Home /News /sport /IND VS ENG: સૂર્યકુમાર યાદવ-પૃથ્વી શૉ ઈંગ્લેન્ડ જઈ શકે છે, રવિ શાસ્ત્રી પાસે વાતચીત બાદ થશે નિર્ણય
IND VS ENG: સૂર્યકુમાર યાદવ-પૃથ્વી શૉ ઈંગ્લેન્ડ જઈ શકે છે, રવિ શાસ્ત્રી પાસે વાતચીત બાદ થશે નિર્ણય
તસવીર- એપી/એએફપી
સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને પૃથ્વી શૉ (Prithvi Shaw) રવિવારથી શ્રીલંકા સામે ટી-20 સીરીઝ રમશે પરંતુ ત્યાર બાદ તેમને ઈંગ્લેન્ડ (India vs England) જવું પડી શકે છે, જ્યા તે ટીમ ઈન્ડિયા સાથે ટેસ્ટ ટીમમાં જોડાશે.
નવી દિલ્લી: વિસ્ફોટક ઓપનર પૃથ્વી શૉ(Prithvi Shaw)અને મીડિલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)નું ઈંગ્લેન્ડ જવું (India vs England) લગભગ નક્કી થઈ ગયું છે. ઈંગ્લેન્ડમાં ત્રણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા તેમના રીપ્લેસમેન્ટ તરીકે બંન્ને ખેલાડીઓને ઈંગ્લેન્ડના પ્રવાસ પર મોકવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ઈંગ્લેન્ડ પ્રવાસ પર શુભમન ગીલ, આવેશ ખાન અને સુંદર ઘાયલ થઈ ગયેલા હોવાથી ત્રણેલ ખેલાડીઓ સીરીઝમાંથી બહાર થઈ ગયેલ છે. ત્યાર બાદ ટીમ મેનેજમેન્ટે દ્વારા અમુક ખેલાડીઓને ઈંગ્લેન્ડ મોકલવાની માંગનો સ્વિકાર કરી લેવામાં આવ્યો છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદગીકારો દ્વારા સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)અને પૃથ્વી શો(Prithvi Shaw)ની પસંદગી કરવામાં આવી છે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે પણ આ બંને ખેલાડીઓના નામની ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ ચેતન શર્માની પસંદગી સમિતિએ અંતિમ નિર્ણય લીધો છે. જોકે ટીમ ઈન્ડિયાએ ત્રણ ખેલાડીઓને ઇંગ્લેન્ડ મોકલવાની માંગ કરી હતી, પરંતુ હજી સુધી ત્રીજા ખેલાડીનું નામ સામેલ કરવામાં આવ્યું નથી. મીડિયા અહેવાલોમાં જયંત યાદવનું નામ પણ ચાલી રહ્યું છે પરંતુ તેમના નામની હજુ પુષ્ટિ થઈ નથી.
મહત્વનું છે કે, સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શો હાલમાં શ્રીલંકા પ્રવાસ પર છે અને આ બંને ખેલાડીઓ જોરદાર ફોર્મમાં છે. સૂર્યકુમાર યાદવે ત્રણ મેચની વનડે સિરીઝમાં 62ની એવરેજથી 3 મેચમાં 124 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 122.77ની હતી. તેની પ્રથમ વનડે સિરીઝમાં સૂર્યકુમાર યાદવને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ અપાયો હતો. બીજી તરફ, પૃથ્વી શોએ પણ 3 મેચમાં 35ની એવરેજથી 105 રન બનાવ્યા હતા. પૃથ્વી શો આક્રમક શરૂઆત કરી પરંતુ તે મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ ગયો. હવે આ બંને ખેલાડીઓ ઇંગ્લેન્ડ જશે. જોકે હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે, આ બંને ખેલાડીઓ શ્રીલંકાથી ઇંગ્લેન્ડ જશે કે તેઓએ પાછા ભારત જવું પડશે. આપને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી 4 ઓગસ્ટથી શરૂ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર