IPLની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ કોવિડ-19 સામેની લડતમાં 30 કરોડ રૂપિયા દાન કરશે

  • Share this:
    નવી દિલ્લી: ભારતમાં આ સમયે કોરોના વાયરસની બીજી લહેરથી ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. દેશમાં જીવન રક્ષક તરીકે ઉપયોગ થતી દાવાઓ અને ઓક્સિજનની અછત થઇ રહી છે. આ મહામારી સામે ભારતની લડાઈમાં સમગ્ર દુનિયા ભારતની મદદ કરી રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમે આ લડતમાં મદદ કરવા આગળ આવ્યા છે. સન ટીવી (સનરાઇઝર્સ હૈદરાબાદ)એ કોરોના પીડિતોની મદદ માટે 30 કરોડ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે. ટ્વિટર પર આ અંગેની માહિતી આપવામાં આવી છે.

    આઇપીએલની ફ્રેન્ચાઈઝ સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કલાનીધિ મારન (Kalanidhi Maran)ની પાસે છે. તે સન ટીવીના નામે દેશમાં સૌથી મોટું ટીવી નેટવર્ક ચલાવી રહી છે. તે સન ટીવી ગ્રુપની ચેરમેન અને ફાઉન્ડર છે. કોવિડ-19 સામેની લડાઈમાં સન ટીવીએ 30 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ આ આર્થિક સહાયતા કેન્દ્ર અને રાજ્ય સરાકર દ્વારા કોવિડ-19ને લઇને ચાલુ કરવામાં આવેલી યોજનાઓ અંતર્ગત કરવામાં આવશે.





    આ સિવાય સનરાઇઝર્સ હૈદરાબાદ એ એનજીઓ સાથે પણ કામ કરશે, જે લોકોને ઓક્સિજન સિલિન્ડર અને દવાઓ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આઈપીએલની ટીમે કોરોના સામેની લડતમાં મદદ કરી હોય તેવું આ પહેલીવાર નથી. એક દિવસ અગાઉ, એમએસ ધોનીની અધ્યક્ષતાવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ કોરોના વાયરસ સામેની લડતમાં તમિળનાડુના લોકોને મદદ કરવા આગળ આવી હતી. સીએસકેએ અહીંના લોકો માટે 450 ઓક્સિજન કંટેનર્સની વ્યવસ્થા કરી છે. અગાઉ રાજસ્થાન રોયલ્સએ 7.5 કરોડ, દિલ્હી કેપિટલ્સએ 1.5 કરોડનું દાન આપ્યું હતું.

    આ સાથે જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ પણ બે કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. બંને ભંડોળ દ્વારા સાત કરોડ રૂપિયા એકત્રિત કરવાના મિશનમાં સામેલ છે. સચિન તેંડુલકરે પણ કોવિડ -19 સામેના યુદ્ધમાં દાન આપ્યું છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલરો બ્રેટ લી અને પેટ કમિન્સને પણ કોરોના સામે આર્થિક સહાય આપી હતી. કમિન્સએ 37 લાખ, જ્યારે લીએ 41 લાખનું દાન આપ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published: