IPL Qualifier 1 : હૈદરાબાદ સામે ચેન્નાઇની બે વિકેટે શાનદાર જીત

News18 Gujarati
Updated: May 22, 2018, 11:05 PM IST
IPL Qualifier 1 : હૈદરાબાદ સામે ચેન્નાઇની બે વિકેટે શાનદાર જીત

  • Share this:
ફાફ ડુપ્લેસિસની વિનિંગ સિક્સની મદદથી ચેન્નાઇ સુપર કિગ્સે હૈદરાબાદ સામે બે વિકેટ જીત મેળીવી છે. હૈદરાબાદે આપેલા 140 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલા ચેન્નાઇને બેટ્સમેનોએ આ ટાર્ગેટ 19.1 ઓવરમાં જ હાંસલ કરી દીધો છે. જોકે, આ માટે ચેન્નાઇએ 8 વિકેટનું નુકસાન પણ વઠવું પડ્યું છે. એક તબક્કે એવું લાગતું હતું કે, ચેન્નાઇના હાથમાંથી આ મેચ સરકી જશે. જોકે, છેલ્લા તબક્કામાં મેચમાં રસાકસી આવી અને મેચ ચેન્નાઇ તરફ ઢળતી ગઇ. ફાફ ડુપ્લેસીના 67 રનની મદદથી ચેન્નાઇએ શાનાદર જીત મેળવી છે. ડુપ્લેસીસે વિનિંગ સિક્સ લગાવીને જીત ચેન્નાઇના ખોળામાં મુકી દીધી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝનમાં પોતાના શાનદાર પ્રદર્શનથી પ્લેઓફમાં જગ્યા બનાવનાર બે વખતની પૂર્વ વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને એક ખિતાબ પોતાના નામે કરનાર સનરાઈઝર્સ હૈદરાબાદ પ્રથમ ક્વોલિફાયરમાં વાનખેડે સ્ટેડિયમાં ફાઈનલમાં પહોંચવા માટે રમાઇ જેમાં ચેન્નાઇએ બાજી મારી દીધી છે

ટોસ જીતીને ચેન્નાઇએ બોલિંગ કરવાનો નિર્ણટ કર્યો હતો. જેના પગલે હૈદરાબાદને પહેલા બેટિંગ કરવાનો તક મળી હતી. આમ હૈદરાબાદે પહેલી બેટિંગ લઇને 139 રન બનાવ્યા હતા. 20 ઓવરની રમતમાં હૈદરાબાદે સાત વિકેટનું નુકસાન વેઠવું પડ્યું હતું. ઇનિંગના છેલ્લા બોલે પણ ચેન્નાઇ વિકેટ લેવામાં સફળ રહ્યું હતું. હૈદરાબાદે 139 રન બનાવતા ચેન્નાઇ સામે 140 રનનો ટાર્ગેટ છે. આમ મેચ જીતવા માટે ચેન્નાઇને 140 રન બનાવવા જરૂરી છે.

હૈદરાબાદઃ કોણે કેટલા રન બનાવ્યા ?

શિખર ધવનઃ એક બોલમાં 0 રન
શ્રીવોટ્સ ગોસ્વામીઃ 9 બોલમાં 12 રનકેન વિલિયમસનઃ 15 બોલમાં 24 રન
મનિષ પાંડેઃ 16 બોલમાં 8 રન
સાકિબ અલ હસનઃ 10 બોલમાં 12 રન
યુસુફ પઠાણઃ 29 બોલમાં 24 રન
કાર્લો બ્રેથવાઇટઃ 29 બોલમાં 43 રન
ભુવનેશ્વર કુમારઃ 11 બોલમાં 7 રન

ચૈન્નાઇઃ કોણે લીધી કેટલી વિકેટ?

દીપક ચહરઃ 31 રન આપીને 1 વિકેટ
લુગ્ની નંદીઃ 20 રન આપીને 1 વિકેટ
શાર્દુલ ઠાકુરઃ 50 રન આપીને 1 વિકેટ
ડ્વેઇન બ્રાવોઃ 25 રન આપીને 2 વિકેટ
રવિન્દ્ર જાડેજાઃ 13 રન આપીને 1 વિકેટ

ચેન્નાઇઃ કોણે બનાવ્યા કેટલા રન?

