Home /News /sport /

હૈદરાબાદ રાશીદ ખાનના દમે પહોંચ્યુ ફાઈનલમાં, કોલકાતા IPLમાંથી આઉટ

હૈદરાબાદ રાશીદ ખાનના દમે પહોંચ્યુ ફાઈનલમાં, કોલકાતા IPLમાંથી આઉટ

  આઇપીએલના બીજા ક્વોલીફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકતા નાઇટ રાઇડર્સને 13 રનથી હરાવ્યું. આ મેચની જીત સાથે હૈદરાબાદ બીજી વખત આઇપીએલની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ચેન્નાઇ સુપરકિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા 175 રનના ટાર્ગેટ સામે કોલકતાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ પર 161 રન જ બનાવી શકી હતી. આ મેચમાં રાશિદ ખાને 3 વિકેટ ઝડપી પાડી હતી. આ પહેલા હૈદરાબાદે 20 ઓવમાં 7 વિકેટ પર 174 રન બનાવ્યા હતા. આ મેચમાં કોલકતાએ ટોસ જીતને હૈદરાબાદને બેટિંગ આપી હતી.

  કોલકતાના ઓપનર ક્રિસ લિન આઇપીએલની આ સીઝનમાં તેની ચોથી ફિફ્ટી પુરી કરવામાં ચૂકી ગયો. ક્રિસ લિનને 48 રન પર રાશિદ ખાને એલબીડબ્લ્યુ આઉટ કર્યો. સુનીલ નરેને 13 બોલમાં 26 રન બનાવ્યા. નરેનને સિદ્વાર્થ કૌલે કાર્લોસ બ્રેથવેટના હાથે કેચ આઉટ કરાવ્યો. નીતીશ રાણાને 22 રન પર ઋદ્વિમાન સાહાએ રન આઉટ કર્યો. રોબિન 8 બોલમાં 2 રન બનાવી રાશિદ ખાનના બોલ પર બોલ્ડ થયો. KKRના કેપ્ટન કાર્તિક 6 બોલ પર 8 રન બનાવી શાકિબ અલ હસનની બોલ પર બોલ્ડ થયો.

  સનરાઇઝર્સ હૈદરાબાદે છેલ્લા 11 બોલમાં 36 રન બનાવ્યા હતા. જેમાં રાશિદ ખાને 10 બોલમાં 34 રન બનાવ્યા હતા. રાશિદે 2 ફોર અને 4 સિક્સ મારી અને ભૂવનેશ્વર સાથે નોટઆઉટ પેવેલિયનમાં પરત ફર્યા.

  ઘરેલૂ મેદાન પર રોમાંચક જીત પછી ફાઈનલની દોડમાં રહેલી કોલકાતા નાઈટરાઈડર્સને ટીમ એકવાર ફરીથી પોતાની લયને યથાવત રાખીને ફાઈનલની ટીકિટ લેવા માટે ઘરેલૂ મેદાન પર આઈપીએલ-11માં ટોચ પર રહી ચૂકેલ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કાંટાની ટક્કર લેવી પડશે. આઈપીએલ-11ના લીગ મેચોમાં સૌથી સફળ રહેલી કેન વિલિયમ્સનની કેપ્ટનસીવાળી હૈદરાબાદની ટીમે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા પરંતુ મહત્વપૂર્ણ મેચોમાં પોતાના ટ્રેક પરથી નીચે ઉતરી ગઈ છે.

  કોલકાતાના ફાઈનલમાં પહોંચવા માટે લગાવવો પડશે પૂરેપરો જોશ

  પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપરકિંગ્સને સખ્ત ટક્કર આપ્યા છતાં SRH બે વિકેટથી હારીને સીધી ફાઈનલમાં જગ્યા બનાવી શકી નહતી. જોકે, ટોચ પર રહેવાના કારણે હાલમાં હૈદરાબાદ પાસે બીજી વખત ક્વોલિફાય કરવા માટે અંતિમ તક છે. બીજી તરફ કેપ્ટન દિનેશ કાર્તિકની નેતૃત્વવાળી કોલકાતાએ મહત્વપૂર્ણ મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઈનલની યાત્રા પૂરી કરી નાંખી હતી. બુધવારે એલિમેટર મેચમાં કોલકાતાએ રાજસ્થાનને 25 રનથી માત આપતા હાલમાં ટીમનું આત્મવિશ્વાસ પણ વધી ગયું હશે. કેકેઆરને પોતાના નશીબને સાથ આપતા મેદાન પર જ બીજી ક્વોલિફાય મેચ આજે એટલે ગુરૂવારે હૈદરાબાદ સામે રમવાની છે અને તે આશા કરી રહી છે કે, એકવાર ફરીથી ઘરેલૂ પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવીને ફાઈનલની ટીકિટ મેળવી લેવી. કોલકાતાએ ઈડન ગાર્ડન પર મુંબઈ ઈન્ડિયન્સને 9 મેના દિવસે 102 રનથી માત આપ્યા બાદ પોતાના ઘરેલૂ મેદાન પર એકપણ મેચ હાર્યું નથી. તેને અહી રાજસ્થાનને 06 વિકેટ અને બીજી મેચમાં 25 રનથી માત આપી હતી.

  હૈદરાબાદ પર રહેશે તણાવ

  કેકેઆર જ્યાં એલિમિનેટરમાં જીત પછી ઉત્સાહિત છે તો બીજી બાજુ હૈદરાબાદ નિશ્ચિત દબાણમાં છે, જેની સામે હવે ફાઈનલમાં જવા માટે એક તક રહેલી છે. જોકે, હૈદરાબાદ માટે ફાઈનલમાં પ્રવેશ કરવો સરળ રહેશે નહી, કેમ કે ટીમ પાછલી મેચોમાં સતત હારનો સામનો કર્યો છે. ચેન્નાઈ, બેંગલુરૂ, કેકેઆરથી લીગ ચરણ પછી ક્વોલિફાયરમાં ફરીથી ચેન્નાઈ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આમ હૈદરાબાદ પાસે હવે ફાઈનલમાં પ્રવેશવા માટે અંતિમ તક છે, જ્યાં તે ફાઈનલ જીતવાની પોતાની આશાને જીવંત રાખી શકે છે. હૈદરાબાદ માટે કેકેઆરને તેના ઘરેલૂ મેદાન પર હરાવવું સરળ રહેશે નહી. જોકે, ટીમ માટે 14 એપ્રિલની લીક મેચનું પરિણામ રાહત આપનાર છે, જ્યારે ઈડન ગાર્ડનમાં જ હૈદરાબાદે કોલકાતાને પાંચ વિકેટથી હરાવ્યું હતું.

  હૈદરાબાદની બેટિંગ લાઈન ધવન અને વિલિયમ્સન પર જ છે નિર્ભર

  વિલિયમ્સનની ટીમ તે પ્રદર્શનને બીજી વખત રિપીટ કરવાની કોશિશ કરશે જ્યારે તેમનો કોલકાતાને આઠ વિકેટ પર 138 રનના સ્કોર પર રોકી દીધા હતા. આ મેચમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારએ 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે સ્ટેનલેક, બિલી, સ્ટેનલેક અને શાકિબલ અલ હસને બે-બે વિકેટ પોતાના નામે કરી હતી. હૈદરાબાદની ટીમ આઈપીએલની શરૂઆતથી જ બોલિંગને લઈને ચર્ચામાં રહી છે. ક્વોલિફાયર મુકાબલામાં ચેન્નાઈને હૈદરાબાદ સામે 139 રનના નજીવા સ્કોર માટે પણ આંખે પાણી આવી ગયા હતા. હૈદરાબાદે સંદીશ શર્મા, સિદ્ધાર્થ કૌલ અને રાશિદ ખાનની મદદથી ચેન્નાઈના 62 રને 06 વિકેટ ઝડપી પરંતુ અંતિમ ઓવરોમાં તેમના હાથોમાંથી મેચ સરકી ગઈ હતી. આથી મહત્વપૂર્ણ રહેશે કે, ટીમ પોતાની બેટિંગ પર પણ ધ્યાન આપે અને પોતાની બોલિંગ પર નિર્ભર ન રહે. હૈદરાબાદની બેટિંગ લાઈન અત્યાર સુધી નબળી સાબિત થઈ છે અને તે કેપ્ટન વિલિયમ્સન (685) અને શિખર ધવન (437) પર જ નિર્ભર છે. બીજી તરફ કેકેઆર પાસે કેપ્ટન દિનેશ કાર્તિક (490), ક્રિસ લિન (443), રોબિન ઉથપ્પા (349) અને સુનીલ નારાયણ (331), શુભમન ગિલ અને આંદ્રે રસેલના રૂપમાં વિસ્ફોટક બેટ્સમેન છે, તો બોલરોમાં કેરેબિયન ઓલરાઉન્ડર સુનિલ નારન (16 વિકેટ), કુલદીપ યાદવ (15 વિકેટ), પીયુષ ચાવલા (13) આંદ્રે રસેલ (13) જેવા શાનદાર બોલર છે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Ipl 2018, SRH vs KKR

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन