Home /News /sport /India vs Sri lanka: ખંઢેરીના મેદાનમાં રાત્રે ઉગ્યો "સુર્યા", શ્રીલંકાને હરાવી ભારતનો સિરીઝ પર કબજો
India vs Sri lanka: ખંઢેરીના મેદાનમાં રાત્રે ઉગ્યો "સુર્યા", શ્રીલંકાને હરાવી ભારતનો સિરીઝ પર કબજો
સૂર્યકૂમાર યાદવે સૌથી વધુ રન ફટકાર્યા
suryakumar yadav: રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 મેચ યોજાઈ હતી. જે મેચમાં ભારતીય ટીમે ખૂબ જ શાનદાર પ્રદર્શન કરતા 91 રને જીત હાંસલ કરી છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં ઉતરતા વીસ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 228 રન કર્યા હતા.
India vs Sri lanka: રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 મેચ યોજાઈ હતી. જે મેચમાં ભારતીય ટીમે ખૂબ જ શાનદાર પ્રદર્શન કરતા 91 રને જીત હાંસલ કરી છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં ઉતરતા વીસ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 228 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયા વતી સૌથી વધુ રન સૂર્યકૂમાર યાદવે ફટકાર્યા હતા. સૂર્યકૂમાર યાદવે 51 બોલમાં 112 રન ફટકાર્યા હતા. જ્યારે કે, શુભમ ગીલે 36 બોલમાં 46 રન અને રાહુલ ત્રિપાઠીએ 16 બોલમાં 35 રન ફટકાર્યા હતા.
સૂર્યકુમાર યાદવ બન્યો ‘મેન ઓફ ધી મેચ’
સૂર્યકુમાર યાદવ 51 બોલમાં 112 રન ફટકારી અણનમ રહ્યો હતો. 112 રન બનાવવામાં સૂર્યકુમાર યાદવે 9 છક્કા અને 7 ચોક્કા લગાવ્યા હતા. જેના કારણે સૂર્ય કુમાર યાદવને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ તેને ‘વિન ઓફ ધ મેચ’નો ખિતાબ જીતવા બદલ પ્રાઈઝ મની પણ આપવામાં આવી હતી.
સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે અક્ષર પટેલને ‘મેન ઓફ ધી સીરીઝ’ જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અક્ષર પટેલે ત્રણ ટી ટ્વેન્ટી મેચની શ્રેણી માં બેટિંગ અને બોલિંગમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ખંઢેરી ખાતે રમાયેલા ત્રીજા મેચમાં પણ અક્ષર પટેલે ત્રણ ઓવરમાં 19 રન આપી એક વિકેટ મેળવી હતી. તેમજ મિટિંગમાં માત્ર 9 બોલમાં જ ચાર ચોક્કા સાથે 21 રન ફટકાર્યા હતા.
ખંઢેરી સ્ટેડિયમ ખાતે સર્વાધિક રનનો રેકોર્ડ ટીમ ઇન્ડિયાએ ફરી એક વખત તોડ્યો. ઉલ્લેખનીય છે કે ખંઢેરી સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીનો સૌથી સર્વાધિક સ્કોર ટીમ ઇન્ડિયાના નામનો જ રહ્યો છે. અગાઉ ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાએ ચાર વિકેટ ગુમાવી 202 રન બનાવ્યા હતા. જે મેચ ટીમ ઇન્ડિયા છ વિકેટ જીત્યો હતો. ત્યારે આજરોજ ફરી એક વખત ટી-ટ્વેન્ટી મેચમાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે ટીમ ઇન્ડિયાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. પોતાના 202 રનનો રેકોર્ડ ટીમ ઇન્ડિયાએ 228 રન સાથે તોડ્યો છે.
228 રન પૈકી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ 160 માત્ર બાઉન્ડ્રી લગાવીને બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ 19 ચોક્કા લગાવી 76 રન બનાવ્યા હતા. જ્યારે કે 14 છક્કા લગાવી 84 રન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર