Home /News /sport /

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે ટીમમાં સામેલ થશે સુરેશ રૈના, આ ખેલાડીની લેશે જગ્યા

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે ટીમમાં સામેલ થશે સુરેશ રૈના, આ ખેલાડીની લેશે જગ્યા

    ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ લગભગ અઢી વર્ષ પછી વનડે ટીમમાં વાપસી કરી છે. તેને ઈંગ્લેન્ડના પ્રવાસ પર આ તક યો-યો ટેસ્ટમાં ફેલ રહેનાર અંબાતી રાયડૂની જગ્યાએ મળી છે.

    તમને જણાવી દઈએ કે, હાલમાં જ ઈંગ્લેન્ડના પ્રવાસ પર જનાર ભારતીય ટીમને ફિટનેસ ટેસ્ટ માટે NCA બોલાવવામાં આવી હતી, જેમાં વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, ભુવનેશ્વર કુમાર, કેદાર જાધવ, સુરેશ રૈના વગેરે ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. જ્યાકે રાયડૂનો સ્કોર 16.1થી ઓછો રહ્યો અને આ કારણે તેમને ટીમથી બહાર કરી દેવામાં આવ્યા છે. રાયડૂએ દોઢ વર્ષ પછી ભારતીય ટીમમાં વાપસી કરી હતી.


    હાલમાં બીસીસીઆઈએ કહ્યું કે, પસંદગી કમિટીએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે સિરીઝ માટે અંબાતી રાયડૂની જગ્યાએ સુરેશ રૈનાને ટીમમાં સામેલ કર્યો છે.

    બધા જ જાણે છે કે, બીસીસીઆઈએ ઈન્ડિયા-એ અને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરવા માટે યો-યો ટેસ્ટ પાસ કરવો અનિવાર્ય બનાવી દીધો છે.

    આર્યલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટી20 ટીમમાં સામેલ સુરેશ રૈનાને હવે વનડે ક્રિકેટમાં પણ વધુ એક તક મળી ગઈ છે. રૈનાએ પોતાની અંતિમ વનડે મેચ 25 ઓક્ટોબર 2015માં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ મુંબઈમાં રમી હતી. જોકે, તે ટી20 ટીમમાં રમી રહ્યો હતો. સુરેશ રૈનાએ અત્યાર સુધી 223 વનડે મેચોમાં 35.46ની એવરેજથી 5568 રન બનાવ્યા છે. જેમાં પાંચ શતક અને 36 અર્ધશતક સામેલ છે. જ્યારે 18 ટેસ્ટમાં તેને નામે 768 રન અને 73 ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં 1499 રન નોંધાવ્યા હતા.

    જો આઈપીએલ 11ની વાત કરીએ તો સુરેશ રૈનાએ 15 મેચોમાં ચાર અર્ધશતકની મદદતી 445 રન બનાવ્યા છે. તે ઉપરાંત તેમની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ત્રીજી વખત આઈપીએલ ટ્રોફી જીતવાનું ગૌરવ પણ મેળવ્યું હતું.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Ambati rayudu, Suresh raina

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन