ક્રિકેટર હરભજન સિંહની પ્રથમ ફિલ્મ ફ્રેન્ડશિપનું ટીઝર થયું રિલીઝ

ક્રિકેટર હરભજન સિંહની પ્રથમ ફિલ્મ ફ્રેન્ડશિપનું ટીઝર થયું રિલીઝ (photo - Harbhajan Singh instagram)

ક્રિકેટર હરભજન સિંહ હવે મોટા પડદે અભિનય કરતો નજરે પડશે

 • Share this:
  મુંબઈ : ક્રિકેટર હરભજન સિંહ હવે મોટા પડદે અભિનય કરતો નજરે પડશે. તેની પ્રથમ તમિલ ફિલ્મ ફ્રેન્ડશિપનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. હરભજને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મનું ત્રણ ભાષા તમિલ, તેલુગુ અને હિન્દીમાં ટીઝર શેર કર્યું છે. હરભજન રોમેન્ટિક-સ્પોર્ટ્સ ફિલ્મથી તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

  સુરેશ રૈનાએ પણ સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. સાથે જ તેણે હરભજન સિંહને શુભકામનાઓ પણ પાઠવી છે. એક્ટર અને હરભજનની પત્ની ગીતા બસરાએ પણ સોશિયલ મીડિયા પર હરભજનની ફિલ્મનું ટીઝર શેર કર્યું છે.

  આ પણ વાંચો - આ અમદાવાદીના અથાક પ્રયત્નને કારણે મોટેરા સ્ટેડિયમ માત્ર 8 મહિના 13 દિવસમાં તૈયાર થયું હતું

  ગીતા બસરાએ ટીઝર શેર કરવાની સાથે લખ્યું છે કે દરેકને હીરો બનવું છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તને આ રીતે જોઈ શકીશ.  હરભજનની આ ફિલ્મનું નિર્દેશન જોન પૉલ રાજ અને શામ સૂર્યાએ કર્યું છે. ફિલ્મમાં હરભજન સહીત પ્રખ્યાત એક્ટર અર્જુન, લોસલિયા મારિયાનેસન અને સતીશ પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ ગત વર્ષે 7 ઓગસ્ટ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના મહામારીના કારણે આ ફિલ્મની રિલીઝ ટાળવી પડી હતી.
  Published by:Ashish Goyal
  First published: