Home /News /sport /

સિડની ટેસ્ટમાં ડબલ સેન્ચૂરી ચૂક્યો પૂજારા, છતાંય રચ્યો બેમિસાલ રેકોર્ડ

સિડની ટેસ્ટમાં ડબલ સેન્ચૂરી ચૂક્યો પૂજારા, છતાંય રચ્યો બેમિસાલ રેકોર્ડ

સિડની ટેસ્ટમાં પૂજારા ડબલ સેન્ચૂરી ચૂક્યો.

પૂજારાએ તોડ્યો રાહુલ દ્રવિડનો આ રેકોર્ડ, પરંતુ એલિસ્ટર કુકથી છે પાછળ

    ન્યૂઝ18 ગુજરાતી: ઓસ્ટ્રેલિયાની ધરતી પર ધમાકેદાર પ્રદર્શન કરનારો ચેતેશ્વર પૂજારા સિડની ટેસ્ટમાં ડબલ સેન્ચૂરી ચૂકી ગયો. પૂજારા ડબલ સેન્ચૂરીના 7 રન પહેલાં 193 રને આઉટ થયો. પૂજારાને 192 રનના સ્કોર પર એક જીવતદાન પણ મળ્યું હતું. લાયનની બોલિંગમાં ઉસ્માન ખ્વાજાએ તેનો કેચ છોડ્યો હતો પરંતુ પોતાના અંગત સ્કોરમાં એક રન જોડ્યા બાદ તે લાયનનો જ શિકાર બન્યો હતો. પૂજારા જો આ ડબલ સેન્ચૂરી કરી દેતો તો ભારત તરફથી ઓસ્ટ્રલિયામં ડબલ સેન્ચૂરી કરવાનો 15 વર્ષનો દુષ્કાળ ખતમ થઈ જતો. જોકે, પૂજારા આ કારનામું કરવાનું ચૂકી ગયો.

    ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયામાં 190થી 199ની વચ્ચેના સ્કોર આઉટ થનારો માત્ર બીજો ભારતીય છે. આ પહેલા વીરેન્દ્ર સહેવાગ પણ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ માત્ર 5 રનથી ડબલ સેન્ચૂરી ફટકારવાથી ચૂકી ગયો હતો.

     ચેતેશ્વર પૂજારા ભલે ડબલ સેન્ચૂરી ફટકારવાથી ચૂકી ગયો હોય પરંતુ તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ બનાવી લીધો છે. પૂજારાએ દ્રવિડના 1203 બોલના રેકોર્ડને તોડી દીધો છે.

     વર્લ્ડ લેવલ પર વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ 1438 બોલ રમવાનો રેકોર્ડ એલિસ્ટર કુકના નામે છે. પૂજારાએ ડેસમેન્ડ હેન્સને પછાડી દીધો છે અને તે બીજા નંબરે છે. બીજી તરફ, પૂજારા ઓસ્ટ્રેલિયમાં રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝમાં ક્રીઝ પર અત્યાર સુધી 1868 મિનિટ પસાર કરી ચૂક્યો છે જે ભારત તરફથી એક રેકોર્ડ છે. તમામ વિદેશી પ્રવાસોની વાત કરવામાં આવે તો રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે છે, જેમણે 1971માં વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં કુલ 1978 મિનિટ સુધી બેટિંગ કરી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Australia, Cheteshwar pujara, Record, ક્રિકેટ, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन