આ ચાર ટીમોએ બનાવી પ્લેઓફમાં જગ્યા, જાણો કઈ ટીમ બનશે ચેમ્પિયન

News18 Gujarati
Updated: May 21, 2018, 12:56 PM IST
આ ચાર ટીમોએ બનાવી પ્લેઓફમાં જગ્યા, જાણો કઈ ટીમ બનશે ચેમ્પિયન

  • Share this:
ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-11માં પ્લેઓફમાં પહોચનાર ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. પ્લેઓફમાં ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતાએ તો જગ્યા બનાવી લીધી હતી. જોકે, રવિવારે આઈપીએલમાં અંતિમ બે લીગ મેચ બાદ ચોથી ટીમનો નિર્ણય થયો. રવિવારે મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી ડેયરડેવિલ્સ વિરૂદ્ઘ 11 રનથી મેચ ગુમાવી દીધી અને તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ.

ત્યાર બાદ બીજી બાજુ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબને પ્લઓફમાં જગ્યા બનાવવા માટે ચેન્નાઈ પર મોટી જીતની જરૂરત હતી, પરંતુ એવું થયું નહી. ચેન્નાઈ સુપરકિંગ્સે અંતિમ આઈપીએલ લીગ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબને 5 વિકેટથી માત આપી દીધી. આ સાથે જ પંજાબની ટીમ આઈપીએલમાંથી બહાર થઈ ગઈ અને રાજસ્થાને પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી.આઈપીએલમાં પ્લેઓફ મુકાબલાઓ મંગળવારથી શરૂ થશે. પહેલો ક્વોલિફાય મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હશે. એલિમિનેટર 23મેના દિવસે કોલકાતાના ઈડન ગાર્ડનમાં હશે. બીજો ક્વોલિફાય મુકાબલો 25 મેના દિવસે ઈડન ગાર્ડનમાં થશે. આઈપીએલની ફાઈનલ 27 મેના દિવસે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

રસપ્રદ આંકડા
ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસ પર નજર નાંખીએ તો જ્યારે પણ દિલ્હી ડેયરડેવિલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર રહી છે, તો બીજા નંબર પર રહેનાર આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ વખતે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર ચેન્નાઈ સુપરકિંગ્સ છે. હવે જોઈએ છે કે, આ ઈતિહાસ એક વાર ફરીથી યથાવત રહે છે કે, સિઝન-11થી નવો ઈતિહાસ લખાય છે.
First published: May 21, 2018
વધુ વાંચો
अगली ख़बर