શેન વોટ્સનઃ 5 બોલમાં 0 રન
ફાફ ડુપ્લેસીઃ 42 બોલમાં 67
સુરેશ રૈનાઃ 13 બોલમાં 22 રન
અંબાતી રાયડુઃ 1 બોલમાં 0 રન
ધોનીઃ 18 બોલમાં 9 રન
ડ્વેઇન બ્રાવોઃ 11 બોલમાં 9 રન
રવિન્દ્ર જાડેજાઃ 5 બોલમાં 3 રન
દિપક ચહરઃ 6 બોલમાં 10 રન
હરભજન સિંહઃ 9 બોલમાં 2 રન
શાર્દુલ ઠાકુર 5 બોલમાં 15 રન અણનમ

હૈદરાબાદઃ કોણે લીધી કેટલી વિકેટ?

ભુવનેશ્વર કુમારઃ 14 રન આપીને 1 વિકેટ
સંદીપ શર્માઃ 30 રન આપીને 2 વિકેટ
સિદ્ધાર્થ કૌલઃ 32 રન આપીને 2 વિકેટ
કાર્લો બ્રેથવાઇટઃ 31 રન આપીને 0 વિકેટ
રશિદ ખાનઃ 11 રનમાં 2 વિકેટ
શાકિબ અલ હસનઃ 20 રન આપીને 0 વિકેટ

 

સનરાઈઝર્સ હૈદરાબાદ :

શિખર ધવન, શ્રીવતો ગોસ્વામી (વિકેટકિપર), કેન વિલિયમ્સન (કેપ્ટન), મનીષ પાંડે, શકીબ અલ હસન, યુસુફ પઠાણ, કાર્લોસ બ્રથવેઇટ, રશીદ ખાન, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, સંદીપ શર્મા

ચેન્નાઇ સુપર કિંગ્સ :

અંબાતી રાયડુ, શેન વોટસન, સુરેશ રૈના, ફાફા ડુ પ્લેસીસ, એમએસ ધોની (ડબલ્યુ / સી), રવીન્દ્ર જાડેજા, ડ્વેઈન બ્રાવો, હરભજન સિંહ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, લુન્ગી એનજીડી

 

જોકે, આ મેચમાં હારનાર ટીમને ફાઈનલમાં પહોંચવા માટે વધુ એક તક મળશે. હારનાર ટીમ બીજા ક્વોલિફાયરમાં એલિમિનેટર મેચની વિજેતા સાથે ટકરાશે. બંને ટીમોની લીંગ ચરણમાં 18 પોઈન્ટ રહ્યાં પરંતુ રનરેટના આધારે હૈદરાબાદ શીર્ષ પર રહેશે.

ચેન્નાઈએ આ સિઝનમાં બે વર્ષ બાદ વાપસી કરી છે. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનસીવાળી આ ટીમે પોતાના પ્લેઓફના જવાના ઈતિહાસને યથાવત રાખ્યો છે. આઈપીએલમાં આ ચેન્નાઈની નવમી સિઝન છે અને તે બધી જ વખત તે પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. જ્યારે ચાર વખત ફાઈનલમાં પહોંચી છે અને બે વખત ખિતાબ પોતાના નામે કર્યો છે.

ચેન્નાઈએ આખી સિઝનમાં પોતાની ખ્યાતી પ્રમાણે જ પ્રદર્શન કર્યું છે. હાલમાં ચેન્નાઈ જે રીતે રમી છે, તે પ્રમાણે તે ખિતાબની પ્રબળ દાવેદારમાંથી એક છે, પરંતુ હૈદરાબાદ પણ ચેન્નાઈથી ઓછી નથી અને આખી સિઝનમાં તે બીજી ટીમો માટે માથાનો દુખાવો બની ગઈ હતી.

એવામાં બંને ટીમોને એક બીજાથી સાવધાન રહેવાની જરૂરત છે. જોકે, આ સિઝનમાં બંને ટીમો વચ્ચે થયેલા મુકાબલાના પરિણામ જોઈએ તો બંને ટીમો વચ્ચે બે મેચ થઈ અને બંને વખત ચેન્નાઈએ બાજી મારી છે. પહેલી મેચ 22 એપ્રિલે હૈદરાબાદમાં રમાઈ હતી, જ્યાં ચેન્નાઈએ ચાર રનોથી જીત મેળવી હતી. બીજી મેચ પુણેમાં 13 મેના દિવસે રમાઈ હતી અને તે પણ મેચ ચેન્નાઈએ આઠ વિકેટે જીતી લીધી હતી.

ચેન્નાઈની ટીમની ખાસિયત તે છે કે, તે સંતુલિત ટીમ છે. તેના બોલર્સથી લઈને બોલર સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. સાથે જ ફિલ્ડીંગના રૂપમાં પણ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે.

બેટિંગમાં અંબાતી રાયડૂ (586) આ સિઝનમાં ચેન્નાઈનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. તેને આ સિઝનમાં એક શતક પણ ફટકારી છે. રાયડૂ વિશેની સારી વાત તે છે કે, ઓપનર બેટિંગથી લઈને મીડલ ક્લાસ સુધી નીચેના ક્રમમાં પણ તે શાનદાર બેટિંગ કરી શકે છે. આ સિઝનમાં તેમને આવી રીતે જ બેટિંગ કરી છે. રાયડૂ સાથે શેન વોટ્સન (438 રન) ઈનિંગની શરૂઆત કરવા માટે આવે છે. આ જોડીએ મોટાભાગની મેચમાં ટીમને શાનદાર શરૂઆત અપાવી છે.

જો ચેન્નાઈની ઓપનિંગ ખરાબ રહે છે તો તે મોટા સ્કોર સુધી પહોંચવા માટે સંઘર્ષ કરતી નજરે પડે છે. હૈદરાબાદે બેશક આ વાતને નોટિસ કરી હશે. જ્યારે હૈદરાબાદની બોલિંગને જોતા ચેન્નાઈના બેટ્સમેનો પણ સતર્ક રહેશે.

જ્યારે હૈદરાબાદની વાત કરવામાં આવે તો તેમની તાકાત બોલિંન છે. ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, શાકિબ અલ હસન, સિદ્ધાર્થ કૌલ અને સંદીપ શર્મા કોઈપણ રીતની આક્રમક બેટિંગલાઈને શાંત રાખવાની ક્ષમતા રાખે છે. જોકે, પાછલી કેટલીક મેચોમાં આવું થઈ શક્યું નથી, પરંતુ એનો મતલબ એ નથી કે, ચેન્નાઈ આમને હળવાસથી લે.

ભુવનેશ્વર, કૌલ ટીમને શાનદાર શરૂઆત અપાવે છે અને રાશિદ-શાકિબની જોડી મીડલ ક્લાસમાં બેટ્સમેનોને રનો માટે તરસાવી દે છે. આ બધા જ સમયાંતરે વિકેટ પણ નિકાળતા રહે છે. અંતમાં ભુવનેશ્વર પોતાની વિશેષતા બતાવતા રનો પર અંકુશ લગાવે છે.

બેટિંગલાઈન ટીમ માટે થોડી ચિંતાનો વિષય બની શકે છે. કેપ્ટન કેન વિલિયમ્સન ઉપરાંત અન્ય કોઈ બેટ્સમેન સતત બલ્લાથી રન બનાવી શક્યું નથી. જોકે, પાછલી કેટલીક મેચોમાં શિખરનો બલ્લો રંગમાં આવી ગયો છે અને મીડલ ક્લાસમાં પાંડે પણ પોતાનું કામ સારી રીતે કરી રહ્યાં છે. યૂસુફ પઠાણનો બલ્લો જોઈએ તેવો ચાલી શક્યો નથી. આ મહત્વપૂર્ણ મેચમાં ટીમને યુસુફ પઠાણ પર પણ આશા રહેશે.
First published: May 22, 2018
વધુ વાંચો
अगली ख़बर