મહિલા ટી-20 ચેલેન્જ : સુપરનોવાએ ટ્રેલબ્લેઝર્સને 3 વિકેટે આપી માત

News18 Gujarati
Updated: May 22, 2018, 6:08 PM IST
મહિલા ટી-20 ચેલેન્જ : સુપરનોવાએ ટ્રેલબ્લેઝર્સને 3 વિકેટે આપી માત

  • Share this:
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મહિલા ટી-20 ચેલેન્જ પ્રદર્શની મેચમાં હરમનપ્રીતની કેપ્ટનસીવાળી સુપનોવાએ સ્મૃતિ મંધાનાની કેપ્ટનસીવાળી ટ્રેલબ્લેજર્સને રોમાંચક મુકાબલામાં ત્રણ વિકેટ માત આપી. સુપરનોવાજએ પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને 126 રન બનાવ્યા હતા. સુપરનોવાજે આ ટાર્ગેટને મેચની અંતિમ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને મેળવ્યો હતો.

સુપરનોવાજ માટે ડેનિયલ વોટે સૌથી વધારે 24 રન બનાવ્યા. મિતાલી રાજે 22 રનની ઈનિંગ રમી. હરમનપ્રીત 21 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટ્રેલબ્લેઝર્સની તરફથી પૂનમ યાદવ અને સુઝી બેટ્સે બે-બે વિકેટ ઝડપી હતી. ઝૂલન ગૌસ્વામી અને એકતા વિષ્ટે એક-એક સફલતા મેળવી હતી.

ટ્રેલબ્લેઝર્સની તરફથી ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સે 37 બોલમાં 4 ફોરની મદદથી સૌથી વધારે 32 રન બનાવ્યા હતા.

જમિયાસ રોડ્રિગેજે 23 બોલમાં ત્રણ ફોરની મદદથી 23 બોલમાં 25 રનની ઈનિંગ રમી હતી. દિપ્તી શર્માએ 22 બોલમાં 21 રન બનાવ્યા. કેપ્ટન સ્મૃતિ મંધાના અને શિખા પાંડે માત્ર 14-14 રનનો જ યોગદાન આપી શકી હતી. સુપરનોવા તરફથી મેગન શટ અને એલિસા પેરીએ બે-બે વિકેટ ઝડપી હતી. અનુઝા પાટિલ અને રાજેશ્વરી ગાયકવાડને એક-એક સફળતા મળી હતી.
First published: May 22, 2018
વધુ વાંચો
अगली ख़बर