હૈદરાબાદ હાર્યું, કોલકાતાની 5 વિકેટે શાનદાર જીત

News18 Gujarati
Updated: May 19, 2018, 11:51 PM IST
હૈદરાબાદ હાર્યું, કોલકાતાની 5 વિકેટે શાનદાર જીત

  • Share this:
કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈજર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ સિઝન 11ની 54મી મેચનો મુકાબલો શરૂ થઈ ગયો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ કોલકાતા નાઈટ રાઈડર્સને ફિલ્ડીગ કરવા માટે આમંત્રણ આપ્યું. ત્યારબાદ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 09 વિકેટના નુકશાને 172 રન બનાવી કોલકાતાને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો, જેના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 19.4 ઓવરમાં 05 વિકેટના નુકશાને 173 રન બનાવી શાનદાર પાંચ વિકેટે જીત મેળવી છે.

હૈદરાબાદ - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
- 9મી ઓવરના ચોથા બોલે કુલદીપ યાદવની ઓવરમાં શ્રીવત્સ ગોસ્વામી 26 બોલમાં 35 રન બનાવી આંન્દ્રે રસેલના હાથે કેચ આઉટ થયો

- 13મી ઓવરના પાંચમા બોલે જેવોન સેર્લેસની ઓવરમાં કેન વિલિયમ્સન 17 બોલમાં 36 રન બનાવી આન્દ્રે રસેલના હાથે કેચ આઉટ થયો
- 16મી ઓવરના પ્રથમ બોલે પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં શિખર ધવન 39 બોલમાં 50 રન બનાવી એલબીડબલ્યૂ આઉટ થયો
- 17મી ઓવરના બીજા બોલે સુનિલ નારાયણેની ઓવરમાં યુસુફ પઠાણ 04 બોલમાં 02 રન જ બનાવી રોબિન ઉથપ્પાના હાથે કેચ આઉટ થઈ ગયો- 19મી ઓવરના પ્રથમ બોલે આંદ્રે રસેલની ઓવરમાં કેર્લોસ બ્રેથવૈટ 04 બોલમાં 03 રન બનાવી દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો
- 20મી ઓવરના પ્રથમ બોલે પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં મનિષ પાંડે 22 બોલમાં 25 રન બનાવી રિન્કુ સિંગના હાથે કેચ આઉટ થયો
- 20મી ઓવરના ચોથા બોલે પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં શાકિબ અલ હસન 07 બોલમાં 10 રન બનાવી સુનિલ નારાયમેના હાથે કેચ આઉટ થયો
- 20મી ઓવરના પાંચમા બોલે પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં રાશિદ ખાન 01 બોલમાંએક પણ રન બનાવ્યા વગર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો.
- 20મી ઓવરના છેલ્લા બોલે પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં ભુવનેશ્વર કુમાર 01 બોલમાં એક પણ રન બનાવ્યા વગર રનઆઉટ

કોલકાતા - કોણે કેટલી વિકેટ લીધી
- નિતિશ રાણાએ 01 ઓવરમાં 05 રન આપી એક પણ વિકેટ ન લીધી
- પ્રસિદ્ધ ક્રિષ્નાએ 04 ઓવરમાં 30 રન આપી 04 વિકેટ લીધી
- આન્દ્રે રસેલે 03 ઓવરમાં 31 રન આપી 01 વિકેટ લીધી
- સુનિલ નારાયણે 04 ઓવરમાં 23 રન આપી 01 વિકેટ લીધી
- પિયુષ ચાવલાએ 02 ઓવરમાં 19 રન આપી એક પણ વિકેટ ન લીધી
- કુલદિપ યાદવે 04 ઓવરમાં 35 રન આપી 01 વિકેટ લીધી
- જેવોન સેર્લેસે 02 ઓવરમાં 24 રન આપી 01 વિકેટ લીધી

કોલકાતા - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
- ચોથી ઓવરના પાંચમા બોલે શાકિબ ઉલ હસનની ઓવરમાં સુનિલ નારાયણે 10 બોલમાં 29 રન બનાવી મનિષ પાંડેના હાથે કેચ આઉટ થયો
- 14મી ઓવરના પ્રથમ બોલે સિદ્ધાર્થ કૌલની ઓવરમાં ક્રિશ લેન 43 બોલમાં 55 રન બનાવી મનિ, પાંડેના હાથે કેચ આઉટ થયો
- 17મી ઓવરના ત્રીજા બોલે કેર્લોસ બ્રાથવૈટની ઓવરમાં રોબિન ઉથપ્પા 34 બોલમાં 45 રન બનાવી શ્રીવત્સ ગોસ્વામીના હાથે કેચ આઉટ થયો
- 18મી ઓવરના ચોથા બોલે સિદ્ધાર્થ કૌલની ઓવરમાં આન્દ્રે રસેલ 04 બોલમાં 04 રન બનાવી મનિષ પાંડેના હાથે કેચ આઉટ થયો
- 20મી ઓવરના બીજા બોલે કેર્લોસ બ્રૈથવૈટની ઓવરમાં નીતિશ રાણા 05 બોલમાં 07 રન બનાવી ભુવનેશ્વરકુમારના હાથે કેચ આઉટ થયો

હૈદરાબાદ - કોણે કેટલી વિકેટ લીધી
- ભુવનેશ્વરકુમારે 04 ઓવરમાં 33 રન આપી એક પણ વિકેટ ન લીધી
- સંદિપ શર્માએ 02 ઓવરમાં 30 રન આપી એક પણ વિકેટ ન લીધી
- સિદ્ધાર્થ કૌલે 04 ઓવરમાં 26 રન આપી 02 વિકેટ લીધી
- શાકિબ અલ હસને 03 ઓવરમાં 30 રન આપી 01 વિકેટ લીધી
- રાશિદ ખાને 04 ઓવરમાં 31 રન આપી એક પણ વિકેટ ન લીધી
- કેર્લોસ બ્રૈથવૈટે 2.4 ઓવરમાં 21 રન આપી 02 વિકેટ લીધી

સનરાઈઝર્સ હૈદરાબાદ

એલેક્સ હેલ્સ, શિખર ધવન, કેન વિલિયમ્સન (કેપ્ટન), મનીષ પાંડે, શાકીબ અલ હસન, યુસુફ પઠાણ, રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), ભુવનેશ્વર કુમાર, રશીદ ખાન, સિદ્ધાર્થ કૌલ, સંદીપ શર્મા, મોહમ્મદ સીરાજ

કોલકાતા નાઇટ રાઇડર્સ

ક્રિશ લેન, સુનિલ નરેન, રોબિન ઉથપ્પા, નિતિશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન, વિકેટ કિપર), આન્દ્રે રસેલ, શુભમ ગિલ, શિવમ માવી, ટોમ કોર્રન, પિયુષ ચાવલા, કુલદિપ યાદવ, મિચેલ જોન્સન, રિંકુ સિંહ
First published: May 19, 2018, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading