા.
આ પછી બેટિંગમાં આવેલા રસેલે 9 બોલમાં 6 સિક્સરની મદદથી અણનમ 38 રન બનાવ્યા હતા. વોરિયર્સની ટીમે 10 ઓવરમાં 2 વિકેટે 183 રન બનાવ્યા હતા.
184 રનના પડકારનો પીછા કરવા ઉતરેલી પંજાબ લેજન્ડ્સની ટીમ 10 ઓવરમાં 84 રન જ બનાવી શકી હતી. આમ વોરિયર્સનો 99 રને વિજય થયો હતો. પંજાબ તરફથી સૌથી વધારે અનવર અલીએ 18 રન બનાવ્યા હતા. પાંચ ખેલાડી ડબલ ફિગરના આંક સુધી પહોંચી શક્યા ન હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર