Home /News /sport /સૂર્યકુમાર ગમે ત્યાં બેટ ફેરવે છે, ડર જેવું કંઈ નથી… તોફાની પેસરે SKYની નીડર બેટિંગનું કારણ જણાવ્યું
સૂર્યકુમાર ગમે ત્યાં બેટ ફેરવે છે, ડર જેવું કંઈ નથી… તોફાની પેસરે SKYની નીડર બેટિંગનું કારણ જણાવ્યું
સૂર્યકુમાર યાદવ નીડરતાથી બેટિંગ કરે છે. (AFP)
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે મેચોની સીરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ 2 મેચ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી વનડે પહેલા ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બોલરે સૂર્યકુમાર યાદવની બેટિંગ સ્ટાઈલ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.
નવી દિલ્હી : ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડનું માનવું છે કે વર્તમાન સમયમાં ક્રિકેટ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તેણે કહ્યું કે આમાં એટલું બધું બદલાઈ ગયું છે કે સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ દરેક જગ્યાએ શોટ રમવાથી ડરતા નથી. નિર્ભય હોવું તેની સફળતાનું કારણ છે.
47 વર્ષીય ભૂતપૂર્વ તોફાની પેસરે કહ્યું, મને લાગે છે કે તમામ ફોર્મેટ બદલાઈ ગયા છે. હું માનું છું કે ક્રિકેટ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. મીડિયા સાથે વાત કરતા કિવી દિગ્ગજ ખેલાડીએ કહ્યું કે, ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાં રમતની રીત અને ગતિમાં બદલાવ આવ્યો છે. વિશ્વભરમાં T20 લીગ શરૂ થયા બાદ જે બદલાવ આવ્યો છે તે ODI અને ટેસ્ટ ફોર્મેટમાં પણ જોવા મળી રહ્યો છે.
360 ડિગ્રી ખેલાડી સૂર્યકુમાર હોય કે જોસ બટલર, તેઓ દરેક જગ્યાએ સ્કોર કરે છે. જણાવી દઈએ કે શેન બોન્ડની સરખામણી શોએબ અખ્તર અને બ્રેટ લી જેવા બોલરો સાથે કરવામાં આવી હતી. જો કે, તે તેની મોટાભાગની કારકિર્દીમાં ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો.
કિવી સામેની ટીમમાં સૂર્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે
સૂર્યકુમાર ન્યુઝીલેન્ડ સામેની 3 વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વનડેમાં તેણે 26 બોલમાં 31 રન બનાવ્યા જેમાં 4 ચોગ્ગા સામેલ હતા. આ મેચમાં ભારતનો 12 રને વિજય થયો હતો. સ્કાયને બીજી વનડેમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. ટીમ ઈન્ડિયાએ કિવી ટીમના 109 રનના ટાર્ગેટને 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શ્રેણીની છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર