Home /News /sport /Suresh Raina Controversy : જાતિવાદના દૂષણ સામે લડનાર દેશના પ્રથમ દલિત ક્રિકેટરને ઓળખો છો?

Suresh Raina Controversy : જાતિવાદના દૂષણ સામે લડનાર દેશના પ્રથમ દલિત ક્રિકેટરને ઓળખો છો?

Suresh Raina Controversy: જાતિવાદના દુષણ સામે લડનાર દેશના પ્રથમ દલિત ક્રિકેટરને ઓળખો છો? (Pic Credit: Wikpedia)

Suresh Raina Controversy- સુરેશ રૈનાએ કહ્યું હતું કે બ્રાહ્મણ હોવાના કારણે તેના માટે ચેન્નાઇ (Chennai)ની સંસ્કૃતિ સ્વીકારવી સરળ છ, આ નિવેદનથી વિવાદ થયો છે

  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સુરેશ રૈના (Suresh Raina)ના નિવેદનના કારણે જ્ઞાતિ જાતિનો વિવાદ ફરીથી સળગ્યો છે. રૈનાનું કહેવું છે કે, બ્રાહ્મણ હોવાના કારણે તેની માટે ચેન્નાઇ (Chennai)ની સંસ્કૃતિ સ્વીકારવી સરળ છે. તેમના નિવેદનથી મામલો બીચકયો છે, ત્યારે આજે જ્ઞાતિ (Caste) જાતિની સીમાઓ ઓળંગીને ક્રિકેટ (Cricket)ના મેદાનમાં રાજ કરનાર દેશના પ્રથમ દલિત ક્રિકેટર (Dalit Cricketer)ની યાદ તાજા થઈ ગઈ છે.

  આ વાત 19મી સદીની છે. તે સમયે જાતિવાદ ચરમ પર હતો. દેશમાં બ્રિટિશ શાસન હતું અને સમાજ જાતિગત ભેદભાવથી પીડાયેલો હતો. આ દરમિયાન પૂના ક્લબમાં ક્રિકેટ રમાતી હતી, પરંતુ તેમાં માત્ર બ્રિટીશ ક્રિકેટરો જ રમતા હતા. તે સમયે 1892માં પલવનકર બાલુ (Palwankar Baloo) નામના વ્યક્તિને દર મહિને રૂ. 4ના પગારે પુના ક્લબમાં નોકરી મળી હતી. બાલુને પ્રેક્ટિસ માટેની નેટ અને પીચના મેન્ટેનન્સની જવાબદારી આપવામાં આવી હતી. તેઓ જેમ જેમ કામ કરતા ગયા, તેમ તેમ અંગ્રેજોને તેની ક્રિકેટની પ્રતિભા અંગે ખ્યાલ આવવા લાગ્યો હતો.

  બાલુની પ્રતિભા ઓળખી ગયેલા અંગ્રેજોએ તેને ક્રિકેટ રમાડવાનું નક્કી કર્યું હતું. પરંતુ બેટિંગ ક્લબ માત્ર બ્રિટિશ ખેલાડીઓ માટે જ અનામત હતી. જેથી બાલુને માત્ર બોલિંગ કરવાની તક મળી હતી. જે તેમણે ઝડપી લીધી હતી. પૂના ક્લબમાં કલાકો સુધી પ્રેક્ટિસ કરી તેઓ ખૂબ સારા બોલર બન્યા હતા. તેમણે સ્પિન બોલિંગમાં આગવી ટેકનિક વિકસાવી હતી.

  આ પણ વાંચો - OMG! હરિયાણામાં જમીન ફાડીને 10 ફૂટ ઉપર આવી માટી, જાણો કેવી રીતે બની આ ઘટના

  બ્રિટિશ કાળમાં હિન્દૂ, મુસ્લિમ અને પારસી વગેરે ધર્મના નામ પર ક્રિકેટ ક્લબ અસ્તિત્વમાં હતા. તે સમયે પૂનામાં હિંદુઓએ નવું ક્લબ સ્થાપ્યું હતું અને યુરોપિયન ક્લબને હરાવવા તેમને બાલુની જરૂર હતી. જોકે તેઓ દલિત હોવાના કારણે તેમને ટીમમાં રાખવા કે નહીં તેવો પ્રશ્ન ઉભો થયો હતો. વિચારણાને અંતે બાલુને પૂણે ક્લબમાં તક અપાઈ હતી. બાલુ વિશ્વાસ પર ખરા ઉતાર્યા હતા અને ક્લબે બાલુની જોરદાર બોલિંગના કારણે મોટાભાગની મેચ જીતી લીધી હતી.

  અલબત્ત ત્યારબાદ પણ બાલુને જાતિની સરહદો નડી હતી. તેઓ અલગ ગ્લાસથી ચા પીતા હતા. તેમના માટે જમવાની થાળી પણ અલગ હતી. તેઓ મેદાનમાં ક્રિકેટ તો રમ્યા, છતાં બાલુને મેદાન બહાર ઘણું સહન કરવું પડ્યું હતું.

  આ દરમિયાન 1896માં પૂનામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. ત્યારે મુંબઈમાં ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો હતો. બાલુ પણ નોકરીની શોધમાં મુંબઈમાં આવ્યા હતા અને તેમને નવી બનેલી હિન્દુ જીમખાના ટીમમાં સ્થાન મળ્યું હતું. 1906માં બાલુની બોલિંગના સહારે હિન્દુ ટીમે બ્રિટિશ ટીમને હરાવી હતી. તે દિવસોમાં સ્વતંત્રતા સંગ્રામ ચાલી રહ્યો હતો. જેથી આ વિજય ભારતીયો માટે વરદાન સમાન હતો. પરિણામે ખેલાડીઓ વચ્ચે જાતિવાદની દીવાલ પડી ભાંગી હતી.

  ભારતીય ટીમે પ્રથમ વખત 1911માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. તે ટીમમાં પણ બાલુનો સમાવેશ કરાયો હતો. આ ટૂરમાં ટીમ હારી ગઈ હતી, પરંતુ બાલુનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. જેથી ઈંગ્લિશ કાઉન્ટી ટીમે બાલુને તેમના તરફથી રમવા ઓફર કરી હતી. પરંતુ બાલુએ આ ઓફર ફગાવી ભારત તરફથી રમવાનું નક્કી કર્યું હતું.

  ઉલ્લેખનીય છે કે, લોકમાન્ય તિલક અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાન આગેવાનોએ પણ બાલુના ક્રિકેટ કૌશલ્યને બિરદાવ્યું હતું. બાલુના નાના ભાઈ પણ હિન્દુ ક્લબમાં ક્રિકેટ રમ્યા હતા.
  " isDesktop="true" id="1117226" >

  બાલુ ખૂબ પ્રતિભાશાળી ક્રિકેટર હતા, છતાં તેમને સુકાનીપદથી વંચિત રખાયા હતા. તેઓ દલિત હોવાના કારણે આવું થયું હતું અને ક્યારેય ટીમનું નેતૃત્વ કરવાની તક મળી નહોતી. પરંતુ તેઓ દલિત સમુદાય તરફથી દેશ માટે ક્રિકેટ રમનાર પ્રથન ક્રિકેટર બની ગયા હતા.
  First published:

  Tags: Caste, Indian Dalit Cricketer, Palwankar Baloo, Suresh raina, Suresh Raina Controversy, ક્રિકેટર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો