IPL 2018 : સેહરી વખતે યૂસુફ પઠાણ રાશિદે કરી સાથી ખેલાડી સાથે મજાક-મસ્તી

News18 Gujarati
Updated: May 28, 2018, 5:36 PM IST
IPL 2018 : સેહરી વખતે  યૂસુફ પઠાણ રાશિદે કરી સાથી ખેલાડી સાથે મજાક-મસ્તી
ફોટો આભાર - યૂસુફ પઠાણ

  • Share this:
IPL 2018ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ચેમ્પિન બનીને ત્રીજી વખત તેમને ટ્રોફી ઉઠાવી. સોશિયલ મીડિયા પર સીએસકેના જશ્નના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. એમએસ ધોની, જીવા અને સાક્ષીના કેટલાક મસ્તીભર્યા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. આ વચ્ચે સનરાઈઝર્સ હૈદરાબાદનો પણ એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાશિદ ખાન, ખલીલ અહેમદ અને યુસુફ પઠાણ નજરે પડી રહ્યાં છે. રમજાનના મહિનામાં ત્રણેય મહિનામાં રોઝો રાખ્યો હતો.

યુસૂફ પઠાણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ત્રણેય સેહરી કરવા બેઠા છે. હવે જણાવીએ કે, રાશિદ ખાનને ગુસ્સો કેમ આવ્યો. રાસિદ ખાન સહેરી માટે ખલીલ અહેમદની રાહ જોઈ રહ્યાં હતા. જેવા જ તેઓ આવ્યા કે, રાશિદ ખાને મજાકિયા અંદાજમાં તેને આડે હાથે લઈ લીધો હતો.

ખલીલ જમવાનું ઓર્ડર કરીને ક્યાક ચાલ્યો ગયો હતો. જેવો જ તે જમવા માટે પાછો ફર્યો કે, રાશિદ ખાન ભડકી ગયો અને આગળથી લેટ ન આવવાનું કહ્યું. બંનેની મજાકભરી લડાઈ જોઈને યુસૂફ પઠાણ જોર-જોરથી હસવા લાગે છે. સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. રાશિદ ખાને આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ સિઝનમાં 17 મેચોમાં 21 વિકેટ ઝડપી છે. કેટલીક મેચો તો રાશિદે એકલા હાથે જીતાડી છે.

જુઓ  પઠાણ અને રાશિદ  ખલિલ સાથે સેહરી કરતાં-કરતાં કરી રહ્યાં છે મજાક મસ્તી


First published: May 28, 2018
વધુ વાંચો
अगली ख़बर