Home /News /sport /

FIFA WC 2018: સ્વિટ્ઝર્લેન્ડને હરાવી સ્વિડન ક્વાર્ટર ફાઇનલમાં

FIFA WC 2018: સ્વિટ્ઝર્લેન્ડને હરાવી સ્વિડન ક્વાર્ટર ફાઇનલમાં

તસવીર - ફિફા

    સ્વિડને ફિફા વર્લ્ડ કપ-2018ની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સ્વિડને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડ સામે 1-0થી વિજય મેળવ્યો હતો. સ્વિડન તરફથી એકમાત્ર ગોલ ફોર્સબર્ગે 66મી મિનિટે કર્યો હતો. સ્વિડનની ટીમ 24 વર્ષ પછી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા સફળ રહી છે. આ પહેલા 1994માં અંતિમ-8માં પહોંચ્યું હતું. વર્લ્ડ કપમાં સ્વિડન અને સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમ વખત ટકરાયા હતા.

    પ્રથમ હાફમાં બંને ટીમોએ ગોલ કરવાના સાત-સાત પ્રયત્નો કર્યા હતા પણ સફળ રહ્યા ન હતા. પ્રથમ ગાફ ગોલ વિહોણો રહ્યો હતો. મેચનું પ્રથમ યલો કાર્ડ સ્વિડનના લસ્ટિંગને 31મી મિનિટે મળ્યું હતું. મેચની 66મી મિનિટે ફોર્સબર્ગે ગોલ કરી સ્વિડનને1-0થી લીડ અપાવી હતી. આ લીડ મેચની સમાપ્તિ સુધી યથાવત્ રહી હતી.

    સ્વિડન ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને કોલંબિયા વચ્ચેની વિજેતા ટીમ સામે ટકરાશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2018 FIFA World Cup, Fifa-2018

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन