SRH vs PBKS IPL 2021: 125 રન કર્યા છતા છેલ્લી ઓવરમાં પંજાબની જીત, હૈદરાબાદને આપી 5 રને માત

હૈદરાબાદે પ્રથમ ટોસ જીતીને પંજાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. તસવીર- iplt20.com

Sunrisers Hyderabad vs Punjab Kings Live Cricket Score: IPLની 37 મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH vs PBKS) વચ્ચે રમાઇ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને શારજાહમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: આઈપીએલ 2021માં પંજાબ કિંગ્સે (Punjab Kings) તેમની પ્લેઓફની આશા જીવંત રાખી છે. ટીમે લીગની પોતાની 10મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 5 રનથી હરાવી હતી. ટીમની આ સિઝનની ચોથી જીત છે. પહેલા બેટિંગ કરતા પંજાબે 7 વિકેટે 125 રન બનાવ્યા હતા. પરંતુ બોલરોના તરખાટથી ટીમે હૈદરાબાદને માત્ર 120 રનમાં રોકી દીધું હતું. હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર છે. હૈદરાબાદને છેલ્લી ઓવરમાં 17 રન બનાવવાના હતા. પરંતુ ટીમ માત્ર 11 રન જ બનાવી શકી હતી. પંજાબ પોઇન્ટ ટેબલમાં 7 થી 5 માં સ્થાને આવી ગયું છે.

    Sunrisers Hyderabad vs Punjab Kings Live Cricket Score Update

    • છેલ્લી ઓવરમાં 6 બોલમાં 16રન કરવાના હતા જેમાં હૈદરાબાદ 11 રન કરી શકી અને અંતે હૈદરાબાદની હાર થઈ હતી.

    • 18મી ઓવરમાં રાશિદ ખાન પણ આઉટ થયો.

    • 16મી ઓવરના પ્રથમ બોલ પર રિદ્ધિમાન શાહ પણ આઉટ થયો હતો.

    • 13મી ઓવરમાં અબ્દુલ સમાદ પણ આઉટ થયો

    • 12મી ઓવરના બીજા બોલ પર કેદાર જાદવ પણ 12 રન કરીને રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો.

    • 8મી ઓવરમાં મનીષ પાંડે 13 રન રીને રવિ બિશ્નોઈનો શિકાર થયો હતો.

    • પ્રથમ ઓવરમાં વોર્નર અને બીજી ઓવરમાં વિલિયમસન આઉટ થતા પંજાબની જોરદાસ શરૂઆત થઈ હતી.

    • 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 125 રન કર્યા હતા અને પંજાબને જીત માટે 125 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    • 15મી ઓવરના ચોથા બોલ પર દિપક હુડ્ડા પણ 13 રન કરીને આઉટ થયો હતો.

    • 14મી ઓવરના ચોથા બોલ પર એડમ માર્કસ 27 રન કરીને આઉટ થયો હતો.

    • 11મી ઓવરના ચોથા બોલ પર નિકોલસ પુરન પણ  સંદિપ શર્માનો શિકાર થયો અને ટીમનો સ્કોર 66/4 હતો

    • 10મી ઓવરમા ક્રિસ ગેલ પણ 14 રન કરીને રાશિદ ખાનનો શિકાર બન્યો ત્યારે ટીમનો સ્કોર 57/3 હતો.

    • 4થી ઓવરના  પાંચમાં બોલ પર મયંક અગ્રવાલ પણ 5 રન કરીને જેસન હોલ્ડરનો શિકાર બવ્યો હતો.

    • 4થી ઓવરના પ્રથમ બોલ પર પંજાબની ટીમનો કેપ્ટન કેએલ રાહુલ 21 રન કરીને જેસન હોલ્ડરનો શિકાર થયો હતો. તે સમયે ટીમનો 4 ઓવરમાં સ્કોર 26/1 હતો.

    • કે.એલ રાહુલ અને મયંક અગ્રવાલે શરૂ કરી પંજાબી ઈનિંગ

    • હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને પંજાબને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.


    પંજાબ કિંગ્સ ટીમમાં સ્થિરતાનો અભાવ છે. તેણે સતત કેપ્ટન અને કોચ બદલ્યા છે અને હવે તેમનું વલણ પણ ટીમના કિસ્સાઓ જેવું થઈ ગયું છે. તેની પાસે કેએલ રાહુલ અને મયંક અગ્રવાલમાં આઈપીએલની શ્રેષ્ઠ ઓપનિંગ જોડી છે. છેલ્લી મેચમાં પણ બંનેએ પ્રથમ વિકેટ માટે 11.5 ઓવરમાં 120 રન ઉમેર્યા કર્યા હતા, પરંતુ બંનેમાંથી એક પણ અંત સુધી રમી શક્યો ન હતા. ક્રિસ ગેલ 41 વર્ષની ઉંમરે પણ જોરદાર બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તેને છેલ્લી મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. આ મેચમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.

    બંન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન 

    પંજાબ કિંગ્સ Punjab Kings (PBKS) : કેએલ રાહુલ (કેપ્ટન ), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, એડેન માર્કરમ, નિકોલસ પૂરણ, દીપક હુડા, રવિ બિશ્નોઈ, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, નાથન એલિસ

    સનરાઇઝર્સ હૈદરાબાદ Sunrisers Hyderabad (SRH): ડેવિડ વોર્નર, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન (કેપ્ટન), મનીષ પાંડે, કેદાર જાધવ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, રશીદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા અને ખલીલ અહમદ.
    Published by:kuldipsinh barot
    First published: