FIFAમાં અંધવિશ્વાસઃ વાદળી અંડરવેરને, ડાબી બાજુ બનેલા ટોઇલેટને માને છે લકી

FIFAમાં અંધવિશ્વાસઃ વાદળી અંડરવેરને, ડાબી બાજુ બનેલા ટોઇલેટને માને છે લકી
ફાઇલ તસવીર

ફૂટબોલ મહાકુંભ ફિફા વર્લ્ડકપનો રોમાંચ દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે ફિફા વર્લ્ડકપમાં અંધશ્રદ્ધા પણ ઘર કરી રહ્યું છે.

  • Share this:
    ફૂટબોલ મહાકુંભ ફિફા વર્લ્ડકપનો રોમાંચ દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે ફિફા વર્લ્ડકપમાં અંધશ્રદ્ધા પણ ઘર કરી રહ્યું છે. વિશ્વકપમાં ફૂટબોલરોના અનોખી અંધશ્રદ્ધા આપણને હેરાન કરે આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, કોઇ લકી અંડરવેર પહેરીને સફળ રહેવા માંગે છે તો કોઇ ડાયટિંગ અને વર્સિશ રહીને સફળ થવા માંગે છે.

    ખેલાડીઓ અને કોચોમાં અંધવિશ્વાસની એવી સ્થિતિ છે કે તેઓ સફળ થવા માટે દરેક પ્રકારના ટૂચકા અજમાવવા માંગે છે. કોલંબિયાના ગોલકિપર રેને હિગુઇટાનું નામવું છે કે વાદળી અંડરવેર પહેરવાથી તેને સફળતા મળે છે. જ્યારે જર્મન સ્ટ્રાઇકર મારિયો ગોમેજ મેચ પહેલા એકદમ ડાબી બાજુ બનેલા ટોઇલેટનો ઉપયોગ કરે છે.



    ગોમેજના સાથે ખેલાડીઓ જુલિયન ડ્રાક્સલેર મોટી મેચ પહેલા પરફ્યુમ લગાવે છે. રમતના મનોવૈજ્ઞાનિક ડાન અબ્રાહમ્સે કહ્યું કે, દરેક ખેલાડી મેચથી પહેલા કોઇ નિયમ રાખે છે. સામાન્ય રીતે તેનું પ્રદર્શન સાથે કોઇજ લેવાદેવા નથી હોતું પરંતુ ખેલાડીઓને એવું લાગે છે.

    ઈંગ્લેન્ડના ફિલ જોસ જેવા કેટલાક ખેલાડીઓ સફેદ લાઇન ઉપર ચાલવું પસંદ કરતા નથી. જ્યારે બ્રાઝિલના ડિફેન્ડર માર્શેલો હંમેશા પિચ ઉપર પહેલા જમણો પગ રાખે છે. મોરક્કોમોરક્કોના હર્વ રેનાર્ડ સફેદ બુસર્ટ પહેરે છે. જેનાથી તેમને આફ્રિકી કપ ઓફ નેશંસમાં સફળતા મળી પરંતુ કપમાં નહીં.

    ફ્રાન્સની 1998 વર્લ્ડકપ ટીમમાં ખેલાડી મેચ પહેલા ગોલકિપરના ટકલા માથા ઉપર હાથ ફેરવતા હતા. ડિફેન્ડર લારેંટ બ્લાંક દરેક મેચ પહેલા બાર્થેઝના માથા ઉપર ચૂંબન કરતા હતા.
    Published by:News18 Gujarati
    First published:June 23, 2018, 14:28 IST

    ટૉપ ન્યૂઝ