ટી-20માં સુરૈશ રૈનાના કારણે મળે છે બોલરોને 5 વિકેટ!

 • Share this:
  સાઉથ આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે શાનદાર પ્રદર્શન કર્યું. ભુવીએ 4 ઓવરમાં 24 રન આપીને 5 વિકેટ ઝડપી અને ભારતનો બીજો બોલર બની ગયો છે જેના નામે ટી20માં ફાઈવ વિકેટ હોલ છે. ભુવીથી પહેલા પાછલા વર્ષે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ યૂઝવેન્દ્ર ચહલે પણ 6 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. તે મેચમાં ચહલે 25 રન આપીને 6 વિકેટ પોતાના નામે કર્યા હતા. હેરાન કરે તે વાત તે છે કે, આ બંને બોલરોને સુરેશ રૈનાના કારણે જ 5 વિકેટ મળી છે.

  સુરેશ રૈનાના 5 વિકેટ કનેક્શન !

  સુરેશ રૈનાએ જ્હોનિસબર્ગ ટી20માં ટીમ ઈન્ડિયામાં એક વર્ષ બાદ વાપસી કરી. આ મેચમાં રેનાએ 15 રનોની ઈનિંગ રમી અને સાથે બે મહત્વપૂર્ણ કેચ પકડ્યા. રેનાએ બીજો કેચ ભુવનેશ્વર કુમારની બોલ પર ક્રિસ મોરિસનો પકડ્યો તે ભુવીની પાંચમી વિકેટ હતી. મહત્વપૂર્ણ વાત તે છે કે, રેના એક વર્ષ પહેલા અંતિમ ટી-20 મેચ રમ્યો હતો તે મેચમાં યૂઝવેન્દ્ર ચહલે 5 વિકેટનો હોલ લીધો હતો. યૂઝવેન્દ્રએ જે પાંચમી વિકેટ ઝડપી હતી તે કેચ પણ રૈનાએ જ પકડ્યો હતો. આમ રેના યૂઝવેન્દ્ર અને ભુવી બંનેના પાંચ વિકેટ હોલનો ભાગ રહ્યો.

  સુરેશ રૈનાએ પહેલી ટી-20માં નાની પણ આક્રમક ઈનિંગ રમી. રેનાએ 7 બોલમાં 15 રન બનાવ્યા. આમાં રેનાએ એક સિક્સ અને બે ફોર ફટકારી હતી. રેના ભલે મોટી ઈનિંગ રમી શક્યો નહી પરંતુ તેની આક્રમક રમત પરથી લાગે છે કે, તે સારા ફોર્મમાં છે. આવનાર બે ટી-20 મેચોમાં સારા એવા રન ફટકારી શકે છે.
  Published by:Mujahid Tunvar
  First published: