Home /News /sport /સૂર્યકુમાર યાદવ બે વખત જ પહેલા જ બોલે થયો 0 પર આઉટ, ટીમમાંથી જશે બહાર? રોહિતે શું કહ્યુ જુઓ

સૂર્યકુમાર યાદવ બે વખત જ પહેલા જ બોલે થયો 0 પર આઉટ, ટીમમાંથી જશે બહાર? રોહિતે શું કહ્યુ જુઓ

SURYAKUMAR YADAV

સૂર્યકુમાર યાદવ બીજી મેચમાં પણ પ્રથમ બોલ પર 0 રને આઉટ થયો હતો. મુંબઈમાં રમાયેલી પ્રથમ ODIમાં પણ મિશેલ સ્ટાર્કના બોલથી તે એ જ રીતે એટલે કે સ્વિંગિંગ બોલ પર LBW થયો હતો.

ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે આ મેચમાં કાંગારુઓએ ભારતને 10 વિકેટે માત આપી હતી. ટીમની આટલી ખરાબ હાર બાદ રોહિત શર્મા પણ ગુસ્સે ભરાયો હતો. જોકે ટીમની હાર અંગે પછીથી રોહિત શર્માએ વાત કરતા દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે ભારતીય બેટ્સમેનોએ તેમનુ શ્રેષ્ઠ પ્રદર્શન નહોતું કર્યું. આ તમામ ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ એક એવા ખેલાડી રહ્યાં, જેમની હાર તમામને ઉડીને આંખે વળગે તેવી રહી.

સૂર્યકુમારે બીજી વખત પ્રથમ બોલમાં કોઈ સ્કોર ન કર્યો. જણાવી દઈએ કે મુંબઈમાં રમાયેલી પ્રથમ ODIમાં પણ મિશેલ સ્ટાર્કના બોલથી તે એ જ રીતે એટલે કે સ્વિંગિંગ બોલ પર LBW થયો હતો.

આ અંગે વાત કરતાં કેપ્ટન શર્માએ કહ્યું કે તેને પૂરતી તકો મળશે અને તે જાણે છે કે તેણે આગળ હવે કેવું પ્રદર્શન કરવાનું છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, તે જાણે છે કે તેને ગેમમાં હવે થોડા લાંબા ફોર્મેટમાં પણ સારા પ્રદર્શન કરવાની જરૂર છે. મને લાગે છે કે તેના મગજમાં પણ આ વસ્તુઓ છે. જેમ મેં કહ્યું તેમ જે લોકોમાં પોટેન્શિયલ છે તેમને પૂરતો ચાન્સ આપવામાં આવ્યો છે. તેમને એવું ન લાગવું જોઈએ કે તેમને ચોક્કસ અને યોગ્ય સ્લોટમાં તક આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયરની જગ્યાએ ODI ટીમમાં સૂર્યકુમાર યાદવને સામેલ કરવામાં આવ્યો છે. આ બાબતે રોહિત શર્માએ કહ્યું હતું કે સૂર્યકુમારને તેની ક્ષમતાના કારણે તક મળી રહી છે.

આ અંગે જણાવતા તેણે ઉમેર્યું કે “અમે (શ્રેયસ) અય્યર ક્યારે પરત ફરશે તે અંગે જાણતા નથી.એવા સમયે તેની એક જગ્યા ટીમમાં ખાલી છે અને તેથી યાદવને રમવાની તક મળી છે. તેણે વ્હાઈટ બોલમાં ઘણી ક્ષમતા બતાવી છે. મેં તે અગાઉ ઘણી વખત કહ્યું છે કે જે લોકોમાં પોટેન્શિયલ છે, તેમને તક આપવામાં આવશે.

આ સાથે જ રોહિત શર્માએ સૂર્યકુમારને પોતાની કાબેલિયત સાબિત કરવાની તક આપતા ટીમમાં યથાવત રહેવા અંગેની પણ ખાતરી આપી હતી.

 આ પણ વાંચો: ફિલ્ડિંગ તો ભાઈ ગજબ! ચિત્તાની જેમ ઉછળ્યો સ્મિથ, જાડેજાએ તો ઉંધા હાથે પકડી પડ્યો કેચ

આ અંગે રોહિતે જણાવયું કે, “હા તે છેલ્લી બે મેચોમાં અને તે પહેલાની સિરીઝમાં પણ આઉટ થયો હતો, પરંતુ તેને સતત રનની જરૂર છે, જેમ કે બેક-ટુ-બેક ગેમ્સ, 7-8 અથવા 10 રમતોમાં તેને સામેલ કરવો જોઈએ, જેથી તે સારી ફાવટ લાવી શકે. જ્યારે કોઈ ઈજાગ્રસ્ત થયું હોય અથવા કોઈ હાજર ન હોય ત્યારે તે સ્થાન પર તેને લાવવામાં આવ્યો છે. જ્યારે તમે તેને સતત તક આપો છો ત્યારે મેનેજમેન્ટ તરીકે અમે તેના પરફોર્મન્સની ચકાસણી કરી શકીએ છીએ અને જ્યારે તે યોગ્ય લાગે કે ન લાગે ત્યારે તે અંગે નિર્ણય કરવામાં આવે છે. જો કે હજી અમે એટલે સુધી પહોંચ્યા નથી.

સિરીઝની અંતિમ મેચ જે 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે તેની સાથે પરિણામો સામે આવશે. હાલ તો ત્રણ મેચની ODI સિરીઝ 1-1ની બરાબરી પર છે.
First published:

Tags: IND vs AUS, India vs australia, Surya, Suryakumar yadav