LIVE NOW

DD Vs SRH : હૈદરાબાદે દિલ્હીને સાત વિકેટે હરાવ્યું, પ્લેઓફની રેસમાંથી DD આઉટ

gujarati.news18.com | May 6, 2018, 12:12 AM IST
facebook Twitter Linkedin
Last Updated May 6, 2018
auto-refresh

Highlights

Load More
હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે થયેલા આઈપીએલના 36માં મુકાબલામાં હૈદરાબાદે સાત વિકેટે જીત મેળવી લીધી છે. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં વીસ ઓવરમાં પાંચ વિકેટના નુકશાને 163 રન બનાવી લીધા હતા. જેમાં પૃથ્વી શોએ 65 રનની ઈનિંગ રમી હતી. તે ઉપરાંત દિલ્હી તરફથી શ્રેયસ અય્યર 44, રિષભ પંત 18 અને વિજય શંકરે 23 રનની ઈનિંગ રમી હતી. દિલ્હી તરફથી અમિત મિશ્રાએ બે અને પ્લૂંકેટે એક વિકેટ મેળવી હતી.

દિલ્હીએ આપેલા 164 રનનો પીછો કરવા ઉતરેલ હૈદરાબાદને શિખર ધવન અને હેલ્સે ધીમી પરંતુ મક્કમ શરૂઆત અપાવી હતી. જોકે, હૈદરાબાદ તરફથી શરૂથી લઈને અંત સુધીમાં ધીમી રમત જોવા મળી હતી. જેથી પાછલી બે ઓવરમાં 28 રન બનાવવાની જરૂરત ઉભી થઈ હતી. હૈદરાબાદ તરફથી હેલ્સે 45 રનની ઈનિંગ રમી હતી, જ્યારે શિખર ધવન 33 રન બનાવીને આઉટ થયો હતો. હૈદરાબાદ કેપ્ટન કેન વિલિયમ્સને 32 રનની ઈનિંગ રમી હતી. પાછળથી બેટિંગ કરવા માટે ઉતરેલ પઠાણે રંગ રાખતા માત્ર 12 બોલમાં 27 રન ફટકારીને પાછલી ટીમને મેચ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદ તરફથી રાશીદ ખાને બે વિકેટ ઝડપી હતી, જ્યારે સિદ્ધાર્થ કૌલને એક વિકેટ મળી હતી.

આ જીત સાથે જ સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે પહેલા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે દિલ્હી પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે.

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી ડેયરડેવિલ્સ વચ્ચે મેચથી પહેલા દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. નવા કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાં શાનદાર રમત દર્શાવતી રહેલી દિલ્હી ડેયરડેવિલ્સની ટીમ ખરાબ શરૂઆતના કારણે હાલમાં નાઝૂક સ્થિતિએ પહોંચી ગઈ છે અને ટોચ પર ચાલી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ પ્લેઓફ માટે સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરશે.

પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાને ખસકી ગયેલી દિલ્હીએ કેપ્ટન બદલ્યા બાદ સારી રમત દર્શાવી છે અને તેને પાછલા મુકાબલામાં ઘરેલૂ કોટલા મેદાન પર રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ ડકવર્થ લૂઈસ નિયમથી ચાર રનથી મેચ જીતી હતી. હવે નવ મેચોમાં ત્રણ જીત અને 06 હાર બાદ છઠ્ઠા સ્થાન પર છે અને પ્લેઓફની હોડમાં રહેવા માટે હવે પછીની બધી જ મેચો જીતવી જરૂરી છે.

આત્મવિશ્વાસ સાથે ઉતરસે SRH
દિલ્હીની ટક્કર હૈદરાબાદની મેજબાનીમાં થવાનો છે, જે આઠમાંથી માત્ર બે મેચો જ હારી છે. તે 06 મેચોમાં જીત મેળવીને 12 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે, કેમ કે આજની આરસીબી અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈએ જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધો છે. કેન વિલિયમ્સનની કેપ્ટનસીમાં રાજસ્થાનના પાછલી મેચમાં 11 રનથી માત આપી હતી. હૈદરાબાદની ટીમ પોતાના ઘરેલૂ મેદાનમાં આત્મવિશ્વાસ સાથે ઉતરશે જ્યારે શ્રેયસ અય્યર હૈદરાબાદને તેમના ઘરમાં માત આપીને પોતાને સાબિત કરવા અને પ્લે ઓફની હરિફાયમાં બનાવી રાખવાની કોશિશ કરશે. દિલ્હીએ પોતાની કુલ ત્રણ જીતમાંથી બે જીત અય્યરની કેપ્ટનસી હેઠળ જીતી છે, પરંતુ હૈદરાબાદની ઘાતક બોલિંગ લાઈનઅપનો સામનો કરવો દિલ્હી માટે સરળ રહેશે નહી.

બંને ટીમો આ રીતે છે

સનરાઈઝર્સ હૈદરાબાદ (પ્લેઈંગ ઈલેવન): એલેક્સ હેલ્સ, શિખર ધવન, કેન વિલિયમ્સન (કેપ્ટન), મનીષ પાંડે, શાકીબ અલ હસન, યુસુફ પઠાણ, રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), ભુવનેશ્વર કુમાર, રશીદ ખાન, સિદ્ધાર્થ કૌલ, સંદીપ શર્મા

દિલ્હી ડેરડેવિલ્સ (પ્લેઈંગ ઈલેવન): પૃથ્વી શો, નમન ઓઝા, શ્રેયસ ઐયર (કેપ્ટન), રીષભ પંત (વિકેટકિપર), ગ્લેન મેક્સવેલ, વિજય શંકર, ડેનિયલ ક્રિશ્ચિયન, લિયેમ પ્લૅંક્સટ, અમિત મિશ્રા, આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ

 
corona virus btn
corona virus btn
Loading