Home /News /sport /SURYAKUMAR VIDEO: સુર્યુકુમાર યાદવે કહ્યું ટીમ ઈન્ડિયાનો આ બોલર છે મારો બેટિંગ કોચ, મને બધુ એ જ શીખવાડે છે

SURYAKUMAR VIDEO: સુર્યુકુમાર યાદવે કહ્યું ટીમ ઈન્ડિયાનો આ બોલર છે મારો બેટિંગ કોચ, મને બધુ એ જ શીખવાડે છે

suryakumar yuzvendra chahal kuldeep yadav

IND VS NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 શ્રેણીમાં સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ વચ્ચે વાતચીતનો VIDEO વાયરલ.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
હાર્દિક પંડ્યાના 20 બોલમાં અણનમ 15 રન અને સૂર્યકુમાર યાદવના 31 બોલમાં અણનમ 26 રનની ઇનિંગના કારણે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની બીજી T20I જીતવામાં સફળ રહી હતી. મુકાબલો ભારે રસાકસી ભર્યો જોવા મળ્યો હતો. આ દરમિયાન મેચ પછીની વાતચીતમાં, સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) એ યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ને બેટિંગ ટીપ્સ મળી હોવાનો શ્રેય આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, “થેન્ક યુ, હું તમારી બેટિંગ ટીપ્સનો ઉપયોગ કરું છું. તમે મારા બેટિંગ કોચ છો. તે મને બધું જ શીખવાડે છે. ચહલ ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને સૂર્યકુમાર યાદવ વાતચીત કરી રહ્યા હતા. આ બધુ બીસીસીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યું હતું.

લખનૌની એકાના પિચ પર તેની ધીમી બેટિંગ વિશે પૂછવામાં આવતા, સૂર્યકુમારે કહ્યું, “હું મિડલમાં સ્પષ્ટ માનસિકતા સાથે હતો કે તે રમવા માટે અઘરી વિકેટ છે અને કોઈના માટે છેલ્લા સુધી રમવું મહત્વપૂર્ણ હતું. નાની ભાગીદારી કરવી અને પરિસ્થિતિઓને અનુકૂલન કરવું પણ એટલું જ મહત્વનું હતું. હું જાણતો હતો કે હું મુક્તપણે રમું છું તેના કરતાં આ તદ્દન અલગ વિકેટ છે. મને વિશ્વાસ હતો કે જો હું છેલ્લે સુધી ટકી શક્યો તો છેલ્લી ઓવરમાં પણ હું મેચ જીતી શકીશ. જ્યારે હાર્દિક આવ્યો ત્યારે અમે છેલ્લી ઘડી સુધી રમત રમવાની યોજના બનાવી હતી.

છેલ્લા બે બોલમાં જરૂરી ત્રણ રનના દબાણ વિશે વાત કરતા, યાદવે કહ્યું, અમને મેચ જીતવા માટે પૂરતો આત્મવિશ્વાસ હતો અને હાર્દિક અને હું વાતચીતમાં હતા કે જો અમારામાંથી કોઈને મોટી હિટ મળે તો મેચ અમારી છે. અમે ગભરાયા ન હતા અને હાર્દિક સાથે વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી.

લખનૌના એકાના સ્ટેડિયમમાં પોતાને લોકલ બોય તરીકે રજૂ કરતા કુલદીપ યાદવે તેના લાંબા સમયના પાર્ટનર યુઝવેન્દ્ર ચહલને ભારત માટે T20Iમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હોવાની લાગણી વિશે પૂછ્યું હતું. ત્યારે તેણે જવાબ આપ્યો કે, કોઈપણ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવું સારું લાગે છે. જ્યારે રમવાનું શરૂ કર્યું ત્યારે મેં આ વિશે ક્યારેય વિચાર્યું ન હતું.

અહીં ઉલ્લેખનીય છે કે, ચહલ T20I ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે રવિવારે લખનૌમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી T20I દરમિયાન લેન્ડમાર્ક હાંસલ કર્યું હતું. તે પહેલી મેચમાં બહાર હતો અને બીજી ગેમમાં તમામ તાકાત સાથે પરત આવ્યો હતો.

આ પણ વાંચો: MURLI VIJAY RETIRED: ક્રિકેટરે પોતાની જ ટીમના ખેલાડીની પત્ની સાથે લડાવ્યો ઈશ્ક, હવે નિવૃત્તિ લેવાનો વારો આવ્યો

ડેરીલ મિશેલને કુલદીપે ખૂબ સારી રીતે આઉટ કર્યો હતો. તેની તે ખાસ ડિલિવરી વિશે વાત કરતાં કુલદીપે કહ્યું કે, હું આવી યોજના નથી બનાવતો પરંતુ આજે પિચને ધ્યાનમાં રાખીને આવનારી ડિલિવરી રમવી મુશ્કેલ બની રહી હતી. બેટ્સમેનોને ગતિને કારણે સમય મળતો ન હતો તેથી તે સ્પિન થયો અને તેનાથી મદદ મળી.

" isDesktop="true" id="1329589" >

નોંધનીય છે કે, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવની ત્રિપુટીએ ન્યુઝીલેન્ડને આઠ વિકેટે 99 રન સુધી મર્યાદિત કરવામાં સફળતા મેળવી અને સૌને પ્રભાવિત કર્યા હતા. તેમના કારણે T20માં ન્યૂઝીલેન્ડનો ભારત સામે આ સૌથી ઓછો સ્કોર છે.
First published:

Tags: IND vs NZ, Kuldeep yadav, Suryakumar yadav, Yuzvendra chahal