ઈજા પર જોન્ટી રોડ્સે પૂછી તબિયત, સુરેશ રૈનાએ આપ્યો ભાવુક જવાબ

News18 Gujarati
Updated: April 19, 2018, 4:41 PM IST
ઈજા પર જોન્ટી રોડ્સે પૂછી તબિયત, સુરેશ રૈનાએ આપ્યો ભાવુક જવાબ

  • Share this:
ઈજાના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્રથમ વખત દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈના મેચ મિસ કરી રહ્યો છે. દક્ષિણ આફ્રિકનો પૂર્વ ખેલાડી જોન્ટી રોડ્સે ટ્વિટર પર રૈનાની તબિયત પૂછી છે.

જોન્ટી રોડ્સે ટ્વિટ કરતાં સુરેશ રૈના ઝડપી ફિટ થઈ જાય તેવી આશા વ્યક્ત કરી છે. રોડ્સે ટ્વિટ કરતાં લખ્યું- આશા છે કે, તમારી ઈજામાં કંઈક સુધાર થયો હશે નાના ભાઈ. તમને મેદાન પર જોવા માટે આતુર છું.

જોન્ટી રોડ્સની આ ટ્વિટ પર સુરૈશ રૈનાએ જવાબ આપતા ખુબ જ ઈમોશનલ ટ્વિટ કરતાં કહ્યું, હા ભાઈ પહેલા કરતાં ખુબ જ સારૂ અનુભવી રહ્યો છું. આજ પ્રેક્ટિસ કરવાનું વિચારી રહ્યો છું. તમને આઈપીએલમાં મિસ કરી રહ્યો છું. તમને જણાવી દઈએ કે, સુરૈશ રૈનાના પગના સ્નાયુ ખેંચાઈ જવાના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી બહાર ચાલી રહ્યો છે. આ વચ્ચે તેની ગેરહાજરીમાં કિંગ્સ ઈલેવન પંજાબ વિરૂદ્ધ ઉતરેલ ચેન્નાઈની ટીમને ટૂર્નામેન્ટની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો.


રૈનાને કોલકાતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ 10 એપ્રિલે રમાયેલ મેચમાં સુનિલ નારનના બોલ પર એક રન લેતી વખતે પગના સ્નાયુઓ ખેંચાયા હતા. જણાવી દઈએ કે, સીએસકે 20 એપ્રિલે પુણેમાં રાજસ્થા રોયલ્સ વિરૂદ્ધ મેચ રમશે.

આના પહેલા કેદાર જાધવ પણ ઘૂંટણની ઈજાના કારણે ટીમથી બહાર થઈ ગયો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ અને ભારતના ઓપનર બેટ્સમેન મુરલી વિજય પણ પૂરી રીતે ફિટ નથી. ખેલાડીઓ સતત ઈજાગ્રસ્ત થતાં ધોનીની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને રૈનાની ઈજાના કારણે ટીમથી બહાર જવું સીએસકેને સૌથી મોટો ફટકો લાગ્યો છે.
First published: April 19, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading