Home /News /sport /

રૈનાની મુશ્તાક અલી ટી-20માં ઈતિહાસની બીજી સૌથી મોટી ઈનિંગ

રૈનાની મુશ્તાક અલી ટી-20માં ઈતિહાસની બીજી સૌથી મોટી ઈનિંગ

    ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલ લેફ્ટહેન્ડ બેટ્સમેન સુરેશ રૈનાએ શાનદાર શતક સાથે ફોર્મમાં વાપસી કરી છે. યૂપીના કેપ્ટન રૈનાએ સૈયદ મુશ્તાક અલી ટી-20 મેચમાં બંગાળ વિરૂદ્ધ 59 બોલમાં 126 રનોની અણનમ ઈનિંગ રમી હતી. જે દરમિયાન તેને 7 સિક્સ અને 13 ફોર સામેલ છે. રૈનાએ 49 બોલમાં પોતાની ઈનિંગ પૂરી કરી હતી.

    આ સાથે જ રૈનાએ સેયદ મુશ્તાક અલી ટી-20માં ઉચ્ચતમ સ્કોર બનાવનાર ક્રિકેટર બની ગયો છે. તેમને ઉન્મુક્ત ચંદને પાછળ છોડ્યો હતો. ઉન્મુક્તે 2013માં 125 રનની ઈનિંગ રમી હતી.

    ટી-20માં સૌથી વધારે સ્કોર બનાવનાર ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો રૈના બીજા સ્થાન પર છે.

    1. 127 રન, મુરલી વિજય (સીએસકે) વિરૂદ્ધ રાજસ્થાન રોયલ્સ-2010
    2. 126 રન, સુરેશ રૈના (યૂપી) વિરૂદ્ધ બંગાળ-2018
    3. 125 રન, ઉન્મુક્ત ચંદ (દિલ્હી) વિરૂદ્ધ ગુજરાત-2013
    4.122 રન, વીરેન્દ્ર સહેવાગ (કિંગ્સ ઈલેવન પંજાબ) વિરૂદ્ધ (Csk)-2014

    કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલ સુપરલિગ ગ્રુપ બીની મેચમાં યૂપીના રૈનાના શતકની મદદથી 20 ઓવરમાં 235/3 રનનો વિશાળ સ્કોર ઉભો કરી નાંખ્યો હતો. જવાબમાં બંગાળની ટીમ 160 રનો પર સમેટાઈ ગઈ હતી. આઈપીએલ પહેલા જ રૈનાએ શાનદાર ઈનિંગ રમીને પોતાની હાજરી નોંધાવી દીધી છે. રૈનાએ તેમની જુની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપરકિંગ્સે 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે.

    ટી-20માં રૈનાની આ ચોથી શતક છે. ટી-20 ફોર્મેટમાં સર્વાધિક શતક બનાવનાર ભારતીય બેટ્સમેનની વાત કરીએ તો, રૈનાએ આ રેકોર્ડની બરાબરી કરી છે. રૈનાથી પહેલા વિરાટ અને રોહિત શર્મા 4-4 શતક ફટકારી ચૂક્યા છે.



    ટી-20માં સર્વાધિત શતક બનાવનાર ભારતીય ખેલાડી
    4- વિરાટ કોહલી
    4- રોહિત શર્મા
    4- સુરેશ રૈના

    સુરેશ રૈનાએ પોતાની શતકીય ઈનિંગ દરમિયાન પોતાના 7000 રન પૂરા કરી લીધા હતા. રૈના વિરાટ બાદ આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય ખેલાડી છે.

    સુરેશ રૈના વિશે
    ટી-20 વર્લ્ડકપમાં શતક
    આઈપીએલમાં શતક
    ચેમ્પિયન્સ લિંગ ટી-20માં શતક
    મુશ્તાક અલી ટી-20માં શતક
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Suresh raina, Syed mushtaq ali trophy

    આગામી સમાચાર