Suryakumar Yadav praised Rohit Sharma: ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ ટી-20 વર્લ્ડકપમાં સારા ફોર્મમાં છે. ટીમ ઇન્ડિયા માટે સુપર 12 મેચની 5 મેચમાંથી ત્રણમાં તેને અડધી સદી ફટકારી છે અને બે વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમ મુશ્કેલીમાં હોય કે પછી મજબૂત સ્થિતિમાં સૂર્યકુમાર યાદવનું બેટ ધમાલ મચાવી રહ્યુ છે.
Suryakumar Yadav praised Rohit Sharma: ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ ટી-20 વર્લ્ડકપમાં સારા ફોર્મમાં છે. ટીમ ઇન્ડિયા માટે સુપર 12 મેચની 5 મેચમાંથી ત્રણમાં તેને અડધી સદી ફટકારી છે અને બે વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમ મુશ્કેલીમાં હોય કે પછી મજબૂત સ્થિતિમાં સૂર્યકુમાર યાદવનું બેટ ધમાલ મચાવી રહ્યુ છે. સૂર્યકુમાર યાદવે પોતાની બેટિંગની ક્રેડિટ કેપ્ટન રોહિત શર્માને આપી છે. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ મેચ બાદ સૂર્યકુમાર યાદવે રોહિત શર્માને લઇને મહત્વની વાત કરી હતી.
ઝિમ્બાબ્વે વિરૂદ્ધ સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 61 રન બનાવ્યા હતા જેમાં 6 ફોર અને 3 સિક્સર સામેલ હતી. સૂર્યકુમાર યાદવે કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરતા અને તેનો રોલ જણાવતા કહ્યુ કે, 'રોહિત શર્માનો રોલ ઘણો મોટો છે અને તેમણે મને ફ્રી-હેન્ડ આપ્યુ છે. રોહિત શર્માએ મને કહ્યુ કે જેવી બેટિંગ કરતા આવો છો તેવી જ બેટિંગ કરો અને કઇ પણ અલગ કરવાનો પ્રયાસ ના કરતા. આ સિવાય મેદાન પર ફીલ્ડિંગ દરમિયાન જે મને લાગે છે હું રોહિત શર્માને બિન્દાસ બોલુ છુ, પછી તે મારી વાત સાંભળે કે ના સાંભળે.'
રોહિત શર્માની કેપ્ટન્સીને લઇને સૂર્યકુમાર યાદવે કહ્યુ કે, 'અમે બન્ને IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે રમીએ છીએ, જે આઇડિયા મને આવે છે હું તેમણે જણાવુ છુ અને તે તેને સાંભળે પણ છે, તેમની એક ખાસ વાત આ છે કે, તે તમામ મેચની પરિસ્થિતિને લઇને વાત કરે છે. જોકે, તે પોતાના નિર્ણય લે છે અને તે દરમિયાન ઘણા શાંત પણ જોવા મળે છે. મહત્વપૂર્ણ છે કે આ ટી-20 વર્લ્ડકપમાં રોહિત શર્માની કેપ્ટન્સી સારી રહી છે પણ તેની બેટિંગ ચિંતાનો વિષય છે.
ભારત ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોચી ગયુ છે અને તે 10 નવેમ્બરે ઇંગ્લેન્ડ સામે એડિલેડના મેદાન પર સેમિ ફાઇનલ મેચ રમશે. બીજી તરફ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 નવેમ્બરે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાશે. ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન બનવાથી ભારત માત્ર બે પગલા દૂર છે.
Published by:mujahid tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર