Home /News /sport /

FIFA World Cup: સ્ટાર ખેલાડી નેમાર ફ્લોપ, સ્વિત્ઝર્લેન્ડ અને બ્રાઝિલની મેચ ડ્રો

FIFA World Cup: સ્ટાર ખેલાડી નેમાર ફ્લોપ, સ્વિત્ઝર્લેન્ડ અને બ્રાઝિલની મેચ ડ્રો

    વર્લ્ડ કપ 2018ના પ્રબળ દાવેદારમાંથી એક ગણાતા બ્રાઝિલ પ્રથમ મેચમાં જ જીતથી વંચિત રહ્યું છે.  નેમાર જેવા ખેલાડીઓ ટીમ ભરેલી હોવા છતા સ્વિત્ઝર્લેન્ડને હરાવવામાં નિષ્ફળ રહ્યું હતું. રવિવારે રમાયેલી મેચ 1-1થી ડ્રો રહી હતી. વિશ્વકપમાં 1978 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે બ્રાઝિલ પ્રથમ મેચ જીત નોંધાવી નથી.

    પ્રથમ હાફમાં બ્રાઝિલની હતી પકડ

    મેચમાં પ્રથમ હાફમાં દબાણ બનાવનારી બ્રાઝિલ બ્રેક પહેલા ફોર્મ દેખાઇ હતી, પરંતુ બ્રેક બાદ ટીમ સારો દેખાવ કરી શકી નહીં, નેમાર એન્ડ કંપનીએ અનેક સારા મૂવ દેખાડ્યા પરંતુ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. બીજી બાજુ સ્વિત્ઝર્લેન્ડના ગોલકીપર યોન સોમેરે સારો દેખાવ કરી અનેક ગોલ બચાવ્યા હતા. જેમાં એકસ્ટ્રામાં બ્રાઝિલને મળેલી ફ્રી કીક પર નેમારનો સોટ નિષ્ફળ બનાવવાનો પણ સમાવેશ થાય છે. બ્રાઝિલે પ્રથમ હાફમાં ફિલીપે કાઉટિન્હોના 17માં મિનિટમાં કરેલા ગોલની મદદથી બઢત મેળવી લીધી હતી, પરંતુ સેકન્ડ હાફમાં ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.



    બીજા હાફમાં સ્વિસ ટીમનો પલટવાર

    પ્રથમ હાફમાં 0-1થી પાછળ ચાલી રહેલી સ્વિત્ઝર્લેન્ડની ટીમે બીજા હાફમાં આક્રમક રમત દેખાડી હતી. સ્વિત્ઝર્લેન્ડે 50માં મિનિટમાં જ ગોલ કરી દીધો. સ્વિસ ટીમના સ્ટીવન જુબેરે ગોલ કર્યો હતો. ત્યારબાદ સ્વિસ ડિફેન્ડર્સે બ્રાઝિલના ખેલાડીઓને ગોલ કરવાની તક જ આપી નહીં, અંતે મેચ ડ્રો રહી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Brazil, FIFA World Cup 2018, Fifa-world-cup, Russia

    આગામી સમાચાર