Sushil Kumar Arrested: સુશીલ કુમારની સ્પેશિયલ સેલે કરી ધરપકડ, યુવા પહેલવાનની હત્યાનો છે આરોપ

Sushil Kumar Arrested: સુશીલ કુમારની સ્પેશિયલ સેલે કરી ધરપકડ, યુવા પહેલવાનની હત્યાનો છે આરોપ
ફાઇલ તસવીર

  • Share this:
    દિલ્હીના (Delhi) છત્રસાલ સ્ટેડિયમ ખાતે કુસ્તીબાજ સાગર ધનખડની હત્યાના મામલામાં પોલીસે ફરાર ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારની (Sushil Kumar) ધરપકડ  (arrested) કરી લીધી છે. સ્પેશિયલ સેલે સુશીલ કુમારની ધરપકડ કરી છે. સુનીલની સાથે તેના સાથીને પણ પોલીસે પકડ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હત્યા કેસમાં ફરાર આરોપી સુશીલ કુમારની એક દિવસ પહેલાની છેલ્લી જગ્યા પંજાબના (punjab) બઠિંડા ટ્રેસ કરવામાં આવી હતી.

    સુશીલકુમારને પકડવા એક લાખનું ઇનામ જાહેર કરાયું હતું



    તેની ધરપકડ માટે પોલીસે અનેક ટીમો બનાવવી હતી. કુસ્તીબાજને પકડવા હરિયાણા અને પંજાબના અનેક ભાગોમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. આ પહેલા દિલ્હીની કોર્ટે પણ સુશીલ કુમારને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. દિલ્હી પોલીસે સુશીલ કુમારની ધરપકડ કરવા માટે બાતમી આપનારને એક લાખ રૂપિયા અને તેના સહયોગી અજય કુમારની ધરપકડ કરવા બદલ 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

    COVID-19 in India: ભારતમાં ઘટવા લાગ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં 2.40 લાખ નવા કેસ, 3741 દર્દીઓનાં મોત

    શું હતો મામલો?

    પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 5 મેએ યુવા પહેલવાન સાગર ધનખડની થયેલી હત્યામાં સુશીલ ઉપરાંત તેના સહયોગી અજયે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. હકીકતમાં, મોડલ છત્રસાલ સ્ટેડિયમમાં ફ્લેટ ખાલી કરાવવાને લઈને પહેલવાનોના બે જૂથ વચ્ચે લડાઈ થઈ હતી. જેમાં સુશીલ કુમાર ઉપરાંત અજય, પ્રિન્સ દલાલ, સોનુ, સાગર અને અમિત કુમાર તેમજ અન્ય સામેલ હતા. આ ઝપાઝપી દરમ્યાન બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં પાંચ પહેલવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાંથી ગંભીર રીતે ઘાયલ યુવા પહેલવાન સાગરનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.

    સોનામાં રોકાણની શાનદાર તક! સરકારની આ સ્કીમમાં મળશે એકદમ સસ્તું સોનું, જાણો વિગતો

    સુશીલકુમારનું નામ આવતા જ અંડરગ્રાઉન્ડ થયો હતો

    આ મામલે નામ સામે આવ્યા બાદથી જ સુશીલ કુમાર અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. પોલીસ તપાસમાં સુશીલની ગેંગસ્ટર કાલા જઠેડી તેમજ લોરેન્સ વિશ્નોઈ સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:May 23, 2021, 10:17 am

    ટૉપ ન્યૂઝ