Home /News /sport /Syed Mushtaq Ali Trophy : ટી-20ના ઈતિહાસમાં પ્રથમ વખત 4 મેડન ઓવર નાંખી, સ્પીનર અક્ષય કાર્નેવરે સર્જ્યો ઈતિહાસ

Syed Mushtaq Ali Trophy : ટી-20ના ઈતિહાસમાં પ્રથમ વખત 4 મેડન ઓવર નાંખી, સ્પીનર અક્ષય કાર્નેવરે સર્જ્યો ઈતિહાસ

અક્ષય કાર્નેવરે ટી20માં રચ્યો ઈતિહાસ

Syed Mushtaq Ali Trophy 2021-22 : વિદર્ભના લેફ્ટઆર્મ સ્પીનરે ઈતિહાસ સર્જ્યો, ચારે ચાર ઓવર મેડન, વિકેટ પણ મળી

કહેવાય છે કે વર્લ્ડ રેકોર્ડ (world Record) તૂટવા માટે જ બને છે, પરંતુ કેટલાક એવા રેકોર્ડ પણ છે, જે બની તો ગયા છે પણ કદાચ ક્યારેય તૂટી નહીં શકે. હાલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021-22 (Syed Mushtaq Ali Trophy 2021-22) ચાલી રહી છે. આ ટૂર્નામેન્ટમાં સોમવારે એક દિલચસ્પ મેચ રમાઈ હતી. વિદર્ભ (Vidarbha)ના લેફ્ટ આર્મ સ્પિનર (left-arm spinner) અક્ષય કાર્નેવર (Akshay Karnewar)એ આ મુકાબલામાં એક અનોખો વર્લ્ડ રેકોર્ડ (world record) બનાવ્યો હતો. અક્ષય આ ટી-20 મેચમાં પોતાના ક્વોટાની તમામ 4 ઓવરમાં એકપણ રન ન (maiden over) આપનાર પ્રથમ બોલર બન્યો છે. મણીપુર સામેની આ મેચમાં તેમણે પોતાના ક્વોટાનો અંત 4-4-0-2ના આકર્ષક અંકો સાથે કર્યો અને મણીપુરને માત આપી હતી.

વિદર્ભ ટીમના 29 વર્ષીય બોલર અક્ષય કાર્નેવરે પોતાના 4 ઓવરના ક્વોટામાં એકપણ રન ન આપ્યો અને 2 વિકેટ પણ ઝડપી હતી. બોલર અક્ષયે 4 મેડન ઓવર નાંખીને ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં એક કમાલ કરી બતાવ્યો છે. અક્ષય પહેલા આવા સ્પેલ કોઈ પણ નથી કરી શક્યું. ઈન્ટનેશનલ, ડોમેસ્ટિક અને ફ્રેન્ચાઈઝી ટી-20માં અત્યાર સુધી આવું કરનારા અક્ષય પ્રથમ બોલર છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સોમવારે યોજાયેલા આ રોચક મુકાબલામાં ટોસ જીતી વિદર્ભે પ્રથમ બેટિંગ કરી હતી. પહેલા બેટિંગ કરતા વિદર્ભે 20 ઓવરમાં 222 રન ફટકાર્યા હતા. વિદર્ભના જીતેશ શર્મા અને અપૂર્વ વાનખેડેએ ક્રમશઃ 71 અને 49 રનની શાનદાર પારી રમી. આ મુકાબલામાં અક્ષયની શાનદાર બોલિંગને કારણે મણીપુર 16.3 ઓવરમાં માત્ર 55 રન કરી ઓલઆઉટ થયા હતા.

આ પણ વાંચો : Sachin Tendulkar: સચિન તેંડુલકરે પત્નીના જન્મદિવસે ગુજરાતી ભોજન માણી લખ્યું, 'સરસ ગુજરાતી જમ્યા પછી અમારા જીન્સના બટન નબળા પડી ગયા'

વિદર્ભે મણીપુર સામે 167 રનના મોટા અંતરથી જીત મેળવી પણ આટલી મોટી જીત પણ અક્ષયના આ વર્લ્ડ રેકોર્ડ સામે ફીકી પડી ગઈ હતી. આ મુકાબલામાં અક્ષયે 24 ડોટ બોલ ડિલીવર કર્યા, જેમાં એકપણ રન ન આપતા 2 વિકેટ પણ ઝડપી હતી.

લેફ્ટ આર્મી સ્પીનર

જણાવી દઈએ અક્ષયે પોતાની શરૂઆત રાઈટ હેન્ડ સ્પીનર અને બેટ્સમેન તરીકે કરી હતી. પણ જ્યારે તેમના જુનિયર કોચ વાલુ નવઘરેએ તેમને લેફ્ટ આર્મ સ્પિન નાંખતા જોયા તો અક્ષયની આ ખૂબીને તેમણે પ્રોત્સાહન આપ્યું. મહેનત અને સ્કિલ ડેવલપમેન્ટથી તે લેફ્ટ આર્મ સ્પીનર તરીકે રમવા લાગ્યા અને આ મહેનતનું ઈનામ તેમને સોમવારે વિજયવાડાના ACA સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં મળી ગયું. મણીપુરની ટીમમાં મોટાભાગના ખેલાડીઓ રાઈટ હેન્ડેડ હતા જેનો ફાયદો અક્ષયને મળ્યો.



વર્લ્ડ રેકોર્ડ

પોતાના દ્વારા સ્થાપેલા આ વર્લ્ડ રેકોર્ડથી અક્ષય પોતે પણ આશ્ચર્યમાં હતા. પોતાની વાતમાં અક્ષયે કહ્યું કે, 4 ઓવરમાં એક પણ રન ન આપવો એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. આવુ કરવાની મને ખૂબ ખુશી છે. મુકાબલામાં તેમના શાનદાર પરફોર્મન્સ બાદ તેમને લોકોની અઢળક શુભેચ્છાઓ પણ મળી રહી છે.

પૂર્વ કોચે વખાણ કર્યા

ટીમ વિદર્ભના પૂર્વ કોચ સુલક્ષણ કુલકર્ણીએ અક્ષયના રેકોર્ડના વખાણ કરતા કહ્યું કે, તે એક બિગ પરફોર્મન્સ પ્લેયર છે. વિદર્ભના બીજા રણજી ફાઈનલમાં પણ તેણે બેટિંગમાં પોતાનો કમાલ બતાવ્યો હતો, ત્યારબાદ ઈરાની ટ્રોફીમાં પણ તેણે શતક ફટકાર્યો અને હવે આ એક શાનદાર પરફોર્મન્સ પણ આપી છે.

આ પણ વાંચો : ind vs nz: રોહિત શર્મા ટી-20નો નવો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામેની ટીમ જાહેર, નવા ચહેરાઓને સ્થાન

અક્ષયે 4 મેચમાં 6 વિકેટો ઝડપી છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં વિદર્ભ માટે એકસરખી સારી પરફોર્મનેસ આપી છે. હાલ વિદર્ભ પોતાના ગ્રુપમાં 16 પોઈન્ટ સાથે લીડમાં છે, જે નાગાલેન્ડ કરતા 4 પોઈન્ટ વધુ છે. નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલય હજી પણ પોતાની 3 મેચ રમશે, ત્યાર બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
First published:

Tags: Cricket News in Gujarati, Syed mushtaq ali trophy, T20 match

विज्ञापन