IPL 2018, CSK Vs SRH : રોમાંચકતા બાદ ચેન્નાઈનો 04 રને વિજય, રાયડૂના આક્રમક 79

IPL 2018, CSK Vs SRH : રોમાંચકતા બાદ ચેન્નાઈનો 04 રને વિજય, રાયડૂના આક્રમક 79

 • Share this:
  નવી દિલ્હી-  હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ મેદાનમાં રમાયેલ આઈપીએલના 20માં મુકાબલાને ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 04 રને હરાવીને પોતાની ચોથી જીત મેળવી લીધી છે. જ્યારે હૈદરાબાદને સતત બે હારનો સામનો કરવો પડ્યો છે. આના પહેલા હૈદરાબાદે પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

  હૈદરાબાદે ટોસ જીતીને ચેન્નાઈને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ચેન્નાઈની શરૂઆત એકદમ ખરાબ રહેતા પ્રથમ પાંચ ઓવરમાં 30 રન પણ બનાવી શક્યા નહતા. પરંતુ અંબાતી રાયડૂએ આક્રમક બેટિંગ કરીને હૈદરાબાદની જીતની ઈચ્છાઓ પર પાણી ફેરવી નાંખ્યું હતું. અંબાતી રાયડૂએ માત્ર 37 બોલમાં 79 રન ફટકારીને ચેન્નાઈના સ્કોર બોર્ડને સારી એવી ઉંચાઈ આપી દીધી હતી. તે ઉપરાંત સુરૈશ રૈનાએ પણ 52 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. રહીસહી કસર ધોનીએ અંતિમ પૂરી કરતાં 12 બોલમાં 25 રન ફટકારી દીધા હતા. આમ ખરાબ શરૂઆત છતાં ચેન્નાઈ 182 રન બનાવવામાં સફળ રહ્યું હતું.  ચેન્નાઈએ આપેલા 185 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ હૈદરાબાદની શરૂઆત તો ચેન્નાઈ કરતાં પણ ખુબ ખરાબ રહી હતી. હૈદરાબાદે પોતાની ત્રણ વિકેટો તો શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી. જોકે, કેપ્ટન વિલિયમ્સને કેપ્ટન ઈનિંગ રમતા 84 રન ફટકાર્યા હતા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહતો. કેન ઉપરાંત યુસુફ પઠાણે 27 બોલમાં 45 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તે પણ મેચ વિનર બની શક્યો નહતો. આમ હૈદરાબાદને અંતે ચાર રનથી હારનું મોઢૂ જોવું પડ્યું હતું. હૈદરાબાદ તરફથી રશીદ ખાન અને ભુવીએ એક-એક વિકેટ ચટકાવી હતી. જ્યારે ચેન્નાઈ તરફથી દિપક હુડ્ડાએ ત્રણ વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત કરણ શર્મા, ડ્વેન બ્રાવો અને શાર્દૂલ ઠાકૂરને એક-એક વિકેટ મળી હતી.

  આ જીત સાથે જ ચેન્નાઈએ પોતાની જીતનો ચોગ્ગો લગાવી દીધો છે. જ્યારે હૈદરાબાદની ગાડી ત્રણ જીત પર જ અટકી ગઈ છે. જોકે, આ મેચમાં શિખર ધવનની હૈદરાબાદને ખોટ પડી હતી.

  પાછલી મેચમાં શાનદાર જીત મેળવનાર ચેન્નાઈ સુપર કિંગ્સ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થનાર ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝનમાં આજે એટલે કે, રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ મેચ રમાઈ રહી છે.  હૈદરાબાદે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને બેટિંગ આપી છે.  મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનસીવાળી ચેન્નાઈએ શુક્રવારે પોતાના ઘરેલૂ મેદાન મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ પૂણેમાં રાજસ્થાન રોયલ્સને 64 રને માત આપી હતી.

  ચેન્નાઈની સારી વાત તે છે કે, તેના બેટ્સમેન પરિસ્થિતઓને અનુકૂળ થઈને સારી રીતે રન બનાવે છે. ડ્વેન બ્રાવોએ મુંબઈ ઈન્ડિયન્સ વિરૂદ્ધ 30 બોલમાં 68, સેમે બિલિંગ્સે નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ 23 બોલમાં 56 અને ધોનીએ કિંગ્સ ઈલેવન પંજાબ વિરૂદ્ધ 44 બોલમાં 79 બનાવ્યા હતા.

  તે ઉપરાંત ઓપનર શેન વોટ્સન પણ ફોર્મમાં પાછો ફર્યો છે, જેને પાછલી મેચમાં 106 રનની શાનદાર શતકિય ઈનિંગ રમી હતી. બોલિંગમાં પણ ટીમ સારૂ કામ કરી રહી છે. વોટ્સન ચાર મેચોમાં 6 વિકેટ અને શાર્દૂલ ઠાકૂર તથા ઈમરાન તાહિર ક્રમશ: પાંચ અને ચાર વિકેટ લઈ ચૂક્યા છે.

  બીજી તરફ કેન વિલિયમ્સનની કેપ્ટનસીવાળી હેદરાબાદ સતત ત્રણ મેચ જીત્યા બાદ ચોથી મેચમાં જીતની પટરી પરથી ઉતરી ગઈ હતી. ટીમમાં શિખર ધવન, મનીષ પાંડે, યુસૂફ પઠાણ અને શાકિબ અલ હસનના રૂપમાં કેટલાક મોટા નામ છે, જે પંજાબ વિરૂદ્ધ ચાલ્યા નહતા. જ્યારે બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અત્યાર સુધી 6 વિકેટ ઝડપી ચૂક્યો છે. યુવા લેગ સ્પિનર રાશિદ ખાન પણ પોતાની પાછલી મેચમાં ખુબ જ મોંઘો સાબિત થયો હતો. હૈદરાબાદને જો જીતની પટરી પર પાછા ફરવું છે તો કોઈ એક બેટ્સમેનને એક મોટી ઈનિંગ રમવી પડશે.
  Published by:News18 Gujarati
  First published:April 22, 2018, 15:51 pm

  ટૉપ ન્યૂઝ