Home /News /sport /સૂર્યાએ ખોલ્યુ પોતાના 360 ડિગ્રી રમતનું રહસ્ય, કહ્યુ- ક્યારે થઇ હતી શરૂઆત

સૂર્યાએ ખોલ્યુ પોતાના 360 ડિગ્રી રમતનું રહસ્ય, કહ્યુ- ક્યારે થઇ હતી શરૂઆત

સૂર્યકુમાર યાદવ (ફાઇલ ફોટો)

Suryakumar yadav revealed the secret of his 360 degree game: દોઢ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા સૂર્યકુમાર યાદવે પોતાની રમતથી દુનિયામાં ચર્ચા જગાવી છે. પુરા મેદાન પર તેના શોટ ફટકારવાની ક્ષમતા તેને અન્ય ખેલાડીથી અલગ બનાવે છે. સૂર્યકુમારની આ ક્ષમતાને જોતા ફેન્સ તેને મિસ્ટર 360 પણ કહેવા લાગ્યા છે,

વધુ જુઓ ...
    Suryakumar yadav revealed the secret of his 360 degree game: દોઢ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા સૂર્યકુમાર યાદવે પોતાની રમતથી દુનિયામાં ચર્ચા જગાવી છે. પુરા મેદાન પર તેના શોટ ફટકારવાની ક્ષમતા તેને અન્ય ખેલાડીથી અલગ બનાવે છે. સૂર્યકુમારની આ ક્ષમતાને જોતા ફેન્સ તેને મિસ્ટર 360 પણ કહેવા લાગ્યા છે, આ નામ પહેલા માત્ર એબીડી વિલિયર્સ માટે જાણીતુ હતુ. પોતાના શાનદાર ફોર્મને યથાવત રાખતા સૂર્યકુમાર યાદવ ટી-20 વર્લ્ડકપમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. સૂર્યાની આક્રમક બેટિંગની મદદથી ભારત સેમિ ફાઇનલમાં પહોચ્યુ છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ નૉકઆઉટ મેચ પહેલા તેને ટીમના સાથી ખેલાડી આર.અશ્વિન સાથે વાત કરી હતી જેમાં તેને પોતાના 360 શોટ ફટકારવાનું રહસ્ય ખોલ્યુ હતુ. આ વાતચીત દરમિયાન તેને જણાવ્યુ કે તેની શરૂઆત ક્યારે થઇ હતી.

    બીસીસીઆઇએ અશ્વિન અને સૂર્યકુમાર યાદવની આ વાતચીતનો એક નાનો વીડિયો પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ માત્ર વીડિયોની એક ઝલક છે, જલ્દી બીસીસીઆઇ આ પુરી વાતચીતનો વીડિયો પણ ફેન્સ સાથે શેર કરશે.

    વીડિયોની શરૂઆતમાં અશ્વિન સૂર્યકુમાર યાદવને પૂછે છે કે, 'તમે પુરા મેદાન પર શોટ ફટકારો છે જેને કારણે તમને મિસ્ટર 360, પહેલા આ નામથી એબીડી વિલિયર્સ જાણીતા હતા. મને નથી લાગતુ કે આ માત્ર 360 છે, તમે અલગ એન્ગલ પણ શોધો છો. ધીમા બોલને તમે વિકેટ કીપરના માથાની ઉપરથી મારો છો, કેટલીક વખત લેગ સાઇડના બોલ થર્ડ મેનની ઉપરથી જાય છે. તમે આ શોટને કેવી રીતે મેનેજ કરો છો? શું તમે તેની પ્રેક્ટિસ કરો છો? અને આ કામ કેવી રીતે કરો છો?



    સૂર્યકુમાર યાદવે જવાબ આપતા કહ્યુ, જો અહી બાઉન્ડ્રી જોઇએ તો 8-84 મીટરની છે, અહી સ્કવેયર બાઉન્ડ્રી પણ 75-80 મીટર લાંબી છે. મને લાગે છે કે પાછળની બાઉન્ડ્રી નાની છે જે 60-65 મીટરની છે. તો હું તે દિશામાં ફટકારવાનો પ્રયાસ કરૂ છુ અને તેમાં સફળ રહ્યો છું.

    અશ્વિને પૂછ્યુ, મને નથી લાગતુ કે તમે આ શોટ્સને નેટ્સમાં રમો છો અથવા તમે અચાનક આ શોટ્સને રમવાનું શરૂ કર્યુ. શું તમે બાળપણમાં કઇક આવુ થયુ હતુ જેને તમે યાદ કરીને જણાવી શકો કે તમે આ શોટને કેવી રીતે શીખ્યા.

    તો સૂર્યકુમાર યાદવે કહ્યુ, જ્યારે હું યુવા હતો તો મિત્રો સાથે રબર બોલથી ક્રિકેટ રમતો હતો. તે 17-18 યાર્ડથી બોલથી ફાસ્ટ બોલિંગ કરતા હતા. ત્યાથી આ શોટ્સ આવ્યા છે. મે આ શોટ્સની નેટ પ્રેક્ટિસ પણ કરી નથી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: R ashwin, Suryakumar yadav, T20 WorldCup, બીસીસીઆઇ

    विज्ञापन
    विज्ञापन