Home /News /sport /IND VS NZ : અમદાવાદ સાથે છે સૂર્યકુમાર યાદવનું ખાસ કનેક્શન! જૂની યાદો તાજી કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના કર્યા વખાણ

IND VS NZ : અમદાવાદ સાથે છે સૂર્યકુમાર યાદવનું ખાસ કનેક્શન! જૂની યાદો તાજી કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના કર્યા વખાણ

suryakumar yadav

SURYAKUMAR YADAV IN AHMEDABAD: સૂર્યકુમાર યાદવે પોતાના જૂના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે હું અહીં આવ્યો ત્યારે મને યાદ આવ્યું કે 2021માં મે અહીથી શરૂ કર્યું હતું. હવે સારું લાગે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
SURYAKUMAR YADAV IN AHMEDABAD: અમદાવાદમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમશે. સૂર્યકુમાર યાદવે પોતાના જૂના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે હું અહીં આવ્યો ત્યારે મને યાદ આવ્યું કે 2021માં મે અહીથી શરૂ કર્યું હતું. હવે સારું લાગે છે. 2021માં કેવો આવ્યો હતો અહીં અને હવે સ્ટેડિયમ પણ કેટલું સરસ છે અને બહુ જ સારું લાગી રહ્યું છે.

લખનઉ ટ્રેકની મુશ્કેલ સીરીઝમાં જીત બાદ હાર્દિક પાંડ્યા (Hardik Pandya in Ahmedabad)ની ટીમ ઇન્ડિયા બુધવારે રમાનારી મેચ અમદાવાદ (Team India in Ahmedabad) આવી પહોંચી છે. રવિવારે બીજી ગેમ લો-સ્કોરિંગ મેચ હતી. તેમ છતાં તે નેઇલ-બિટર સાબિત થઈ હતી. શરુઆતમાં 100 રનનો પીછો કરવો આસાન લાગતો હતો. પરંતુ જ્યારે ન્યુઝીલેન્ડના સ્પિનરોએ બરાબરની ટક્કર આપી ત્યારે મેચ જીતવી મુશ્કેલ લાગી રહી હતી. જોકે, કેપ્ટન હાર્દિક પાંડ્યા (Captain Hardik Pandya) અને વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) વચ્ચેની મેચ વિનિંગ સ્ટેન્ડે યજમાન ટીમને સુરક્ષિત રાખી હતી.

સોમવારે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સીરિઝ (IND vs NZ, 3rd T20I )ની અંતિમ મેચ માટે અમદાવાદ આવી પહોંચી હતી. આ ટીમના સભ્યોનું હોટલમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઇશાન કિશને પૃથ્વી શોની કેપ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આવું ન કરી શક્યો, કારણ કે બાદમાં હોટલના સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેણે ઇશાનને રોકી દીધો હતો. બીસીસીઆઈ (BCCI)એ તેમના અમદાવાદમાં હોટેલમાં આગમનનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘હેલો અમદાવાદ. અમે અહીં #INDvNZ સીરીઝની ત્રીજી અને અંતિમ ટી-20 માટે આવ્યા છીએ.’

આ પણ વાંચો: SURYAKUMAR VIDEO: સુર્યુકુમાર યાદવે કહ્યું ટીમ ઈન્ડિયાનો આ બોલર છે મારો બેટિંગ કોચ, મને બધુ એ જ શીખવાડે છે

હાર્દિક પંડ્યાના 20 બોલમાં અણનમ 15 રન અને સૂર્યકુમાર યાદવના 31 બોલમાં અણનમ 26 રનની ઇનિંગના કારણે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની બીજી T20I જીતવામાં સફળ રહી હતી. મુકાબલો ભારે રસાકસી ભર્યો જોવા મળ્યો હતો. આ દરમિયાન મેચ પછીની વાતચીતમાં, સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) એ યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ને બેટિંગ ટીપ્સ મળી હોવાનો શ્રેય આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, “થેન્ક યુ, હું તમારી બેટિંગ ટીપ્સનો ઉપયોગ કરું છું. તમે મારા બેટિંગ કોચ છો. તે મને બધું જ શીખવાડે છે. ચહલ ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને સૂર્યકુમાર યાદવ વાતચીત કરી રહ્યા હતા. આ બધુ બીસીસીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: KL Rahul Athiya Wedding : રાહુલ અથિયાને મળી કરોડોની ગિફ્ટ! જુઓ કોણે આપી 2.5 કરોડની કાર અને 30 લાખની વોચ

લખનૌની એકાના પિચ પર તેની ધીમી બેટિંગ વિશે પૂછવામાં આવતા, સૂર્યકુમારે કહ્યું, “હું મિડલમાં સ્પષ્ટ માનસિકતા સાથે હતો કે તે રમવા માટે અઘરી વિકેટ છે અને કોઈના માટે છેલ્લા સુધી રમવું મહત્વપૂર્ણ હતું. નાની ભાગીદારી કરવી અને પરિસ્થિતિઓને અનુકૂલન કરવું પણ એટલું જ મહત્વનું હતું. હું જાણતો હતો કે હું મુક્તપણે રમું છું તેના કરતાં આ તદ્દન અલગ વિકેટ છે. મને વિશ્વાસ હતો કે જો હું છેલ્લે સુધી ટકી શક્યો તો છેલ્લી ઓવરમાં પણ હું મેચ જીતી શકીશ. જ્યારે હાર્દિક આવ્યો ત્યારે અમે છેલ્લી ઘડી સુધી રમત રમવાની યોજના બનાવી હતી.
First published:

Tags: IND vs NZ, India vs new zealand, Suryakumar yadav, ક્રિકેટ