એમએસ ધોનીની નિવૃત્તિ મુદ્દે રૈનાએ આપ્યું મોટું નિવેદન

એમએસ ધોનીની નિવૃત્તિ મુદ્દે રૈનાએ આપ્યું મોટું નિવેદન

ધોની ફિટ જોવા મળી રહ્યો છે અને સખત મહેનત કરી રહ્યો છે

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina)ફરી ટીમ ઇન્ડિયા(Team India)માં આવવાની તૈયારીમાં લાગી ગયો છે. તે હાલ ઘૂંટણની સર્જરીથી બહાર આવી રહ્યો છે. તેનું માનવું છે કે એમએસ ધોની (MS Dhoni)હજુ પણ ટીમ ઇન્ડિયામાં મદદગાર બની શકે છે. એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં રૈનાએ કહ્યું હતું કે ભારતીય ટીમને હજુ તેની જરુર છે પણ જોવું પડશે કે વિરાટ કોહલી તેના વિશે શું નિર્ણય કરે છે. ઉલ્લેખનીય છે કે ધોની ઘણા મહિનાથી ભારતીય ક્રિકેટ ટીમ સાથે નથી. ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ધોની હજુ પણ ટી-20 વર્લ્ડ કપ રમી શકે છે.

  રેનાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ધોની સંભવત માર્ચના પ્રથમ સપ્તાહમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની તૈયારી માટે ચેન્નાઈ આવશે. હાલ તેને પરિવાર સાથે આટલો સમય પસાર કરતા જોઈને સારું લાગે છે. જો તે રમત છોડશે તો તે શોર-શરાબા કર્યા વગર જતો રહેશે. હું તેને રમતો જોવા માંગું છું. તે ફિટ જોવા મળી રહ્યો છે અને સખત મહેનત કરી રહ્યો છે. મને હજુ પણ લાગે છે કે ભારતીય ટીમને તેની જરુર છે પણ તે વિરાટનો નિર્ણય હશે કે આગળ શું થાય છે.

  આ પણ વાંચો - 100 વર્ષના થયા આ ભારતીય ક્રિકેટર, કેક લઈને પહોંચ્યા સચિન અને સ્ટિવ વો

  રૈનાએ ભારતીય ટીમામં પોતાની વાપસી વિશે કહ્યું હતું કે આઈપીએલમાં સારું પ્રદર્શન કરવાથી તેને ટીમ ઇન્ડિયામાં ફરીથી રમવામાં મદદ મળી શકે છે. જો મારે રમવું હશે તો પ્રદર્શન કરવું પડશે. વિશેષ રુપથી જ્યારે તમે ટી-20 વર્લ્ડ કપની વાત કરી રહ્યા છો તો ટીમમાં આવવા માટે આઈપીએલ સારો મંચ છે. બધાને ખબર છે કે હું કેવા પ્રકારનો ખેલાડી છું.

  રૈનાએ કહ્યું હતું કે હજુ તેનામાં ઘણું ક્રિકેટ બાકી છે પણ તે આ વિશે વધારે વિચાર કરી રહ્યો નથી. મેં હજુ સુધી કોઈ લક્ષ્ય નક્કી કર્યો નથી. જો હું આઈપીએલમાં સારું કરીશ તો આ વિશે વિચાર કરીશ કે હું કઈ તરફ આગળ વધી રહ્યો છું. ટી-20 વર્લ્ડ કપમાં મારી આશા આઈપીએલનાં પ્રદર્શન પર ટકેલી છે.
  Published by:Ashish Goyal
  First published: