પહેલા જ બોલે આ બાળકે સૌથી 'મજબૂત' ખેલાડીને કર્યો આઉટ, જુઓ Video

News18 Gujarati
Updated: August 18, 2019, 9:06 AM IST
પહેલા જ બોલે આ બાળકે સૌથી 'મજબૂત' ખેલાડીને કર્યો આઉટ, જુઓ Video
આ બાળકે જ્યોફ્રે બૉયકૉટને પહેલા જ બોલ પર કેચ આઉટ કરાવી દીધા.

આ બાળકે જ્યોફ્રે બૉયકૉટને પહેલા જ બોલ પર કેચ આઉટ કરાવી દીધા

  • Share this:
ક્રિકેટના મક્કા કહેવાતા ક્રિકેટ મેદાન લોર્ડ્સ પર ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે એશિઝ સીરીઝની બીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચમાં વિકેટનો વરસાદ થતો રહે છે. પહેલા ઓસ્ટ્રેલિયાના બોલરોએ ઈંગ્લેન્ડની ઇનિંગ 258 રને સમેટી લીધી અને હવે ઓસ્ટ્રેલિયા પણ 102 રને પાંચ વિકેટ ગુમાવી ચૂક્યું છે. વિકેટ પડવાનું સતત ચાલુ જ છે.

જ્યાં મેદાનની અંદર વિકેટો પર વિકેટો પડી રહી છે તો મેદાનની બહાર એક બાળકે મજબૂત અને દિગ્ગજ બેટ્સમેનને પહેલા જ બોલે આઉટ કરી દીધા. જેનો વીડિયો આઈસીસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ બાળકની બોલિંગ અને તે બોલ પર એક હાથે પકડેલા કેચના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો, ધોની ટ્રેનિંગ પૂરી કરી પરત ફર્યો, પિતાને જોતા જ ભાવુક બની પુત્રી ઝીવાલોર્ડ્સની બહાર દિગ્ગજ બેટ્સમેન જ્યોફ્રે બૉયકૉટની પ્રતિમા બેટિંગ કરતી પોજિશનમાં મૂકવામાં આવી છે. ઈંગ્લેન્ડના આ બાળકે જોરદાર બોલિંગ કરી અને મૂર્તિના બેટની વચ્ચે જ બોલ નાખ્યો અને બોલ શોર્ટ પર ઊભેલા વ્યક્તિના હાથમાં ઝડપાયો, જેણે માત્ર એક હાથે કેચ પકડી લીધો.

પહેલી ટેસ્ટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડની નજર બીજી ટેસ્ટ પર છે. જોકે, મેચ બીજી દિશામાં જતી દેખાઈ રહી છે. વરસાદથી પ્રભાવિત મેચમાં ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 258 રને જ સમેટાઈ ગઈ. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન બર્ન્સે કર્યા.

આ પણ વાંચો, હાર્દિક પંડ્યાએ ધોની-કોહલી કરતા મોંઘી કાર ખરીદી, જાણો કિંમત
First published: August 18, 2019, 9:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading