ટી-20 વર્લ્ડ કપ: ભારત-પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં કેમ ન રખાયા, જાણો

News18 Gujarati
Updated: January 30, 2019, 7:35 AM IST
ટી-20 વર્લ્ડ કપ: ભારત-પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં કેમ ન રખાયા, જાણો
ઓસ્ટ્રેલિયામાં 2020માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે

ઓસ્ટ્રેલિયામાં 2020માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે

  • Share this:
ઓસ્ટ્રેલિયામાં 2020માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લેશે. જેમાં 4 ક્વોલિફાયર ટીમ હશે. ક્વોલિફાઇંગ રાઉન્ડ પછી સુપર-12ની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ દિવસે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પણ મેચ રમાશે. આ વખતે ભારત અને પાકિસ્તાનને એક ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. 2011 પછી પ્રથમ વખત આઈસીસી ટૂર્નામેન્ટમાં આમ બન્યું છે.

પાકિસ્તાન હાલના સમયમાં ટી-20 ક્રિકેટની શાનદાર ટીમ છે અને આઈસીસી ટી-20 રેન્કિંગમાં નંબર 1 ટીમ છે. બીજી તરફ ભારતીય ટીમ બીજા નંબરે છે. બંને ટીમ રેન્કિંગમાં પ્રથમ અને બીજા નંબરે હોવાથી બંનેને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા નથી. આ કારણે બંને દેશોના ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા છે.

આ પણ વાંચો - ICC T20 World Cup 2020માં પણ રમી શકે છે ધોની, જાણો કારણ!

બંને દેશો વચ્ચે રાજનીતિક ટેન્શન હોવાના કારણે બંને વચ્ચે ઘણી ઓછી ક્રિકેટ રમાય છે. આ બંને ટીમો આઈસીસીની ટૂર્નામેન્ટમાં જ ટકરાય છે. બંને ટીમો છેલ્લે યૂએઈમાં એશિયા કપ દરમિયાન ટકરાઈ હતી. બંને મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો.
First published: January 29, 2019, 8:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading