LIVE NOW

હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને નવ વિકેટે આપી માત, શિખરના શાનદાર 77*

gujarati.news18.com | April 10, 2018, 8:22 AM IST
facebook Twitter Linkedin
Last Updated April 10, 2018
auto-refresh

Highlights

Load More
હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થયેલા મુકાબલામાં હૈદરાબાદે 09 વિકેટે જીત મેળવી લીધી હતી.  હૈદરાબાદ તરફથી શિખર ધવને શાનદાર બેટિંગ કરતાં 77 રનની ઈનિંગ રમી હતી.

હૈદરાબાદે ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. રાજસ્થાન પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 125 રન જ બનાવી શક્યું  હતું. રાજસ્થાન તરફથી એકમાત્ર સંજુ સેમસંને 49 રનની ઈનિંગ રમી હતી, તે સિવાય અન્ય એકપણ ખેલાડી 20 રનના સ્કોરથી ઉપર પણ જઈ શક્યો નહતો.

હૈદરાબાદે 125 રનના ટાર્ગેટનો પીછો કરતાં 15.5 ઓવરમાં જ પડકારને મેળવી લીધો હતો.  હૈદરાબાદ તરફથી શિખર ધવને વિનિંગ ઈનિંગ રમી, તેને 13 ફોર અને એક સિક્સ સાથે 57 બોલમાં  અણનમ 77 રન ફટકાર્યા. તે ઉપરાંત કેન વિલિયમ્સને સારી રીતે વિકેટ સાચવીને શિખર ધવનનો સાથ આપતા 36 રનની કેપ્ટન ઈનિંગ રમી હતી.  રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ધવન કૂલકર્ણીની પહેલી જ ઓવરમાં શિખર ધવનો એકદમ સરળ કેચ ડ્રોપ કરી દીધો હતો, જે તેમને ખુબ જ ભારે પડ્યો. શિખરે મળેલા જીવનદાનનો ખુબ જ ફાયદો ઉઠાવ્યો અને ટીમને જીતાડીને જ મેદાનથી બહાર નિકળ્યો

હૈદરાબાદ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કરી રહેલ સિદ્ધાર્થ કૌલે શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં માત્ર 17 રન આપીને બે વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે શાકિબ અલ હસને 23 રન આપીને બે વિકેટ પોતાના નામે કરી હતી. તે ઉપરાંત રાશીદ ખાન, બિલી અને ભવીને એક-એક વિકેટ મળી હતી.

રાજસ્થાન હૈદરાબાદની માત્ર એક વિકેટ જ નિકાળી શકી હતી. હૈદરાબાદ તરફથી રિદ્ધિમાન સાહા માત્ર 05 રન બનાવીને આઉટ થયો હતો.

ઈન્ડિયન પ્રીમીયર લીગની 11મી સિઝનમાં પોતાના પ્રથમ મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન ટકરાશે. હૈદરાબાદે ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સને બેટિંગનું આમંત્રણ આપી દીધું છે. હૈદરાબાદ પોતાના નવા કેપ્ટન કેન વિલિયમ્સનની કેપ્ટનસીમાં અજિંક્ય રહાણેની રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે.

રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ પોતાના ઘરે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મુકાબલો રમશે. રહાણેને આ વખતે રાજસ્થાન રોયલ્સની કેપ્ટનસીની જવાબદારી આપવામાં આવી છે.

જોકે, હૈદરાબાદ અને રાજસ્થાનને બંને ટીમોને લીગની શરૂઆતમાં મોટો ફટકો લાગી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નર અને પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પર બોલ ટેમ્પરિંગ કેસમાં એક વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

બંને ટીમો આ રીતે છે

સનરાઈઝર્સ હૈદરાબાદ : શિખર ધવન, કેન વિલિયમ્સન (કેપ્ટન), મનીષ પાંડે, દીપક હુડા, યુસુફ પઠાણ, શાકીબ અલ હસન, રિધિમાન સાહા (વિકેટકિપર), રશીદ ખાન, ભુવનેશ્ર્વર કુમાર, બિલી સ્ટેન્લે, સિદ્ધાર્થ કૌલ.

રાજસ્થાન રોયલ્સ: અજિંક્યા રહાણે (કેપ્ટન), ડી અર્સી શોર્ટ, સંજુ સેમસન, બેન સ્ટોક્સ, રાહુલ ત્રિપાઠી, જોસ બટ્ટલર (વિકેટકિપર), ક્રિષ્નાપ્પા ગોથમ, શ્રેયસ ગોપાલ, ધવલ કુલકર્ણી, જયદેવ ઉનાડકટ, બેન લોફલિન

 
corona virus btn
corona virus btn
Loading