Home /News /sport /IND Vs AUS: સૂર્યકુમાર યાદવથી ફેન્સ થયા નારાજ, આપી દીધી શાહરૂખ ખાનની જગ્યા!
IND Vs AUS: સૂર્યકુમાર યાદવથી ફેન્સ થયા નારાજ, આપી દીધી શાહરૂખ ખાનની જગ્યા!
સૂર્યકુમાર યાદવના પ્રદર્શનથી ફેન્સ નારાજ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવે સિરીઝની ત્રણે મેચમાં 0 રન પર આઉટ થઈને જે પ્રદર્શન કર્યું છે તેનાથી ફેન્સ બહુ જ નારાજ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર મિમ્સનો વરસાદ કરીને સૂર્યાની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. આવામાં તેની શાહરૂખ ખાનની એક મૂવી સાથે પણ સરખામણી કરી દેવામાં આવી છે.
કેપ્ટન રોહિત શર્માએ સ્વિકાર્યું કે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની અંતિમ વનડે મેચ ભારતના પક્ષમાં હતી પરંતુ નબળા પ્રદર્શનના કારણે ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. આવામાં સૌથી વધારે હાલ ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ મિસ્ટર 360થી જાણીતા બનેલા સૂર્યકુમાર યાદવથી નારાજ છે. સૂર્યકુમાર યાદવે આ સિરીઝની ત્રણે મેચમાં પહેલા બોલે વિકેટ ગુમાવી દીધી છે. સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લેતા 2-1થી સિરીઝ પર કબજો કરી લીધો છે. ભારતની અંતિમ વનડેમાં 21 રનથી હાર થઈ હતી.
બે વનડેમાં 0 પર આઉટ થયેલા સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરવાની માંગ ઉઠી રહી હતી, આમ છતાં રોહિતે તેને ટીમમાં સ્થાન આપ્યું હતું. જોકે, ત્રીજી નિર્ણાયક વનડેમાં પણ સૂર્યાનું બેટ ચાલ્યું નહીં અને ભારતીય ટીમના હાથમાં નિરાશા આવી હતી. સૂર્યા આખી સીરિઝમાં એક પણ રન બનાવી શક્યો નહોતો જેના કારણે તેની સરખામણી શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો સાથે કરવામાં આવી રહી છે.
સૂર્યકુમાર યાદવ સતત ઝીરો પર આઉટ થતા ફેન્સ બહુ જ નારાજ છે, સૂર્યાના નબળા પરફોર્મન્સના કારણે ટીમ મેનેજમેન્ટની ટીકાઓ થઈ રહી છે. ઝીરો ફિલ્મના પોસ્ટર સાથે ફેન્સે સૂર્યાને કિંગ બનાવી દીધો છે. જે પ્રકારનું સૂર્યાએ પ્રદર્શન કર્યું છે તેને જોતા આગામી સમયમાં તેને ટીમમાં મોકો મળે છે કે કેમ તે જોવાનું મહત્વનું રહેશે.
સૂર્યકુમાર યાદવના પ્રદર્શનથી ફેન્સ નારાજ
IPLને હવે અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે, આવામાં જો સૂર્યકુમાર યાદવ અહીં પણ નબળો સાબિત થયો તો વર્લ્ડકપમાં તેના સ્થાનને લઈને શંકાના વાદળો ઘેરાઈ શકે છે. આ પહેલાની સિરીઝમાં સૂર્યાએ જે પ્રકારે પ્રદર્શન કર્યું હતું તેને જોતા તેનું વર્લ્ડકપમાં સ્થાન નિશ્ચિત માનવામાં આવતું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર