ચેન્નાઈ : નીતિશ રાણા (80) અને રાહુલ ત્રિપાઠીની અડધી સદી (53)ની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-14માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 10 રને વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 5 વિકેટે 177 રન બનાવી શક્યું હતું.
સનરાઇઝર્સ હૈદરાબાદ
-વિજય શંકર 11 રને રસેલનો શિકાર બન્યો
-મોહમ્મદ નબી 14 રને આઉટ
-બેયરસ્ટોના 40 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે 55 રન
- સાહા 7 રન બનાવી બોલ્ડ
-ડેવિડ વોર્નર 3 રન બનાવી આઉટ
કોલકાતા નાઇટ રાઇડર્સ
-દિનેશ કાર્તિકના 9 બોલમાં અણનમ 22 રન
-નીતિશ રાણાના 56 બોલમાં 9 ફોર 5 સિક્સર સાથે 80 રન
-મોર્ગન 2 રને આઉટ
-આન્દ્રે રસેલ 5 રને રાશિદ ખાનનો શિકાર બન્યો
-રાહુલ ત્રિપાઠીના 29 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે 53 રન
-શુભમન ગિલ 15 રને આઉટ
-હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
બંને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઇટ રાઇડર્સ - શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા, ઇયોન મોર્ગન, દિનેશ કાર્તિક, આન્દ્રે રસેલ, શાકિબ અલ હસન, પેટ કમિન્સ, હરભજન સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, વરુણ ચક્રવર્તી.
સનરાઇર્સ હૈદરાબાદ - ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, રિદ્ધિમાન સાહા, મનીષ પાંડે, વિજય શંકર, અબ્દુલ સમદ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, સંદીપ શર્મા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ipl 2021, Ipl 2021 score, Kolkata Knight Riders, Live Cricket Score, SRH vs KKR, Sunrisers hyderabad