‘એમએસ ધોનીની જેમ બેસતો, ખાતો અને પછી જમીન પર ઊંઘી જતો હતો સુશાંત સિંહ રાજપૂત’

News18 Gujarati
Updated: June 15, 2020, 5:22 PM IST
‘એમએસ ધોનીની જેમ બેસતો, ખાતો અને પછી જમીન પર ઊંઘી જતો હતો સુશાંત સિંહ રાજપૂત’
એમએસ ધોનીની જેમ બેસતો, ખાતો અને પછી જમીન પર ઊંઘી જતો હતો સુશાંત સિંહ રાજપૂત

ધોનીના નજીકના મિત્ર અને તેના જીવન પર બનેલી ફિલ્મના સહ નિર્માતા અરુણ પાંડેએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથેની ફિલ્મના નિર્માણ દરમિયાન પસાર કરેલી ક્ષણોને યાદ કરી

  • Share this:
નવી દિલ્હી : ભારતીય દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ના નજીકના મિત્ર અને તેના જીવન પર બનેલી ફિલ્મના સહ નિર્માતા અરુણ પાંડેએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથેની ફિલ્મના નિર્માણ દરમિયાન પસાર કરેલી ક્ષણોને યાદ કરી હતી. ધોનીની બાયોપિક એમએસ ધોની અનટોલ્ડ સ્ટોરી માટે સખત મહેનત કરી હતી. પોતાને ધોનીની ભૂમિકામાં ઓતપ્રોત થવા માટે સુશાંતે દરેક પ્રયત્ન કર્યા હતા.

અરુણ પાંડેએ પીટીઆઈ ભાષાને કહ્યું હતું કે તે ફિલ્મ બનાવવા દરમિયાન ઘણો ચિંતિંત હતો કે તે ધોનીના જીવનને મોટી સ્ક્રીન પર સારી રીતે ઉતારી શકશે કે નહીં. તે 2016માં ફિલ્મ રિલીઝ પહેલા ઘણો દબાણમાં હતો. પાંડેએ કહ્યું હતું કે તે મને કહેતો હતો કે આશા કરું છું કે હું સારું કરીશ નહીંતર માહીના લાખો પ્રશંસક મને ક્યારેય માફ કરશે નહીં.

આ પણ વાંચો - સુશાંતસિંહ રાજપૂત પંચતત્વમાં વિલીન, પ્રિયજનોએ નમ આંખોથી આપી વિદાય

અરુણ પાંડેએ કહ્યું હતું કે એક દિવસ હેલિકોપ્ટર શોટનો અભ્યાસ કરતા સુશાંતના સ્નાયુમાં ખેચ આવી ગઈ હતી. અમે વિચાર કર્યો હતો કે તે થોડો આરામ કરશે અને થોડા સમય પછી આવશે. જોકે તેણે કહ્યું હતું કે મારા કારણે મોડું થવું જોઈએ નહીં અને તે એક સપ્તાહમાં જ આરામ કરીને પાછો આવી ગયો હતો.

પાંડેએ કહ્યું હતું કે તે માહીને ઘણા સવાલો પૂછતો હતો. બંને બિહારના હતા તો બંને વચ્ચે તાલમેલ બનાવવામાં મદદ મળી હતી. હું, માહી અને સુશાંત દિલ્હીમાં એર ઇન્ડિયા કોલોની મકાનમાં ગયા હતા. માહીએ યાદ કર્યું હતું કે તે ક્યાં બેસતો હતો, ક્યાં ખાતો હતો. સુશાંત પણ પાત્રને ન્યાય આપવા માટે માહીના સ્થાને ઉંઘતો હતો, ખાતો હતો. ઘરમાં એવું સ્થાન પણ હતું જ્યાં માહી જમીન પર ઉંઘતો હતો તો સુશાંતે પણ આમ કર્યું હતું. તે ધોનીનું પાત્ર ભજવવાને લઈને પોતાના નસીબદાર માનતો હતો. પાંડેના મતે લૉકડાઉન પહેલા અમે સાથે જિમમાં ભાગ લીધો હતો અને નિયમિત રૂપથી સંપર્કમાં હતા. તેના જવાના સમાચાર પર વિશ્વાસ થઈ રહ્યો નથી.
First published: June 15, 2020, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading