Home /News /sport /Suryakumar Yadav: પીચ પર ઉતર્યા પછી આખા મેદાનમાં ફરી વળતા સૂર્યકુમાર યાદવે પોતાની તાકાતનું રહસ્ય ખોલ્યું

Suryakumar Yadav: પીચ પર ઉતર્યા પછી આખા મેદાનમાં ફરી વળતા સૂર્યકુમાર યાદવે પોતાની તાકાતનું રહસ્ય ખોલ્યું

સૂર્યકુમાર યાદવે રાજકોટની મેચ પછી તેની બેટિંગ કળા અંગેનું રહસ્યા ખોલ્યું છે.

Suryakumar Yadav After Rajkot T20: સૂર્યકુમાર યાદવે રાજકોટમાં રમાયેલી શ્રીલંકા સામેની સીરિઝની અંતિમ T20 મેચમાં રંગ રાખ્યો હતો. તેની તાબડતોબ બેટિંગના કારણે શ્રીલંકા સામે ભારતે 91 રનથી મેચની સાથે સીરિઝ પણ જીતી લીધી હતી. જીત બાદ સૂર્યાએ પોતાની તાકાતનું રહસ્ય પણ ખોલ્યું હતું.

વધુ જુઓ ...
  રાજકોટમાં 112 રનની શાનદાર T20 સદી કરનારા સૂર્યકુમાર યાદવની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. દુનિયાભરમાં ક્રિકેટ રસીકો હવે તેના વિશે નવી-નવી વાતો જાણવા માટે તેના ઈન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પર તેને ફોલો કરવાનું શરુ કરી રહ્યા છે. મેચ પત્યા પછી સૂર્યાએ પોતાની તાકાત અને અથાગ મહેનત અંગે ખુલાસો કર્યો છે. સૂર્યા જણાવે છે કે મેચ પહેલા જ્યારે તે ટ્રેનિંગ કરતો હોય ત્યારે પોતાની જાતને અંડર પ્રેસર મોડમાં રાખીને પરસેવો પાડે છે. સૂર્યાની 360 સ્કીલ વિશે પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

  શનિવારે રાજકોટમાં રમાયેલી મેચમાં સૂર્યકુમાર યાદવે પીચ પર ઉતર્યા પછી શ્રીલંકાના બોલર્સના છોંતરા કાઢી નાખ્યા હતા, તે મેદાનમાં ચારે તરફ ફરી વળ્યો હતો અને આસાનીથી પોતાની સેન્ચ્યૂરી પૂર્ણ કરી દીધી હતી. સૂર્યાએ માત્ર 51 બોલમાં 112 રન કરીને અણનમ રહ્યો હતો. ભારતે શ્રીલંકા સામે આ મેચ 91 રનથી જીતી લીધી છે.

  સૂર્યકુમાર યાદવે મેચ પત્યા પછી જણાવ્યું કે, "જ્યારે તમે મેચ માટે તૈયારી કરી રહ્યા હોવ ત્યારે તમારી જાતને તમે પ્રશરમાં મૂકો તે ઘણું જ મહત્વનું છે. તમે જેટલું તમારી જાત પર દબાણ કરશો તેટલું સારું રમી શકશો. આ સાથે ઘણી મહેનત પણ છે. સારું રમવા માટે કેટલીક ક્વોલિટી પ્રેક્ટિસ પણ જરુરી છે."


  ભારતે શ્રીલંકા સામેનીની T20 સીરિઝની અંતિમ અને મહત્વની મેચમાં પહેલા બેટિંગ કરીને 228/5 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, જેની સામે શ્રીલંકાની ટીમ માત્ર 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સૂર્યાએ ઈનિંગ દરમિયાન 112 રન કર્યા હતા જેમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે, આ દરમિયાન તેણે વિકેટની પાછળ પણ શાનદાર છગ્ગા લગાવ્યા હતા.

  સૂર્યાએ વધુમાં જણાવ્યું હતું કે, "સ્ટમ્પની પાછળની તરફ 59-60 મીટરની બાઈન્ડ્રી હતી, જેથી મેં તેનો લાભ ઉઠાવ્યો. કેટલાક શોટ પૂર્વનિર્ધારિત કરેલા હતા, પરંતુ તમારે બીજા શોટ્સ માટે પણ તૈયાર રહેવું પડે છે." આ સાથે સૂર્યાએ કહ્યું કે તેને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પાસેથી આઝાદી મળે છે અને જેના કારણે તે ખુલીને રમી શકે છે.

  તેણે કહ્યું કે, મોટાભાગનો સમય હું ગેપ શોધતો રહું છું, જેથી મારી મરજી પ્રમાણે રમી શકું. દ્રવિડ મને મારી ઈચ્છા પ્રમાણે રમવાની છૂટ આપે છે અને અને જેથી કરીને હું ખુલીને રમી શકું છું.

  આ પણ વાંચોઃ દ્રવિડના સવાલ પર સૂર્યાએ પત્નીના ભરપેટ વખાણ કરીને પર્સનલ વાત કહી

  મેચ પછી રાહુલ દ્રવિડને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની રમત અંગે જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની પત્ની અને પરિવારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

  કોચ રાહુલ દ્રવિડે જ્યારે સૂર્યાને કહ્યું કે, હું તમને નાનપણથી રમતા જોઉં છું, શું તમે મને નાનપણમાં બેટિંગ કરતા જોયો છે? રાહુલના સવાલ બાદ બન્ને ખડખડાટ હસી પડ્યા હતા. સૂર્યાએ પોતાની રમત વિશે વાત કરતા જણાવ્યું કે, "મેં જે કંઈ અંતિમ મેચમાં કર્યું તેનાથી ઘણો ખુશ છું, એ જ વસ્તુ ફરી થઈ છે. હું જ્યારે બેટિંગ કરવા માટે જઉં ત્યારે મજા કરું છું. હું જેટલું બની શકે તેટલી મારી જાતને એક્સપ્રેસ કરવાની કોશિશ કરું છું. આવા સમયે બીજી ટીમ ગેમ ઓફ કરવાની કોશિશ કરે છે પરંતુ હું ગેમ ઓન રાખવાના પ્રયાસ કરું છું."

  સૂર્યાની ફિટનેસ અને યોયો ટેસ્ટ વિશે દ્રવિડે વાત કરી તો સૂર્યાએ જણાવ્યું કે, "મારા પિતા એન્જિનિયર છે, અને મારા પરિવારમાં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી વ્યક્તિની કોઈ હિસ્ટ્રી નથી. જેના કારણે તેમના માટે પણ મારા માટે વધારે મહેનત કરવી પડી છે. તેમણે મારામાં સ્પાર્ક જોયો અને સતત મને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો. તેમણે મારા માટે ઘણો ભોગ આપ્યો છે."


  સૂર્યકુમાર યાદવે પત્નીના કર્યા ભરપૂર વખાણ


  T20માં સદી ફટકારનો સૂર્યા ઘણો જ ખુશ હતો તેણે પોતાના પિતાની સાથે પત્નીની પણ પ્રશંસા કરી હતી. સૂર્યાએ કહ્યું કે, "મારી પત્નીએ પણ ઘણું કર્યું છે. અમારા લગ્ન થયા પછી તેણે મારી ફિટનેસ અંગે ઘણું ધ્યાન રાખ્યું છે, તેણે મારા ન્યૂટ્રિશિયન માટે અને મારી ફિટનેસ માટે ઘણી મહેનત કરી છે. આ જ રીતે મેં મારી બેંગ્લુરુમાં આપેલી ફિટનેસ ટેસ્ટ હજુ પણ મને યાદ છે. જે ખરેખર મારો ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો."

  T20ના ટૂંકા કરિયરમાં શાનદાર પ્રદર્શન


  સૂર્યકુમાર યાદવનું T20 કરિયર ઘણું જ નાનું રહ્યું છે અને તેણે પોતાના કરિયરમાં 45 ઈન્ટરનેશનલ T20 મેચ રમી છે, જેમાં તેણે 46.41ની એવરેજ સાથે 180.34ની સ્ટ્રાઈક રેટ સાથે 1578 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને 13 અર્ધસદીનો સમાવેશ થાય છે.
  Published by:Tejas Jingar
  First published:

  Tags: 3rd T20I, India vs Sri Lanka, India vs sri lanka 3rd t20i, Rajkot News, Suryakumar yadav, રાહુલ દ્રવિડ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन