સાઉથ આફ્રિકા સામે ટી-20 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રૈનાની વાપસી

News18 Gujarati
Updated: January 28, 2018, 12:22 PM IST
સાઉથ આફ્રિકા સામે ટી-20 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રૈનાની વાપસી
ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી-20 અને 6 વનડે રમશે. ટેસ્ટ શ્રેણીમાં આફ્રિકાએ ભારતને 2-1થી રહાવી દીધું છે

ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી-20 અને 6 વનડે રમશે. ટેસ્ટ શ્રેણીમાં આફ્રિકાએ ભારતને 2-1થી રહાવી દીધું છે

  • Share this:
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટી-20 મેચોની સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. દિગ્ગજ ક્રિકેટર રૈનાની વાપસી થઈ છે. રેના લાંબા સમયથી ટીમથી બહાર ચાલી રહ્યો હતો.
હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટી-20માં તેને વિસ્ફોટક ઈનિંગ રમીને પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. તે ઉપરાંત ટીમમાં બીજો મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા નથી.

ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી-20 અને 6 વનડે રમશે. ટેસ્ટ શ્રેણીમાં આફ્રિકાએ ભારતને 2-1થી રહાવી દીધું છે. જોકે ટીમ ઈન્ડિયાએ જ્હોનિસ બર્ગની અંતિમ ટેસ્ટમાં આફ્રિકાને માત આપી હતી. ભારતની જીતમાં બોલર્સે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. અંતિમ મેચ પોતાના બોલર્સના દમ પર ભારતે આફ્રિકાને 63 રનથી હરાવી દીધી હતી.

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, સુરેશ રેના, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મનીષ પાંડે, અક્ષર પટેલ, યુઝવન્દ્રે ચહલ, કુળદીપ યાદવ,  ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બૂમરાહ, જયદેવ ઉન્ડકડ, શાર્દૂલ ઠાકૂર
First published: January 28, 2018, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading